________________
૩૩૬
આગમિક વ્યાખ્યાઓ સમર્થક વૃદ્ધાચાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે : છેવન सिद्धसेनाचार्यादयः भणंति, कि ? युगपद् - एकस्मिन्नेव काले जानाति पश्यति च, क ? केवली, न त्वन्यः, नियमात्-नियमेन । अन्ये जिनभद्रगणिक्षमाश्रमणप्रभृतयः एकान्तरितं जानाति पश्यति चेत्येवमिच्छन्ति, श्रुतोपदेशेन - यथाश्रुतागमानुसारेणेत्यर्थः, अन्ये तु वृद्धाचार्याः न-नैव विष्वक पृथक् तद्दर्शनमिच्छन्ति जिनवरेन्द्रस्य-केवलिन इत्यर्थः, किं तर्हि ? यदेव केवलज्ञानं तदेव 'से' तस्य केवलिनो दर्शनं ब्रुवते, લીવ૨ણ રેશજ્ઞીનામાવવત્ વર્ણનામાવતિ ભાવના | પ્રસ્તુત સિદ્ધસેન, સિદ્ધસેન દિવાકરથી ભિન્ન છે કેમકે સિદ્ધસેન દિવાકર તૃતીય મત – અભેદવાદના પ્રવર્તક છે. વૃત્તિકારે સંભવતઃ વૃદ્ધાચાર્ય રૂપે તેમનો જ નિર્દેશ કર્યો છે. દ્વિતીય મત – ક્રમિકત્વના સમર્થક જિનભદ્ર વગેરેને સિદ્ધાન્તવાદી કહેવામાં આવ્યા છે. શ્રતનાં શ્રવણ અને વ્યાખ્યાનની વિધિ બતાવીને આચાર્યો નન્દધ્યયન-વિવરણ સમાપ્ત કર્યું છે. અંતમાં લખ્યું છે :
यदिहोत्सूत्रमज्ञानाद, व्याख्यातं तद् बहुश्रुतैः । क्षन्तव्यं कस्य सम्मोहश्छास्थस्य न जायते ॥१॥ नन्द्यध्ययनविवरणं कृत्वा यदवाप्तमिह मया पुण्यम् ।
तेन खलु जीवलोको लभतां जिनशासने नन्दीम् ॥ २ ॥ कृतिः सिताम्बराचार्यजिनभट्टपादसेवकस्याचार्यश्रीहरिभद्रस्येति । नमः श्रुतदेवतायै भगवत्यै । समाप्ता नन्दीटीका । ग्रन्थाग्रं २३३६ । અનુયોગદ્વારટીકા :
આ ટીકા અનુયોગદ્વારચૂર્ણિની શૈલીમાં લખવામાં આવી છે. પ્રારંભમાં આચાર્ય મહાવીરને નમસ્કાર કરીને અનુયોગદ્વારની વિવૃત્તિ લખવાની પ્રતિજ્ઞા કરી છે :
प्रणिपत्य जिनवरेन्द्रं त्रिदशेन्द्रनरेन्द्रपूजितं वीरम् ।
अनुयोगद्वाराणां प्रकटाएँ विवृतिमभिधास्ये ॥१॥ ટીકાકારે એમ બતાવ્યું છે કે નન્દીની વ્યાખ્યાની અનંતર જ અનુયોગદ્વારનાં વ્યાખ્યાનને અવકાશ છેઃ નન્દુષ્યયવ્યારાનેસમેનન્તરખેવાનુયોગદાધ્યયનાવાશ... મંગલનું પ્રતિપાદન કરતાં આચાર્યે લખ્યું છે કે આનું વિશેષ વિવેચન નન્દીની ટીકામાં કરવામાં આવી ચૂક્યું છે. આથી અહીં આટલું જ પર્યાપ્ત છે : સૂત્ર
૧. પૃ. ૫૨. ૨. પૃ. ૫૫. ૩. પૃ. ૧૧૮. ૪. ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ, સન્ ૧૯૨૮. ૫. પૃ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org