________________
શાંતિસૂરિકૃત ઉત્તરાધ્યયનટીકા
૩પ૯ શાન્તિસૂરિના બત્રીસ શિષ્યો હતા. તેઓ તે બધાને પ્રમાણશાસ્ત્રનો અભ્યાસ કરાવતા હતા. તે સમયે નાડોલથી વિહાર કરીને આવેલા મુનિચન્દ્રસૂરિ પાટણની ચૈત્યપરિપાટી યાત્રામાં ફરતા ત્યાં પહોંચ્યા અને ઊભા-ઊભા જ પાઠ સાંભળીને ચાલ્યા ગયા. આ પ્રમાણે તેઓ પંદર દિવસ સુધી આ જ રીતે પાઠ સાંભળતા રહ્યા. સોળમા દિવસે બધા શિષ્યોની પરીક્ષા સાથે તેમની પણ પરીક્ષા લેવામાં આવી. મુનિચન્દ્રનો બુદ્ધિચમત્કાર જોઈને શાન્તિસૂરિ અતિ પ્રસન્ન થયા તથા તેમને પોતાની પાસે રાખીને પ્રમાણશાસ્ત્રનો વિશેષ અભ્યાસ કરાવ્યો.
શાન્તિસૂરિ પોતાના અંતિમ દિવસોમાં ગિરનારમાં રહ્યા. ત્યાં તેમણે ૨૫ દિવસ સુધી અનશન-સંથારો કર્યો, જે વિ.સં.૧૦૮૬ના જયેષ્ઠ શુક્લ ૯ મંગળવારે પૂર્ણ થયો અને તેઓ સ્વર્ગવાસી થયા.
શાન્તિસૂરિના સમય વિશે એટલું કહી શકાય કે પાટણમાં ભીમદેવનું શાસન વિ.સં.૧૦૭૮થી ૧૧૨૦ સુધી હતું તથા શાન્તિસૂરિએ ભીમદેવની સભામાં “કવીન્દ્ર' અને “વાદિચક્રવર્તી'ની પદવી પ્રાપ્ત કરી હતી. જેમની સભામાં શાન્તિસૂરિએ ૮૪ વાદિઓને પરાજિત કર્યા હતા તે રાજા ભોજ વિ.સં.૧૦૬૭થી ૧૧૧૧ સુધી શાસક રૂપે વિદ્યમાન હતો. કવિ ધનપાલે વિ.સં.૧૦૨૯માં પોતાની બહેન માટે પાઈયલચ્છીનામમાલાની રચના કરી હતી. શાન્તિસૂરિ અને ધનપાલ લગભગ સમવયસ્ક હતા. આ ત્રણે પ્રમાણો જોતાં એમ કહી શકાય કે શાન્તિસૂરિનો સમય વિક્રમની અગીયારમી સદી છે.
શાન્તિસૂરિએ ઉત્તરાધ્યયન-ટીકા સિવાય ધનપાલની “તિલકમંજરી' પર પણ એક ટિપ્પણ રચ્યું છે જે પાટણના ભંડારોમાં આજે પણ વિદ્યમાન છે. જીવવિચારપ્રકરણ અને ચૈત્યવન્દન-મહાભાષ્ય પણ તેમની જ કૃતિઓ માનવામાં આવે છે.
વાદિવેતાલ શાન્તિસૂરિકૃત પ્રસ્તુત ટીકાનું નામ શિષ્યહિતાવૃત્તિ છે. તે પાઈઅટીકાના નામે પણ પ્રસિદ્ધ છે કેમકે તેમાં પ્રાકૃત કથાનકો તથા ઉદ્ધરણોની બહુલતા છે. ટીકા ભાષા, શૈલી, સામગ્રી બધી દૃષ્ટિએ સફળ છે. તેમાં મૂલ સૂત્ર તથા નિર્યુક્તિ બંનેનું વ્યાખ્યાન છે. વચ્ચે ક્યાંક-ક્યાંક ભાષ્યગાથાઓ પણ ઉદ્ધત કરવામાં આવી છે અનેક સ્થાનો પર પાઠાંતર પણ આપવામાં આવ્યાં છે. પ્રારંભમાં નિમ્નલિખિત મંગલશ્લોક છે :
शिवदाः सन्तु तीर्थेशा, विघ्नसंघातघातिनः ।
भवकूपोद्धृतौ येषां वाग् वरत्रायते नृणाम् ॥ १ ॥ ૧. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, સન્ ૧૯૧૬-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org