________________
૩૮૬
આગમિક વ્યાખ્યાઓ આરાધના કરી. મંત્રના અધિષ્ઠાતા વિમલેશ્વરદેવે પ્રસન્ન થઈને ત્રણેને કહ્યું કે તમે પોતાને ઈચ્છિત વરદાન માગો. તે સમયે હેમચન્દ્ર રાજાને પ્રતિબોધ આપવાનો, દેવેન્દ્રસૂરિએ એક રાતમાં કાંતી નગરીથી સેરીસક ગ્રામમાં મંદિર લાવવાનો અને મલયગિરિસૂરિએ જૈન સિદ્ધાન્તોની વૃત્તિઓ – ટીકાઓ રચવાનું વરદાન માગ્યું. ત્રણેને પોતપોતાની ઈચ્છાનુસાર વરદાન આપીને દેવ પોતાના સ્થાન પર ચાલ્યા ગયા.
ઉપર્યુક્ત ઉલ્લેખથી એમ ફલિત થાય છે કે (૧) મલયગિરિસૂરિ આચાર્ય હેમચન્દ્ર સાથે વિદ્યાસાધના માટે ગયા હતા, (૨) તેમણે જૈન આગમગ્રંથોની ટીકાઓ લખવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું અને (૩) તેઓ “સૂરિ' પદ અર્થાત્
આચાર્ય પદથી વિભૂષિત હતા. મલયગિરિ માટે આચાર્યપદસૂચક એક વધુ પ્રમાણ ઉપલબ્ધ છે જે આનાથી પણ અધિક પ્રબળ છે. આ પ્રમાણ મલયગિરિવિરચિત શબ્દાનુશાસનમાં છે જે આ મુજબ છે : વં કૃત ફન્નરક્ષવધાન: રિપૂમર્થ તપૂપાયે આવા મતરિક શબ્દાનુશાસનમારમા આમાં મલયગિરિએ પોતાના માટે સ્પષ્ટરૂપે આચાર્યપદનો પ્રયોગ કર્યો છે. આ જ રીતે આચાર્ય મલયગિરિ અને આચાર્ય હેમચન્દ્રના સંબંધ પર પ્રકાશ પાડનાર એક પ્રમાણ મલયગિરિ વિરચિત આવશ્યકવૃત્તિમાં છે જેનાથી એમ પ્રકટ થાય છે કે આચાર્ય મલયગિરિ આચાર્ય હેમચન્દ્રને અતિ સમ્માનપૂર્ણ દૃષ્ટિએ જોતા હતા. આચાર્ય મલયગિરિ લખે છે તથા चाहुः स्तुतिषु गुरवः
अन्योन्यपक्षप्रतिपक्षमावाद, यथा परे मत्सरिणः प्रवादाः ।
नयानशेषानविशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ॥ આ કારિકા આચાર્ય હેમચન્દ્રકૃત અન્યયોગવ્યવચ્છેદકાત્રિશિકાની છે જેને આચાર્ય મલયગિરિએ પોતાની આવશ્યકવૃત્તિમાં ઉદ્ધત કરી છે. ઉદ્ધત કરતાં પહેલાં આચાર્ય હેમચન્દ્ર માટે “ગુરવ:' પદનો પ્રયોગ કર્યો છે. આ અતિ સમ્માનપૂર્ણ પ્રયોગથી એમ સ્પષ્ટ છે કે આચાર્ય હેમચન્દ્રના પાંડિત્યનો પ્રભાવ મલયગિરિસૂરિ પર ખૂબ ઊંડો હતો. એટલું જ નહિ, આચાર્ય હેમચંદ્ર મલયગિરિસૂરિની અપેક્ષાએ વતાવસ્થામાં પણ મોટા જ હતા, વયમાં કદાચ મોટા ન પણ હોય. અન્યથા આચાર્ય હેમચન્દ્ર માટે “ગુરવઃ' શબ્દનો પ્રયોગ કરવો મલયગિરિસૂરિ માટે એટલું સરળ ન હોત. જૈન આગમો પર ટીકાઓ લખવાની આચાર્ય મલયગિરિની ઈચ્છા તો તેમની ઉપલબ્ધ ટીકાઓમાં પ્રતિબિંબિત છે જ.
મલયગિરિએ કેટલા ગ્રંથ લખ્યા, તેનો સ્પષ્ટ ઉલ્લેખ તો ક્યાંય ઉપલબ્ધ નથી થતો. તેમના જેટલા ગ્રંથ આ સમયે ઉપલબ્ધ છે તથા જે ગ્રન્થોનાં નામોનો ઉલ્લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org