________________
નિશીથ-વિશેષચૂર્ણિ
૩૦૫ પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પરુષ – કઠોર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ભેદથી ચાર પ્રકારનું હોય છે. ચૂર્ણિકારે આ ચારે પ્રકારોનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ભાવપરુષ ક્રોધાદિરૂપ છે કેમકે ક્રોધાદિ વગર પરુષ કેવી રીતે હોઈ શકે અર્થાત ન હોઈ શકે. જેમકે ભાષ્યકાર કહે છે : __ भावे पुण कोधादी, कोहादि विणा तु कहं भवे फस्सं ।
उवयारो पुण कीरति, दव्वाति समुप्पति जेणं ॥ ८६२ ॥ જે ભિક્ષુ અલ્પ જુઠું બોલે છે તેના માટે પણ માસલઘુ પ્રાયશ્ચિત્ત છે. જેમકે ચૂર્ણિકાર સ્વયં કહે છે : મુ ગતિ, નંદુ , વો સિ૬ આ જ રીતે લઘુ અદત્તાદાન, લઘુ શીતોદકોપયોગ વગેરે માટે પણ પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે. સ્નાનના દોષોનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે : હાયંતી छज्जीवणिकाए वहेति । ण्हाणे पडिबंधो भवति - पुनः पुनः स्नायतीत्यर्थः । अनानसाधुशरीरेभ्यः निर्मलशरीरो अहमिति गारवं कुरुते स्नान एव विभूषा । अलंकारेत्यर्थः अण्हाणपरीसहाओ वोहति तं न जिनातीत्यर्थः । लोकस्याविश्रम्भणीयो भवति । अर्थात् સ્નાન કરવાથી ષટુ જીવનિકાયની હિંસા થાય છે. એક વાર સ્નાન કરવાથી વારંવાર સ્નાન કરવાની ઈચ્છા થાય છે. સ્નાન ન કરનાર સાધુને સ્નાન કરનાર ધૃણાની નજરે જુએ છે, પોતાને તેનાથી મોટો સમજે છે તથા અસ્નાન-પરીષહથી ડરે છે. લોકો પણ આવા સાધુનો વિશ્વાસ નથી કરતા. આ દોષો સાથે જ આચાર્યે અપવાદ રૂપે સ્નાનની અનુમતિ પણ પ્રદાન કરી છે.
કૃત્ન (અખંડ) ચર્મ અને કર્ન વસ્ત્ર રાખવાનો નિષેધ કરતાં સ્વજન વેષિત,-- પરજનગવેષિત, વરજનગવેષિત, બલજનગવેષિત વગેરે પદાર્થોનાં ગ્રહણનો પણ નિષેધ કર્યો છે. વરનો અર્થ આ મુજબ છે : નો પુરિસો પત્થ ગામ વિનું અર્થત, अर्चितो वा....गामणगादि-कारणेसु पमाणीकतो, तेसु वा गामादिसु धणकु लादिणा पहाणो, एरिसे पुरिसे वरशब्दप्रयोगः । सो य इमो हवेज्ज गामिए ति गाममहत्तरः, रट्ठिए ત્તિ રાષ્ટ્રહિન્નર: 2 ગ્રામ નગરાદિના પ્રામાણિક, પ્રધાન અથવા પૂજ્ય પુરુષને “વર” શબ્દથી સંબોધિત કરવામાં આવે છે. આ રીતે ગ્રામ-પુરુષ ગ્રામમહત્તર અને રાષ્ટ્રપુરુષ રાષ્ટ્રમહત્તર કહેવાય છે. બલનો અર્થ બતાવતાં ચૂર્ણિકાર કહે છે : : પુરુષ यस्य पुरुषस्योपरि प्रभुत्वं करोति सो बलवं भण्णति । अहवा अप्रभु वि जो बलवं
૧. પૃ. ૭૯,
૨. પૃ. ૮૬,
૩. પૃ. ૧૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org