SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ આગમિક વ્યાખ્યાઓ એમાં વીતરાગના પ્રવચનોનો કોઈ દોષ નથી. દોષ સાંભળનાર તે પુરુષ-ઘુવડોનો છે જેમનો સ્વભાવ જ વીતરાગ-પ્રવચનરૂપી પ્રકાશમાં અંધ થઈ જવાનો છે. જેમકે આચાર્ય કહે છે ...સૈનીવયોધવેશનજિયા વિમસ્વભાવેષ ઝળપુ તલ્લામાવ્યાત્ विबोधाविबोधकारिणी पुरुषोलूककमलकुमुदादिषु आदित्यप्रकाशनक्रियावत्, उक्तं च वादिमुख्येन - त्वद्वाक्यतोऽपि केषाञ्चिदबोध इति मेऽद्भुतम् । भानोर्मरीचयः कस्य, नाम नालोकहेतवः ॥ १ ॥ न चाद्भुतमुलूकस्य, प्रकत्या क्लिष्टचेतसः । स्वच्छा अपि तमस्त्वेन, भासन्ते भास्वतः कराः ॥ २ ॥ સામાયિકના ઉદેશ, નિર્દેશ, નિર્ગમ, ક્ષેત્ર વગેરે ર૩ દ્વારોનું વિવેચન કરતાં વૃત્તિકારે એક જગ્યાએ (આવશ્યકનાં) વિશેષવિવરણનો ઉલ્લેખ કર્યો છે. નિર્દેશદ્વારના સ્વરૂપનું સંક્ષિપ્ત વર્ણન કર્યા પછી તેઓ લખે છે : વ્યાસાર્થકતું विशेषविवरणादवगन्तव्य इति ।। સામાયિકના નિર્ગમ-દ્વારના પ્રસંગે કુલકરોની ઉત્પત્તિનું વર્ણન કરતાં આચાર્ય સાત કુલકરોની ઉત્પત્તિ સંબંધિત એક પ્રાકૃત કથાનક આપ્યું છે અને તેમના પૂર્વભવોના વિષયમાં સૂચિત કર્યું છે કે એતદ્વિષયક વર્ણન પ્રથમાનુયોગમાં જોઈ લેવું જોઈએ: પૂર્વમવા ઉત્નમીષાં પ્રથમનુયોતોવસેવા તેમનાં આયુ વગેરેનું વર્ણન કરતાં વૃત્તિકારે “મળે તુ વ્યાવક્ષતે એવું લખીને તદ્વિષયક મતભેદોનો પણ ઉલ્લેખ કર્યો છે. આગળ નાભિ કુલકરને ત્યાં ભગવાન ઋષભદેવનો જન્મ થયો, એમ બતાવવામાં આવ્યું છે તથા તેમના તીર્થંકરનામ-ગોત્રકર્મ બાંધવાનાં કારણો પર પ્રકાશ પાડતાં ધન નામક સાર્થવાહનું આખ્યાન આપવામાં આવ્યું છે. આ આખ્યાન પણ અન્ય આખ્યાનોની જેમ પ્રાકૃતમાં જ છે. આ પ્રસંગે સંબંધિત ગાથાઓમાંથી એક ગાથાનો અન્યકર્તક ગાથારૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉત્તરબુહ સોહને મહાવિદે મહબ્બતો....' ગાથાનું વ્યાખ્યાન કરતાં વૃત્તિકાર કહે છે : રૂચમચલ્ડ્રી Tથા સોપથી ૨ ભગવાન ઋષભદેવના અભિષેકનું વર્ણન કરતાં આચાર્યે નિર્યુક્તિના કેટલાંક પાઠાંતર પણ આપ્યા છે : પાડતાં વા ‘મામોકું સો ગાતું તન્ન સિ....”, “વરબ્રિર્દ સંદં વાણી' વગેરે. પ્રસ્તુત વૃત્તિમાં આ પ્રકારનાં અનેક પાઠાંતર આપવામાં આવ્યા છે. આદિતીર્થકર ઋષભનાં પારણકનાં વર્ણન ૧. પૃ. ૬૭ (૨), ૨. પૃ. ૧૦૭ (૧). ૩. પૃ. ૧૧૦ (૨), ૧૧૧ (૧). ૪. પૃ. ૧૧૨ (૧). ૫. પૃ. ૧૧૪ (૨). ૬. પૃ. ૧૨૭ (૨). ૭, પૃ. ૧૨૮ (૧). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy