________________
હરિભદ્રકૃત વૃત્તિઓ
૩૪૫ અર્થાત્ જો કે મેં તથા અન્ય આચાર્યોએ આ સૂત્રનું વિવરણ લખ્યું છે તથાપિ સંક્ષેપમાં તેવી રુચિ રાખનાર લોકો માટે ફરી પ્રસ્તુત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કથનથી આચાર્ય હરિભદ્રકૃત એક બીજી ટીકા – બૃહદ્દીકા હોવાનું ફલિત થાય છે. આ ટીકા હજી સુધી અનુપલબ્ધ છે.
આ બંને શ્લોકોનું વિવેચન કર્યા પછી નિર્યુક્તિની પ્રથમ ગાથા ‘મણિવોદિયા...'ની વ્યાખ્યા કરતાં આચાર્યે પાંચ પ્રકારનાં જ્ઞાનનું સ્વરૂપપ્રતિપાદન કર્યું છે. આભિનિબોધિક વગેરે જ્ઞાનોની વ્યાખ્યામાં વૈવિધ્યનો પૂરો ઉપયોગ કર્યો છે. આ વ્યાખ્યાનવૈવિધ્ય ચૂર્ણિમાં દૃષ્ટિગોચર નથી થતું. ઉદાહરણ માટે “આભિનિબોધિક' શબ્દનાં વ્યાખ્યાનમાં કેટલી વિવિધતા છે, તે તરફ જરા ધ્યાન આપો :
'अर्थाभिमुखो नियतो बोधः अभिनिबोधः, अभिनिबोध एव आभिनिबोधिकं, વિનયપિડાત્ નિરોધશબ્દસ્થ “વિનયરિચ8" (પાઇ ૫, ૪, ૩૪) રૂલ્યન स्वार्थ एव ठक् प्रत्ययो, यथा विनय एव वैनयिकमिति, अभिनिबोधे वा भवं तेन वा निवृत्तं तन्मयं तत्प्रयोजनं वा, अथवा अभिनिबुध्यते तद् इत्याभिनिबोधिकं, अवग्रहादिरूपं मतिज्ञानमेव तस्य स्वसंविदितरूपत्वात्, भेदोपचारादित्यर्थः, अभिनिबुध्यते वाऽनेनेत्याभिनिबोधिकं, तदावरणकर्मक्षयोपशम इति भावार्थः, अभिनिबुध्यते अस्मादिति वा आभिनिबोधिकं, तदावरणकर्मक्षयोपशम एव, अभिनिबुध्यतेऽस्मिन्निति वा क्षयोपशम इत्याभिनिबोधिकं, आत्मैव वा अभिनिबोधोपयोगपरिणामानन्यत्वाद् अभिनिबुध्यत इत्याभिनिबोधिकं, अभिनिबोधिकं च तज्ज्ञानं चेति समासः ।
ઉપર્યુક્ત ગદ્દાંશમાં વૃત્તિકારે છ દષ્ટિઓથી આભિનિબોધિક જ્ઞાનનું વ્યાખ્યાન કર્યું છે. (૧) અર્વાભિમુખ જે નિયત બોધ છે, (૨) જે અભિનિબુદ્ધ હોય છે, (૩) જેના દ્વારા, અભિનિબુદ્ધ હોય છે, (૪) જેનાથી અભિનિબુદ્ધ થાય છે, (પ) જેમાં અભિનિબુદ્ધ હોય છે અથવા (૬) જે અભિનિબોધપયોગ પરિણામથી અભિન્નતયા અભિનિબુદ્ધ હોય છે તે આભિનિબોધિક છે. આ જ રીતે શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલનું પણ ભેદ-પ્રભેદપર્વક વ્યાખ્યાન કરવામાં આવ્યું છે.
સામાયિક નિર્યુક્તિનું વ્યાખ્યાન કરતાં પ્રવચનની ઉત્પત્તિના પ્રસંગે વૃત્તિકારે વાદિમુખ્યકૃત બે શ્લોક ઉદ્ધત કર્યા છે જેમાં એમ બતાવવામાં આવ્યું છે કે કેટલાક પુરુષો સ્વભાવથી જ એવા હોય છે જેમને વીતરાગની વાણી અરુચિકર લાગે છે. ૧. પૂર્વાર્ધ, પૃ. ૭ (૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org