________________
શીલાંકકૃત વિવરણ
૩પ૭ સ્વપક્ષ તથા પરપક્ષની માન્યતાઓનું અસંદિગ્ધ નિરૂપણ વગેરે સમસ્ત આવશ્યક સાધનોનો ઉપયોગ કર્યો છે. અહીં-તહીં પાઠાંતર પણ ઉદ્ધત કર્યા છે. પ્રસ્તુત વિવરણમાં એક વાત વિશેષ ધ્યાન આપવા યોગ્ય છે અને તે એ કે વિવરણકારે પોતાના વિવરણમાં અનેક શ્લોક તથા ગાથાઓ ઉદ્ધત કરી છે પરંતુ ક્યાંય પણ કોઈ શ્લોક અથવા ગાથાના રચયિતાના નામનો નિર્દેશ નથી કર્યો. એટલું જ નહિ, તત્સમ્બદ્ધ ગ્રંથના નામનો પણ ઉલ્લેખ નથી કર્યો. ‘તકુમ', કચેરણુજીમ્', ‘તથા વોમ્', “૩pઝ', “તથાદિ વગેરે શબ્દો સાથે કોઈ ગ્રંથવિશેષ અથવા ગ્રંથકાર વિશેષના નામનો નિર્દેશ કર્યા વિના સમસ્ત ઉદ્ધરણોનો ઉપયોગ કર્યો છે.
વિવરણના અંતે આવો ઉલ્લેખ છે : (૧૨૮૫૦ શ્લોક-પ્રમાણ) પ્રસ્તુત ટીકા શીલાચાર્યે વાહગિણિની સહાયતાથી પૂરી કરી છે : કૃતા રેય શીલા વાળ વાદળિયાના આ પછી ટકાથી પ્રાપ્ત પોતાનું પુણ્ય ભવ્ય જનનો અજ્ઞાનાંધકાર દૂર કરવા માટે પ્રદાન કરતાં તેઓ કહે છે :
यदवाप्तमत्र पुण्यं टीकाकरणे मया समाधिभृता । तेनापेततमस्को भव्यः कल्याणभाग् भवतु ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org