________________
૨)
આગમિક વ્યાખ્યાઓ કઈ અવસ્થા મુખ્ય છે ? તે પ્રશ્નનો ઉત્તર આપતા ભાખ્રકારે સાદ્વાદી ભાષામાં લખ્યું છે કે નિષ્પાદક અને નિષ્પન્ન આ બંને દૃષ્ટિએ બંને ય પ્રધાન છે. સ્થવિરકલ્પ સૂત્રાર્થગ્રહણ વગેરે દષ્ટિએ જિનકલ્પનું નિષ્પાદક છે, જ્યારે જિનકલ્પ જ્ઞાન-દર્શનચારિત્ર વગેરે દષ્ટિએ નિષ્પન્ન છે. આ રીતે બંને ય અવસ્થામાં મહત્ત્વપૂર્ણ તથા પ્રધાન છે. આ વક્તવ્યને વિશેષ સ્પષ્ટ કરવા માટે આચાર્યે ગુહાસિંહ, બે સ્ત્રીઓ અને બે ગોવર્ગોનાં ઉદાહરણ પણ આપ્યાં છે. શ્રમણ-શ્રમણીઓ માટે રાત્રિ અથવા વિકાલમાં અધ્વગમનનો નિષેધ કરતાં ભાષ્યકારે અધ્વના બે ભેદ કર્યા છે : પંથ અને માર્ગ, જેની વચ્ચે ગ્રામ, નગર વગેરે કંઈ પણ ન હોય તે પંથ છે. જે ગ્રામાનુગ્રામની પરંપરાથી યુક્ત હોય તે માર્ગ છે. અપવાદરૂપે રાત્રિગમનની છૂટ છે પરંતુ તે માટે અવ્વોપયોગી ઉપકરણોનો સંગ્રહ તથા યોગ્ય સાર્થનો સહ્યોગ આવશ્યક છે. સાર્થના પાંચ પ્રકાર છે : ૧, બંડી, ર. બહિલક, ૩, ભારવહ, ૪. ઔદરિક, ૫. કાર્પટિક. આ જ રીતે આચાર્યે આઠ પ્રકારના સાર્થવાહો તથા આઠ પ્રકારના આદિયાત્રિકો – સાર્થવ્યવસ્થાપકોનો પણ ઉલ્લેખ કર્યો છે. શ્રમણશ્રમણીઓના વિહાર-યોગ્ય ક્ષેત્રની ચર્ચામાં બતાવ્યું છે કે ઉત્સર્ગરૂપે વિહાર માટે આર્યક્ષેત્ર જ શ્રેષ્ઠ છે. આર્ય પદનું નિમ્નોક્ત નિક્ષેપોથી વ્યાખ્યાન કરવામાં આવ્યું છે : ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ક્ષેત્ર, ૫. જાતિ, ૬, કુળ, ૭. કર્મ, ૮, ભાષા, ૯. શિલ્પ, ૧૦. જ્ઞાન, ૧૧. દર્શન, ૧૨, ચારિત્ર. આર્યજાતિઓ છ પ્રકારની છે : ૧. અમ્બઇ, ૨. કલિન્દ, ૩. વૈદેહ, ૪. વિદક, ૫. હરિત, ૬. તનુણ. આર્યકુળ પણ છ પ્રકારનાં છે : ૧. ઉગ્ર, ૨. ભોગ, ૩. રાજન્ય, ૪. ક્ષત્રિય, ૫. જ્ઞાત-કૌરવ, ૬. ઈશ્વાકુ. દ્વિતીય ઉદેશના ભાષ્યમાં નિમ્નોક્ત વિષયોનું વ્યાખ્યાન છે : ઉપાશ્રયસંબંધી દોષ તથા યતનાઓ, સાગરિકના આહારાદિના ત્યાગની વિધિ, બીજાને ત્યાંથી આવેલી ભોજન-સામગ્રીના દાનની વિધિ, સાગરિકના ભાગના પિંડનું ગ્રહણ, વિશિષ્ટ વ્યક્તિઓ નિમિત્તે નિર્મિત ભક્ત, ઉપકરણ વગેરેનું અગ્રહણ, વસ્ત્રાદિ ઉપધિના પરિભોગની વિધિ તથા મર્યાદા, રજોહરણ-ગ્રહણની વિધિ. વસ્ત્રાદિ-ઉપધિના પરિભોગની ચર્ચામાં પાંચ પ્રકારના વસ્ત્રોનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે : ૧. જાંગિક, ૨. ભાંગિક, ૩. સાનક, ૪. પોતક, ૫. તિરીટપટ્ટક, રજોહરણ-ગ્રહણની ચર્ચામાં પાંચ પ્રકારના રજોહરણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે : ૧. ઔર્ણિક, ૨. ઔષ્ટિક, ૩. શનક, ૪. વચ્ચકચિપ્પક, ૫. મુંજચિપ્પક. તૃતીય ઉદેશની વ્યાખ્યામાં ભાષ્યકારે નીચેની વાતો પર પ્રકાશ પાડ્યો છે : નિર્ચન્થોનો નિર્ચન્થીઓના અને નિર્ચન્થીઓનો નિર્ઝન્થોના ઉપાશ્રયમાં પ્રવેશ, નિર્ચન્વ-નિર્ચન્થીઓ દ્વારા સલોમાદિ ચર્મનો ઉપયોગ, કૃત્ન તથા અકૃત્ન વસ્ત્રનો સંગ્રહ તથા ઉપયોગ, ભિન્ન તથા અભિન્ન વસ્ત્રનો સંગ્રહ તથા ઉપયોગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org