SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ આગમિક વ્યાખ્યાઓ સીમિત નથી પરંતુ તેમાં સંબદ્ધ વિષયનું વિસ્તૃત વિવેચન પણ છે. વૃત્તિના પ્રારંભે આચાર્ય શ્રી વીરને નમસ્કાર કર્યા છે તથા ભગવતીના દુર્ગમપદોની વ્યાખ્યા ઉદ્ભત કરવાની ઈચ્છા પ્રકટ કરી છે :૧ श्रीवीरं नमस्यित्वा तत्त्वावगमाय सर्वसत्त्वानाम् । व्याख्या दुर्गपदानामुद्धियते भगवती वृत्तेः ॥ १ ॥ અંતે નિમ્નલિખિત શ્લોક છે : भद्रं भवतु सङ्घाय, श्रीमच्छ्रीजिनशासने । साक्षात् भगवतीव्याख्यादेवतासुप्रसादतः ॥ १ ॥ अज्ञेन मया गदितं समयविरुद्धं यदङ्गटीकायाम् । सद्यः प्रसद्य शोध्यं गुरुवद्गुरुधीधनैर्गुरुभिः ॥२॥ વ્યાખ્યાકાર દાનશેખરસૂરિ જિનમાણિજ્યગણિના શિષ્ય અનંતરંસગણિના શિષ્ય છે. પ્રસ્તુત વ્યાખ્યા તપાગચ્છનાયક લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય સુમતિસાધુસૂરિના શિષ્ય હેમવિમલસૂરિના સમયમાં સંકલિત કરવામાં આવી છે એવો પચીસમા શતકના વિવરણના અંતે એક ઉલ્લેખ છે : તિ શ્રીપાજીનાયક શ્રીતિક્ષ્મીનારसूरिशष्यश्रीसुमतिसाधुसूरिशिष्यश्रीहेमविमलसूरिविजयराज्ये शलार्थिश्रीजिनमाणिक्यगणि शिष्यश्रीअनन्तहंसगणिशिष्यश्रीदानशेखरगणिसमुद्धृतभगवतीलघुवृत्तौ पञ्चविंशतितमशतकविवरणं सम्पूर्णम् । કલ્પસૂત્ર-કલ્પપ્રદીપિકાઃ દશાશ્રુતસ્કલ્પના અષ્ટમ અધ્યયન કલ્પસૂત્રની પ્રસ્તુત વૃત્તિ વિજયસેનસૂરિના શિષ્ય સંઘવિજયગણિએ વિ.સં.૧૬૭૪માં લખી. તે સમયે વિજયદેવસૂરિનું ધર્મશાસન પ્રવર્તમાન હતું. વિ.સં.૧૯૮૧માં કલ્યાણવિજયસૂરિના શિષ્ય ધનવિજયગણિએ તેનું સંશોધન કર્યું. વૃત્તિનું ગ્રંથમાન ૩૨૫૦ શ્લોકપરિમાણ છે. પ્રશસ્તિમાં ગ્રંથરચનાનો કાળ, ગ્રંથકારનું નામ, સંશોધકનું નામ, સંશોધકનો કાળ, ગ્રંથમાન વગેરેનો ઉલ્લેખ આ મુજબ છે : वेदादिरसशीतांशुमिताब्दे विक्रामर्कतः । श्रीमद्विजयसेनाख्यसूरिपादाब्जसेविना ॥१॥ ૧. ઋષભદેવજી કેશરીમલજી જેતામ્બર સંસ્થા, રતલામ, સન્ ૧૯૩૫. ૨. પૃ. ૨૯૮ (૨). ૩. મુક્તિવિમલ જૈન ગ્રંથમાલા, અમદાવાદ, સન્ ૧૯૨૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy