________________
ત્રયોદશ પ્રકરણ
બૃહત્કલ્પચૂર્ણિ
આ ચૂર્ણિ` મૂલ સૂત્ર તથા લઘુ ભાષ્ય પર છે. આની ભાષા સંસ્કૃતમિશ્રિત પ્રાકૃત છે. પ્રારંભમાં મંગલની ઉપયોગિતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રસ્તુત ચૂર્ણિનો પ્રારંભનો આ અંશ દશાશ્રુતસ્કન્ધચૂર્ણિના પ્રારંભના અંશ સાથે બહુ મળતો આવે છે. આ બંને અંશોને અહીં ઉદ્ધૃત કરવાથી તે સ્પષ્ટ થઈ જશે કે તેમાં કેટલું સામ્ય છે :
मंगलादीणि सत्थाणि मंगलमज्झाणि मंगलावसाणाणि । मंगलपरिग्गहिया य सिस्सा सुत्तत्थाणं अवग्गहेहापायधारणासमत्था भवंति । तानि चाऽऽदि-मध्याऽवसानमंगलात्मकानि सर्वाणि लोके विराजन्ति विस्तारं च गच्छन्ति । अनेन कारणेनादौ मंगलं मध्ये मंगलमवसाने मंगलमिती । आदि मंगलग्गहणेणं तस्स स सत्थस्स अविग्घेण लहुं पारं गच्छन्ति । मज्झमंगलगहणेणं तं सत्थं थिरपरिजियं भवइ । अवसाणमंगलग्गहणेणं तं सत्थं सिस्स - पसिस्सेसु अव्वोच्छित्तिकरं भवइ । तत्रादौ मंगलं पापप्रतिषेधकत्वादिदं સૂત્રમ્
બૃહત્કલ્પચૂર્ણિ, પૃ. ૧.
मंगलादीणि सत्थाणि मंगलमज्झाणि मंगलावसाणाणि मंगलपरिग्गहिता य सिस्सा अवग्गहेहापाय धारणासमत्था अविग्घेण सत्थाणं पारगा भवंति । ताणि य सत्थाणि लोगे वियरंति वित्थारं च गच्छति । तत्थादिमंगलेण निव्विग्घेण सिस्सा सत्थस्स पारं गच्छन्ति । मज्झमंगलेण सत्थं थिरपरिचिअं भवइ । अवसाणमंगलेणं सत्थं सिस्सસિસ્પેસુ પરિવયં રાતિ । તત્થામિંત.....
દશાશ્રુતસ્કન્ધચૂર્ણિ, પૃ. ૧ આ બંને પાઠોમાં બહુ સમાનતા છે. એવું પ્રતીત થાય છે કે દશાશ્રુતસ્કન્ધચૂર્ણિના પાઠના આધારે બૃહત્કલ્પચૂર્ણિનો પાઠ રચવામાં આવ્યો હશે. દશાશ્રુતસ્કન્ધચૂર્ણિનો ઉપર્યુક્ત પાઠ સંક્ષિપ્ત તથા સંકોચશીલ છે, જ્યારે બૃહત્કલ્પચૂર્ણિનો પાઠ વિશેષ સ્પષ્ટ તથા વિકસિત પ્રતીત થાય છે. ભાષાની દૃષ્ટિએ પણ દશાશ્રુતસ્કન્ધચૂર્ણિ બૃહત્કલ્પચૂર્ણિથી પ્રાચીન જણાય છે. જેટલો બૃહત્કલ્પચૂર્ણિ ૫૨ સંસ્કૃતનો પ્રભાવ છે તેટલો દશાશ્રુતસ્કન્ધચૂર્ણિ પર નથી. આ તથ્યો જોતાં એવું પ્રતીત થાય છે કે
૧. આ ચૂર્ણિની હસ્તલિખિત પ્રત માટે મુનિશ્રી પુણ્યવિજયજીનો કૃતજ્ઞ છું જેમણે પોતાની અંગત સંશોધિત પ્રત મને આપવાની કૃપા કરી.
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org