SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ આગમિક વ્યાખ્યાઓ ૧ અનિશીથશ્રુત અંતર્ગત છે જ્યારે પુરાણાદિનો લૌકિક અનિશીથશ્રુતમાં સમાવેશ છે. આ જ રીતે અબદ્ધ શ્રુત પણ લૌકિક અને લોકોત્તર ભેદથી બે પ્રકારનું હોય છે. આચાર્ય પરંપરાથી ચાલ્યા આવતા અનેક પ્રકારનાં કથાનકો વગેરે અબદ્ધ શ્રુત અંતર્ગત છે. ૩૬૨ ક્ષુલ્લકનિર્રન્થીય નામના છઠ્ઠા અધ્યયનની વ્યાખ્યામાં નિર્રન્થના ભેદ-પ્રભેદોની ચર્ચા કરતાં ‘મહ વ ભાષ્ય' એમ કહીને ટીકાકારે ચૌદ ભાષ્ય-ગાથાઓ ઉદ્ધૃત કરી છે જે ઉત્તરાધ્યયનભાષ્યની જ પ્રતીત થાય છે. આઠમા અધ્યયન કાપિલીયાધ્યયનનાં વિવેચનમાં સંસારની અનિત્યતાનું પ્રતિપાદન કરતાં ‘તથા 7 હારિતવાવ' એવા શબ્દો સાથે હારિલવાચકનો નિમ્ન શ્લોક ઉદ્ધૃત કરવામાં આવ્યો છે : चलं राज्यैश्वर्यं धनकनकसारः परिजनो, नृपाद्वाल्लभ्यं च चलममरसौख्यं च विपुलम् । चलं रूपाऽऽरोग्यं चलमिह चरं जीवितमिदं, जनो दृष्टो यो वै जनयति सुखं सोऽपि हि चलः ॥ નમિપ્રવ્રજ્યા નામના નવમા અધ્યયનનાં વિવરણમાં થત આઇ આસમેનઃ' એવો નિર્દેશ કરતાં અષ્ટમી અને પૂર્ણિમાના દિવસે નિયત રૂપે પૌષધનું વિધાન કરનારી નિમ્નલખિત આસસેનીય (અશ્વસેનીય) કારિકા ઉદ્ધૃત કરવામાં આવી છે : सर्वैष्वपि तपोयोगः, प्रशस्तः कालपर्वसु । अष्टम्यां पंचदश्यां च नियतं पोषधं वसेद् ॥ " પ્રવચનમાત્રાખ્ય ચોવીસમા અધ્યયનની વૃત્તિના અંતે ગુપ્તિનું સ્વરૂપ બતાવતાં ટીકાકારે ‘ઉર્જા હિ ન્ધહસ્તિના' એવું લખતાં આચાર્ય ગંધહસ્તીનું એક વાક્ય ઉદ્ધૃત કર્યું છે. તે આ પ્રમાણે છે : સભ્યમાનુસારેવારōદ્વિષ્ટરિતિસહપરિતમનોવ્યાપાર कायव्यापारो वाग्व्यापारश्च निर्व्यापारता वा वाक्काययोर्गुप्तिरिति । " જીવાજીવવિભક્તિ નામના છત્રીસમા અધ્યયનની વ્યાખ્યામાં જિનેન્દ્રબુદ્ધિનો નામોલ્લેખ કર્યો છે તથા ધર્માધર્માસ્તિકાયના વર્ણન પ્રસંગે તેમનું એક વાક્ય પણ ઉષ્કૃત કરવામાં આવ્યું છે. સ્ત્રીશબ્દનું વિવેચન કરતાં આગળ ટીકાકારે ૧. પૃ. ૨૦૪. ૪. પૃ. ૩૧૫ (૧). Jain Education International ૨. દ્વિતીય વિભાગ, પૃ. ૨૫૭. ૫. તૃતીય વિભાગ, પૃ. ૫૧૯. For Private & Personal Use Only ૩. ૨૮૯ (૧). ૬. પૃ. ૬૭૨ (૨). www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy