________________
હરિભદ્રકૃત વૃત્તિઓ
૩૩૭ समुदायार्थोऽवयवार्थश्च नन्द्यध्ययनटीकायां प्रपञ्चतः प्रतिपादित एवेति नेह प्रतिपाद्यत રૂતિ આ વક્તવ્યોથી સ્પષ્ટ છે કે પ્રસ્તુત ટીકા નન્દીવૃત્તિની પછીની કૃતિ છે. “તખ્ત બાવક્ષય” વગેરેનું વિવેચન કરતાં આચાર્યે “આવશ્યક' શબ્દનો નિક્ષેપ-પદ્ધતિએ વિચાર કર્યો છે. નામાદિ આવશ્યકોનું સ્વરૂપ બતાવતાં નામ, સ્થાપના અને દ્રવ્યનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે ત્રણ શ્લોકો ઉદ્ધત કર્યા છે. તે આ મુજબ છે : નામ :
यद्वस्तुनोऽभिधानं स्थितमन्यार्थे तदर्थनिरपेक्षम् ।
पर्यायानभिधेयं च नाम यादृच्छिकंच तथा ॥ સ્થાપના :
यत्तु, तदर्थवियुक्तं तदभिप्रायेण यच्च तत्करणिः ।
लेप्यादिकर्म तत्स्थापनेति क्रियतेऽल्पकालं च ॥ દ્રવ્ય :
भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके ।
तद्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम् ॥ શ્રુતનું નિક્ષેપ-પદ્ધતિએ વ્યાખ્યાન કરતાં ટીકાકાર કહે છે કે ચતુર્વિધ શ્રુતનું સ્વરૂપ આવશ્યકવિવરણ અનુસાર સમજી લેવું જોઈએ. આ જ રીતે આગળ પણ આવશ્યકવિવરણ અને નન્દી વિશેષવિવરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્કન્ધ, ઉપક્રમ વગેરેનું નિક્ષેપ-પદ્ધતિએ વિવેચન કર્યા પછી આચાર્ય આનુપૂર્વીનું ખૂબ વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે. આનુપૂર્વી, અનુક્રમ અને અનુપરિપાટી પર્યાયવાચી છે. આનુપૂર્વીની વ્યાખ્યાની સમાપ્તિ સાથે જ દ્વિનામ, ત્રિનામ, ચતુર્નામ, પંચનામ, ષટ્રનામ, સતનામ, અષ્ટનામ, નવનામ અને દશનામનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. પ્રમાણનું વ્યાખ્યાન કરતાં આચાર્યે વિવિધ અંગુલોનાં સ્વરૂપનું વર્ણન કર્યું છે તથા સમયનું વિવેચન કરતાં પલ્યોપમનું વિસ્તારપૂર્વક વ્યાખ્યાન કર્યું છે. આ જ રીતે શરીરપંચકનું નિરૂપણ કર્યા પછી ભાવપ્રમાણ અંતર્ગત પ્રત્યક્ષ, અનુમાન, ઔપમ્પ, આગમ, દર્શન, ચારિત્ર, નય અને સંખ્યાનું વ્યાખ્યાન કર્યું છે. “જે વુિં તે વર્ણવ્રયા' વગેરેનું પ્રતિપાદન કરતાં વક્તવ્યતાની દષ્ટિએ ફરી નયનો વિચાર કરવામાં આવ્યો છે. જ્ઞાનનય અને ક્રિયાનનું સ્વરૂપ બતાવતાં આચાર્ય જ્ઞાન અને ક્રિયા બંનેની સંયુક્ત ઉપયોગિતા સિદ્ધ કરી છે. જ્ઞાનપક્ષનું સમર્થન કરતાં તેઓ કહે છે :
૧. પૃ. ૨. ૨. પૃ. ૬, ૭, ૮, ૫. પૃ. ૩૦-૫૯. ૬, પૃ. ૧૨૬.
૩. પૃ. ૨૧.
૪. પૃ. ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org