________________
ષષ્ઠ પ્રકરણ
શીલાંકકૃત વિવરણ આચાર્ય શીલાંક શીલાચાર્ય તથા તત્ત્વાદિત્ય નામે પણ પ્રસિદ્ધ છે. કહેવામાં આવે છે કે તેમણે પ્રથમ નવ અંગો પર ટીકાઓ લખી હતી, પરંતુ વર્તમાનમાં માત્ર આચારાંગ અને સૂત્રકૃતાંગની ટીકાઓ જ ઉપલબ્ધ છે. આચારાંગ-ટીકાની વિભિન્ન પ્રતોમાં ભિન્ન-ભિન્ન સમયનો ઉલ્લેખ છે. કોઈમાં શક સં. ૭૭૨નો ઉલ્લેખ છે તો કોઈમાં શક સં. ૭૮૪નો; કોઈમાં શક સં. ૭૯૮નો ઉલ્લેખ છે તો કોઈમાં ગુપ્ત સં. ૭૭રનો. આનાથી એ જ સાબિત થાય છે કે આચાર્ય શીલાંક શકની આઠમી અર્થાત વિક્રમની નવમી-દસમી શતાબ્દીમાં વિદ્યમાન હતા. આચારાંગવિવરણ:
પ્રસ્તુત વિવરણમૂલ સૂત્ર તથા નિયુક્તિ પર છે. વિવરણકારે પોતાનું વિવરણ શબ્દાર્થ સુધી જ સીમિત રાખ્યું નથી પરંતુ પ્રત્યેક વિષયનું વિસ્તારપૂર્વક વિવેચન કર્યું છે. પોતાના વક્તવ્યની પુષ્ટિ માટે વચ્ચે-વચ્ચે અનેક પ્રાકૃત તથા સંસ્કૃત ઉદ્ધરણો પણ આપ્યાં છે. ભાષા, શૈલી, સામગ્રી વગેરે બધી દષ્ટિએ વિવરણને સુબોધ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વિવરણ શરૂ કરતાં પહેલાં આચાર્યે સ્વયં આ વાત તરફ સંકેત કર્યો છે. પ્રારંભમાં વિવરણકારે જિનતીર્થનો મહિમા બતાવતાં તેનો જય ગાયો છે તથા ગંધહસ્તીકૃત શસ્ત્રપરિજ્ઞાવિવરણને અતિ કઠિન બતાવતાં આચારાંગ પર સુબોધ વિવરણ લખવાનો સંકલ્પ કર્યો છે :
१. निर्वृतिकुलीनश्रीशीलाचार्येण तत्त्वादित्यापरनाम्ना वाहरिसाधुसहायेन कृता टीका परिसमातेति ।
– આચારાંગ-ટીકા, પ્રથમ શ્રુતસ્કન્ધનો અંત. ૨. પ્રભાવકચરિત્ર શ્રીઅભયદેવસૂરિપ્રબન્ધ, કા. ૧૦૪-૫. 3. A History of the canonical Literature of the Jainas, ų. 969. ૪. (અ) જિનહંસ તથા પાર્શ્વચન્દ્રની ટીકાઓ સહિત – રાયબહાદુર ધનપતસિંહ, કલકત્તા, વિ.સં.
૧૯૩૬. (આ)આગમોદય સમિતિ, સૂરત, વિ.સં. ૧૯૭૨-૩. (૪) જૈનાનન્દ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત, સન્ ૧૯૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org