________________
૩૬૦
समस्तवस्तुविस्तारे, व्यासर्पत्तैलवज्जले । जीयात् श्रीशासन जैनं, धीदीपोद्दीप्तिवर्द्धनम् ॥ २ ॥ यत्प्रभावादवाप्यन्ते, पदार्थाः कल्पनां विना । सा देवी संविदे नः स्तादस्तकल्पलतोपमा ॥ ३ ॥ व्याख्याकृतामखिलशास्त्रविशारदानां
सूच्यग्रवेधकधियां शिवमस्तु तेषाम् । यैर गाढतरगूढविचित्रसूत्र
ग्रंथिर्विभिद्य विहितोऽद्य ममापि गम्यः ॥ ४ ॥ अध्ययनानामेषां यदपि कृताश्चणिवृत्तियः कृतिभिः । तदपि प्रवचनभक्तिस्त्वरयति मामत्र वृत्तिविधौ ॥ ५ ॥
મંગલવિષયક પરંપરાગત ચર્ચા કર્યા પછી આચાર્યે ક્રમશઃ પ્રત્યેક અધ્યયન અને તેની નિર્યુક્તિનું વિવેચન કર્યું છે. પ્રથમ અધ્યયનની વ્યાખ્યામાં નયનું સ્વરૂપ બતાવતાં મહામતિ (સિદ્ધસેન)ની નિમ્ન ગાથા ઉદ્ધૃત કરી છે :
तित्थयरवयणसंगहविसेसपत्थारमूलवागरणी
दव्वट्ठिओ वि पज्जवणओ य सेसा वियप्पा सिं ॥
અર્થાત્ તીર્થંકરના વચનોનો વિચાર કરવા માટે મૂલ બે નય છે ઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. બાકીના નય તેમના જ વિકલ્પ છે.
આગમિક વ્યાખ્યાઓ
૩
વસ્તુની નામરૂપતા સિદ્ધ કરતાં આચાર્યે ભર્તૃહરિનો એક શ્લોક ઉદ્ધૃત કર્યો છે. ‘તથા ૨ પૂછ્યા:', 'ઉર્જા 7 પૂર્વ્ય:' વગેરે શબ્દો સાથે વિવિધ પ્રસંગે વિશેષાવશ્યકભાષ્યની અનેક ગાથાઓ ઉદ્ધૃત કરવામાં આવી છે. ‘સમરેતુ અારેસું.....’ (અ ૧, સૂ૦ ૨૬)ની વૃત્તિમાં ‘તથા ૨ વૃખિકૃતિ’ એવું કહેતાં વૃત્તિકારે ચૂર્ણિનું એક વાક્ય ઉદ્ધૃત કર્યું છે.” આગળ ‘નાનાનુંનીયાસ્તુ પત્તિ' એવું લખતાં નાગાર્જુનીય વાચનાસમ્મત ગાથા પણ ઉદ્ધૃત કરી છે." નયની સંખ્યાનું વિશેષ વિવેચન કરતાં આચાર્યે બતાવ્યું છે કે પૂર્વવિદોએ સકલનયસંગ્રાહી સાતસો નયોનું વિધાન કર્યું છે. તે સમયે એતવિષયક ‘સપ્તશતારનયચક્ર' નામનું અધ્યયન પણ વિદ્યમાન હતું. તત્સંગ્રાહી વિધ્યાદિ બાર પ્રકારના નયોનું નયચક્ર (દ્વાદશારનયચક્ર)માં પ્રતિપાદન કરવામાં આવ્યું છે જે આજે પણ વિદ્યમાન છે : તથા—િપૂર્વવિદ્ધિ: સતનયસંગ્રાહીખિ
૧.
પ્રથમ વિભાગ, પૃ. ૨૧ (૧). ૪. પૃ. ૫૬ (૨).
Jain Education International
૨. એજન.
પ. પૃ. ૬૬ (૧).
For Private & Personal Use Only
૩. પૃ. ૨૧ (૨).
www.jainelibrary.org