________________
અન્ય ટીકાઓ
૪૨૧
૫૨ કસ્તૂરચન્દ્ર (સં. ૧૮૯૯) વગેરેએ, ઉપાસકદશાંગ પર હર્ષવલ્લભ ઉપાધ્યાય (સં.૧૬૯૩), વિવેકહંસ ઉપાધ્યાય વગેરેએ, પ્રશ્નવ્યાકરણ પર જ્ઞાનવિમલસૂરિ, પાર્શ્વચન્દ્ર, અજિતદેવસૂરિ વગેરેએ, ઔપપાતિક પર રાજચન્દ્ર અને પાર્શ્વચન્દ્ર, રાજપ્રશ્રીય પર રાજચન્દ્ર, રત્નપ્રભસૂરિ, સમરચન્દ્રસૂરિ વગેરેએ, જીવાભિગમ પર પદ્મસાગર (સં. ૧૭૦૦) વગેરેએ, પ્રજ્ઞાપના ૫૨ જીવવિજય (સં.૧૭૮૪) વગેરેએ, જંબુદ્દીપપ્રજ્ઞપ્તિ પર પુણ્યસાગર (સં. ૧૬૪૫) વગેરેએ, ચતુઃશરણ પર વિનયરાજગણિ, પાર્શ્વચન્દ્ર, વિજયસેનસૂરિ વગેરેએ, આતુરપ્રત્યાખ્યાન પર હેમચન્દ્રગણિ વગેરેએ, સંસ્તારક પર સમરચન્દ્ર (સં.૧૬૦૩) વગેરેએ, તંદુલવૈચારિક પર પાર્શ્વચન્દ્ર વગેરેએ, બૃહત્કલ્પ ૫૨ સૌભાગ્યસાગર વગેરેએ, ઉત્તરાધ્યયન પર કીર્તિવલ્લભ (સં. ૧૫૫૨), કમલસંયમ ઉપાધ્યાય (સં.૧૫૫૪), તપોરત્ન વાચક (સં. ૧૫૫૦), ગુણશેખર, લક્ષ્મીવલ્લભ, ભાવવિજય (સં.૧૬૮૯), હર્ષનન્દનગણિ, ધર્મમન્દિર ઉપાધ્યાય (સં.૧૭૫૦), ઉદયસાગર (સં.૧૫૪૬), મુનિચન્દ્રસૂરિ, જ્ઞાનશીલ ગણિ, અજિતચન્દ્રસૂરિ, રાજશીલ, ઉદયવિજય, મેઘરાજ વાચક, નગર્ષિગણિ, અજિતદેવસૂરિ, માણિક્યશેખર, જ્ઞાનસાગર વગેરેએ, દશવૈકાલિક પર સુમતિસૂરિ, સમયસુન્દર (સં. ૧૬૮૧), શાન્તિદેવસૂરિ, સોમવિમલસૂરિ, રામચન્દ્ર (સં.૧૬૬૭), પાર્શ્વચન્દ્ર, મેરુસુન્દર, માણિક્યશેખર, જ્ઞાનસાગર વગેરેએ, પિણ્ડનિર્યુક્તિ પર ક્ષમારત્ન, માણિક્યશેખર વગેરેએ, નન્દી પર જયદયાલ, પાર્શ્વચન્દ્ર વગેરેએ, ઓઘનિર્યુક્તિ પર જ્ઞાનસાગર (સં.૧૪૩૯) અને માણિક્યશેખરે તથા દશાશ્રુતસ્કન્ધ પર બ્રહ્મમુનિ (બ્રહ્મર્ષિ) વગેરેએ ટીકાઓ લખી છે. આ ટીકાઓ સિવાય કેટલીક ટીકાઓ અજ્ઞાત આચાર્યો દ્વારા પણ લખવામાં આવી છે. કેટલાક આચાર્યોનાં નામ, સમય વગેરેના વિષયમાં પણ હજી સુધી અંતિમ નિર્ણય નથી થઈ શક્યો. આવી સ્થિતિમાં કોઈનું નામ એકથી વધારે વખત આવી જવું અશક્ય નથી.
૧
આ જ રીતે અનેક ટીકાઓના વિષયમાં પણ પૂરો નિશ્ચય નથી થઈ શક્યો. વિશેષ કરીને અનુપલબ્ધ ટીકાઓની યથાર્થ સ્થિતિ વિષયમાં તો અનેક પ્રકારની શંકાઓ સ્વાભાવિક છે. આગળ કેટલીક પ્રકાશિત ટીકાઓનો પરિચય આપવામાં આવે છે. બૃહત્કલ્પવૃત્તિ ઃ
આચાર્ય મલયગિરિષ્કૃત બૃહત્કલ્પની અપૂર્ણ વૃત્તિ પૂરી કરવાનું શ્રેય આચાર્ય ક્ષેમકીર્તિને છે. પીઠિકા-ભાષ્યની ૬૦૬ ગાથાઓથી આગળનાં સંપૂર્ણ ભાષ્ય (લઘુભાષ્ય)ની વૃત્તિ આ જ આચાર્યની કૃતિ છે. શૈલી વગેરેની દૃષ્ટિએ આ વૃત્તિ
૧. જુઓ — જિનરત્નકોશ : પ્રથમ ભાગ.
૨. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સન્ ૧૯૩૩–૧૯૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org