SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૨ આગમિક વ્યાખ્યાઓ મલયગિરિકૃત ટીકાની સમકક્ષ જ છે. પ્રારંભમાં આચાર્ય સર્વજ્ઞ મહાવીર, કલ્પ (બૃહત્કલ્પ) સૂત્રકાર ભદ્રબાહુ, ભાષ્યકાર સંઘદાસગણિ, ચૂર્ણિકાર મુનીન્દ્ર, વૃત્તિકાર મલયગિરિ, શિવમાર્ગોપદેષ્ટા સ્વગુરુ તથા વરદા શ્રુતદેવીને નમસ્કાર કર્યા છે તથા મલયગિરિપ્રારબ્ધ કલ્પશાસ્ત્રટીકા પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા કરી છે. વૃત્તિના અંતે લાંબી પ્રશસ્તિ છે. તે મુજબ આચાર્ય ક્ષેમકીર્તિના ગુરુનું નામ વિજયચન્દ્રસૂરિ હતું. વિજયચન્દ્રસૂરિ આચાર્ય જગન્દ્રસૂરિના શિષ્ય હતા. આચાર્ય ક્ષેમકીર્તિના બે ગુરભાઈ હતા જેમનાં નામ વજસેન અને પદ્મચન્દ્ર હતાં. પ્રસ્તુત વૃત્તિની સમાપ્તિ જ્યેષ્ઠ શુક્લા દશમી વિ.સં. ૧૩૩૨માં થઈ છે. આ વિશાલ વૃત્તિનું ગ્રન્થમાન ૪૨૬૦૦ શ્લોકપ્રમાણે છે : ज्योत्सनामङ्घलया यया धवलितं विश्वम्भरामण्डलं, या निःशेषविशेषविज्ञजनताचेतश्चमत्कारिणी । तस्यां श्रीविजयेन्दुसूरिसुगुरोनिष्कृत्रिमाया गुण श्रेणे: स्याद् यदि वास्तवस्वतवकृतौ विज्ञः स वाचांपतिः ॥ १५ ॥ तत्पाणिपङ्कजरजःपरिपूतशीर्षाः, शिष्यास्त्रयो दधति सम्प्रति गच्छभारम् । श्रीवज्रसेन इति सद्गुरुरादिमोऽत्र, श्रीपद्मचन्द्रसुगुरुस्तु ततो द्वितीयः ॥ १६ ॥ · तार्तीयीकस्तेषां, विनेयपरमाणुरनणुशास्त्रेऽस्मिन् । श्रीक्षेमकीर्तिसूरिविनिर्ममे विवृतिमल्पमतिः ॥ १७ ॥ श्रीविक्रमतः कामति, नयनाग्निगुणेन्दुपरिमिते (१३३२) वर्षे । ज्येष्ठश्वेतदशम्यां, समर्थितैषा च हस्तार्के ॥ १८ ॥ આવશ્યકનિર્યુક્તિદીપિકા : માણિજ્યશેખરસૂરિકૃત પ્રસ્તુત દીપિકા આવશ્યકનિર્યુક્તિનો અર્થ સમજવા માટે ખૂબ જ ઉપયુક્ત ટીકા છે. આમાં નિર્યુક્તિ-ગાથાઓનો અતિ સરળ તથા સંક્ષિપ્ત શબ્દાર્થ તથા ભાવાર્થ આપવામાં આવ્યો છે. કથાનકોનો સાર પણ ખૂબ જ સંક્ષેપમાં સમજાવી દેવામાં આવ્યો છે. પ્રારંભે દીપિકાકારે વીર જિનેશ્વર અને પોતાના ગુરુ મેરૂતુંગસૂરિને નમસ્કાર કર્યા છે તથા આવશ્યકનિયુક્તિની દીપિકા રચવાનો સંકલ્પ કર્યો છે. ૧. કા. ૧-૮. ૨. પૃ. ૧૭૧૨. ૩. વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રંથમાલા, સૂરત, સન્ ૧૯૩૯-૧૯૪૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy