________________
ચતુર્થ પ્રકરણ કોટ્યાચાર્યવૃત વિશેષાવશ્યકભાષ્ય-વિવરણ કોટ્યાચાર્ય આચાર્ય જિનભદ્રકૃત વિશેષાવશ્યક ભાષ્ય પર ટીકા લખી છે. આ ટીકા સ્વયં આચાર્ય જિનભદ્ર દ્વારા શરૂ કરવામાં આવેલી તથા આચાર્ય કોટ્ટાર્ય દ્વારા પૂર્ણ કરવામાં આવેલી વિશેષાવશ્યકભાષ્યની સર્વપ્રથમ ટીકાથી ભિન્ન છે. કોટ્યાચાર્યે પોતાની ટીકામાં આચાર્ય હરિભદ્રનો અથવા તેમના કોઈ ગ્રન્થનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. આ તથ્ય નજરમાં રાખતાં કેટલાક વિદ્વાનો એમ અનુમાન કરે છે કે કોટ્યાચાર્ય કાં તો હરિભદ્રના પૂર્વવર્તી છે અથવા સમકાલીન. કોટ્યાચાર્યે પોતાની ટીકામાં અનેક સ્થળે આવશ્યકની મૂળ ટીકા તથા વિશેષાવશ્યકભાષ્યની સ્વોપજ્ઞટીકાનો ઉલ્લેખ કર્યો છે. મૂળ ટીકા જિનભદ્રની છે, જેમના નામનો આચાર્યો ઉલ્લેખ પણ કર્યો છે. કોટ્યાચાર્યે પોતાની કૃતિમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું સમ્માનપૂર્ણ શબ્દો દ્વારા સ્મરણ કર્યું છે. મલધારી હેમચન્દ્રસૂરિએ પોતાની વિશેષાવશ્યકભાષ્યની ટીકામાં આચાર્ય જિનભદ્ર સાથે કોટ્યાચાર્યનો પણ પ્રાચીન ટીકાકાર રૂપે ઉલ્લેખ કર્યો છે. આ બધાં તથ્યોને જોતાં એમ કહેવું અનુચિત નહિ ગણાય કે કોટ્યાચાર્ય એક પ્રાચીન ટીકાકાર છે અને સંભવતઃ તેઓ આચાર્ય હરિભદ્રથી પણ પ્રાચીન હોય. આવી સ્થિતિમાં આચાર્ય શીલાંક અને કોટ્યાચાર્ય એક જ વ્યક્તિ હોવાની પ્રભાવકચરિત્રકારની માન્યતા યુક્તિસંગત નથી જણાતી. આચાર્ય શીલાંકનો સમય વિક્રમની નવમી દસમી શતાબ્દી છે જ્યારે કોટ્યાચાર્યનો સમય વિક્રમની આઠમી શતાબ્દી જ સિદ્ધ થાય છે. બીજી વાત એ છે કે શીલાંકસૂરિ અને કોટ્યાચાર્યને એક જ વ્યક્તિ માનવા માટે કોઈ ઐતિહાસિક પ્રમાણ પણ ઉપલબ્ધ નથી.
પ્રસ્તુત વિવરણમાં કોટ્યાચાર્યે વિશેષાવશ્યકનું વ્યાખ્યાન કર્યું છે જે ન અતિ સંક્ષિપ્ત છે અને ન અતિ વિસ્તૃત. વિવરણમાં જે કથાનક ઉદ્ધત કરવામાં આવ્યાં છે તે પ્રાકૃતમાં છે : ક્યાંક-ક્યાંક પદ્યાત્મક કથાનક પણ છે. વિવરણકારે આચાર્ય જિનભદ્રકૃત વિશેષાવશ્યકભાષ્યની સ્વપજ્ઞવૃત્તિ અને જિનભટકૃત આવશ્યકવિવૃતિ ૧. પ્રભાવકચરિત્ર (ભાષાંતર) : પ્રસ્તાવના, પૃ. ૮૭. ૨. ઋષભદેવજી કેશરીમલજી બેતામ્બર સંસ્થા, રતલામ, સન્ ૧૯૩૬-૭.
૩. પૃ. ૨૭૫. . ૪. પૃ. ૨૪૫. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org