________________
૩૯૬
આગમિક વ્યાખ્યાઓ પુત્રાયક્રયા ય નીતિ સમસFi પતિ નો રફા Terfહં પરિવાદી.....આ વાક્યમાંથી એવો ધ્વનિ નીકળે છે કે આ ટીકા પાદલિપ્તસૂરિએ રચી છે. જો એવું હોય તો મલયગિરિ દ્વારા ઉદ્ધત “૩ સુમસુમાયો અઠ્ઠાવિસેના...'વાક્ય આ ટીકામાં કેમ નથી મળતું ? આ પ્રશ્નનો એક જ ઉત્તર હોઈ શકે અને તે એ કે જો ઉપલબ્ધ ટીકા પાદલિપ્તસૂરિની જ હોય તો આ તથા આ જ જાતના બીજા પણ કેટલાંક વાક્યો આ ટીકામાંથી ધીરે-ધીરે લુપ્ત થઈ ગયાં છે.
પ્રસ્તુત વૃત્તિનો ઉપસંહાર કરતાં વૃત્તિકાર મલયગિરિ કહે છે કે આ કાલજ્ઞાનસમાસ શિષ્યોના વિબોધનાર્થ દિનકરપ્રજ્ઞપ્તિ (સૂર્યપ્રજ્ઞપ્તિ)ના આધારે પૂર્વાચાર્યે તૈયાર કરેલ છે. પ્રસ્તુત ગ્રંથ જેનું નામ જ્યોતિષ્કરણ્ડક છે તે પરંપરાથી સર્વવિભૂલક હોવાને કારણે વિદ્વાનો માટે અવશ્ય ઉપાદેય છે. જે અંતે નિમ્ન શ્લોક સાથે ટીકા સમાપ્ત થાય
यद्गदितमल्पमतिना जिनवचनविरुद्धमत्र टीकायाम् । विद्वद्भिस्तत्त्वज्ञैः प्रसादमाधाय तच्छोध्यम् ॥ १ ॥ ज्योतिष्करण्डकमिदं गम्भीरार्थं विवृण्वता कुशलम् ।
यदवापि मलयगिरिणा सिद्धिं तेनाश्नुतां लोकः ॥ २ ॥ અર્થાત પ્રસ્તુત ટીકામાં મારા અલ્પબુદ્ધિ દ્વારા જો કોઈ વાત જિનવચનથી વિરુદ્ધ કહેવામાં આવી હોય તો વિદ્વાન તત્ત્વજ્ઞો કૃપા કરીને તેને સુધારી લે. આ ગંભીરાર્થ
જ્યોતિષ્કરણ્ડકનાં વિવરણથી મલયગિરિને જે પુણ્ય પ્રાપ્ત થયું છે તેનાથી લોકનું કલ્યાણ થાઓ. જીવાભિગમવિવરણ :
તૃતીય ઉપાંગ જીવાભિગમની પ્રસ્તુત ટીકા માં આચાર્યો મૂલ સૂત્રનાં પ્રત્યેક પદનું વ્યાખ્યાન કર્યું છે. અહીં-તહીં અનેક પ્રાચીન ગ્રન્થોનાં નામ તથા ઉદ્ધરણો પણ આપ્યાં છે. આ જ રીતે કેટલાક ગ્રંથકારોનાં નામનો પણ ઉલ્લેખ કર્યો છે. પ્રારંભે નિમ્ન મંગલશ્લોક છે :
प्रणमत पदनखतेजःप्रतिहतनिःशेषनम्रजनतिमिरम् । वीरं परतीर्थियशोद्विरदघटाध्वंसकेसरिणम् ॥१॥ प्रणिपत्य गुरुन् जीवाजीवाभिगमस्य विवृतिमहमनघाम् ।
विदधे गुरूपदेशात्प्रबोधमाधातुमल्पधियाम् ॥ २ ॥ મંગલનું પ્રયોજન વગેરે બતાવ્યા પછી સૂત્રોની વ્યાખ્યા શરૂ કરી છે. “જે ૧. પ્રાકૃતવૃત્તિ, પૃ. ૯૩ (હસ્તલિખિત).
૨. એજન, પૃ. ૨૬૬. ૩. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, સન્ ૧૯૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org