________________
હરિભદ્રકૃત વૃત્તિઓ
૩૪૧
સાતમા અધ્યયનની વ્યાખ્યામાં ભાષાની શુદ્ધિ-અશુદ્ધિનો વિચાર કરવામાં આવ્યો છે તથા શ્રમણ માટે ઉપયુક્ત ભાષાનું વિધાન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આઠમા અધ્યયનની વ્યાખ્યામાં આચારપ્રણિધિની પ્રક્રિયા તથા ફળનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
નવમા અધ્યયનની વૃત્તિમાં વિનયનાં વિવિધ રૂપ, વિનયનું ફળ, આચારસમાધિ વગેરેનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
દસમા અધ્યયનની વૃત્તિમાં સુભિક્ષુકનાં સ્વરૂપ પર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ચૂલિકાઓની વ્યાખ્યા કરતાં વૃત્તિકારે ધર્મનાં રતિજનક અને અતિજનક કારણો, વિવિધ ચર્ચા વગેરે તે જ વિષયોનું સાધારણ સ્પષ્ટીકરણ કર્યું છે જેમનો ઉલ્લેખ સૂત્રકાર અને નિર્યુક્તિકારે કર્યો છે. વૃત્તિના અંતે નિમ્ન શ્લોક છે ઃ૧
महत्तराया याकिन्या धर्मपुत्रेण चिन्तिता । आचार्यहरिभद्रेण टीकेयं शिष्यबोधिनी ॥ १ ॥ दशवैकालिके टीकां विधाय यत्पुण्यमर्जितं तेन । मात्सर्यदुःखविरहाद्गुणानुरागी भवतु लोकः ॥ २ ॥ પ્રજ્ઞાપના-પ્રદેશવ્યાખ્યા :
આ ટીકાના પ્રારંભમાં જૈન પ્રવચનનો મહિમા બતાવતાં કહેવામાં આવ્યું
છે :
रागादिवध्यपटहः सुरलोकसेतुरानन्ददुंदुभिरसत्कृतिवंचितानाम् । संसारचारकपलायनफालघंटा, जैनंवचस्तदिह को न भजेत विद्वान् ॥ १ ॥ ત્યાર પછી મંગલનો મહિમા બતાવવામાં આવ્યો છે તથા મંગલના વિશેષ વિવેચન માટે આવશ્યક-ટીકાનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. આ જ પ્રસંગે ભવ્ય અને અભવ્યનું વિવેચન કરતાં આચાર્યે વાદિમુખ્યકૃત અભવ્યસ્વભાવસૂચક નિમ્ન શ્લોક ઉદ્ધૃત કર્યો છે :
सद्धर्म्मबीजवपनानघकौशलस्य, यल्लोकबान्धव ! तवापि खिलान्यभूवन् । तन्नाद्भूतं खगकुलेष्विह तामसेषु सूर्यांशवो मधुकरीचरणावदाताः ॥ १ ॥
૧. પૃ. ૨૮૬.
૨. પૂર્વભાગ – ઋષભદેવજી કેશીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ, સન્ ૧૯૪૭. ઉત્તરભાગ – જૈન પુસ્તક પ્રચારક સંસ્થા, સૂર્યપુર, સન્ ૧૯૪૯.
૩. પૃ. ૨.
૪. પૃ. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org