________________
૩૦૨
આગમિક વ્યાખ્યાઓ शरीरैकदेशो हस्तोऽतस्तेन यत् करणं व्यापारइत्यर्थः, स च व्यापारः क्रिया भवति, अतः सा हस्तक्रिया क्रियमाणा कर्मभवतीत्यर्थः । 'साइज्जति' साइज्जणा दुविहा कारावणे अणुमोदणे.. ।' જે ક્ષુધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મનો ભેદ અર્થાત્ વિનાશ કરે છે તે ભિક્ષુ છે. જેનાથી હનન કરવામાં આવે છે અથવા જે મુખ ઢાંકીને હસે છે તે હસ્ત છે. આદાન-નિક્ષેપ વગેરેમાં સમર્થ હસ્તની જે ક્રિયા અર્થાત્ વ્યાપાર છે તે હસ્તક્રિયા છે. આ પ્રકારની ક્રિયમાણ હસ્તક્રિયા કર્મરૂપ હોય છે. સાઇજ્જણા અર્થાત્ સ્વાદના બે પ્રકારની છે ઃ કારણ (નિર્માપન) અર્થાત્ બીજા પાસે કરાવવું અને અનુમોદન અર્થાત્ બીજાનું સમર્થન કરવું. આ રીતે ક્રિયાના ત્રણ રૂપ થયાં : પોતે કરવી, બીજા પાસે કરાવવી અને ક૨ના૨નું અનુમોદન કરવું. આ રીતે પ્રથમ સૂત્રનો શબ્દાર્થ કર્યા પછી આચાર્યે ભિક્ષુ, હસ્ત અને કર્મનું નિક્ષેપ-પદ્ધતિએ વિશ્લેષણ કર્યું છે. હસ્તકર્મ બે પ્રકારનું છે : અસંક્લિષ્ટ અને સંક્લિષ્ટ. અસંક્લિષ્ટ હસ્તકર્મ આઠ પ્રકારનું છે : છેદન, ભેદન, ઘર્ષણ, પેષણ, અભિઘાત, સ્નેહ, કાય અને ક્ષાર. સંક્લિષ્ટ હસ્તકર્મ બે પ્રકારનું છે : સનિમિત્ત અને અનિમિત્ત. નિમિત્ત હસ્તકર્મ ત્રણ પ્રકારનાં કારણોથી થાય છે ઃ શબ્દ સાંભળીને, રૂપાદિ જોઈને પૂર્વ અનુભૂત વિષયનું સ્મરણ કરીને. પુરુષ અને સ્ત્રીનાં આ જાતના હસ્તકર્મોનું વિસ્તારપૂર્વક વિવેચન કરતાં ચૂર્ણિકારે સાધુઓ અને સાધ્વીઓ માટે ભિન્ન-ભિન્ન પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનું વિધાન કર્યું છે.
ર
द्वितीय सूत्र 'जे भिक्खू अंगादाणं कट्टेण वा कलिंचेण वा अंगुलियाए वा सलागाए વા સંષાત્તેર્ સંચાÒત વા જ્ઞાતિપ્નતિ'નું વ્યાખ્યાન કરતાં આચાર્ય કહે છે કે મસ્તક વગેરે અંગ છે, કાન વગેરે ઉપાંગ છે અને નખ વગેરે અંગોપાંગ છે. આ પ્રકારે શરીરના ત્રણ ભાગ છે : અંગ, ઉપાંગ અને અંગોપાંગ. અંગ આઠ છે : મસ્તક, હૃદય, પેટ, પીઠ, બે ખભા અને બે ઊરુ. કાન, નાક, આંખો, જાંઘો, હાથ અને પગ ઉપાંગ છે. નખ, વાળ, શ્મશ્રુ, આંગળીઓ, હથેળીનું તળિયું અને હસ્તોપતલ અંગોપાંગ છે. હથેળીની ચારે તરફનો ઉપસેલો ભાગ હસ્તોપતલ કહેવાય છે. આ બધાનું સંચાલન પણ સનિમિત્ત અથવા અનિમિત્ત થાય છે. પ્રસ્તુત સૂત્રનું વિશેષ વ્યાખ્યાન પૂર્વવત્ કરી લેવું જોઈએ. આ જ રીતે આગળના સૂત્રોનું પણ સંક્ષિપ્ત વ્યાખ્યાન કરવામાં આવ્યું છે.
योभा सूत्र 'जो भिक्खू सोत्तियं वा रज्जुयं वा चिलिमिलि वा अण्णउत्थिएण વા નારસ્થિળ વા જાતિ, વેંત વા સાતિન્નતિ”નું વ્યાખ્યાન કરતાં ચૂર્ણિકાર કહે છે
૧. દ્વિતીય ભાગ, પૃ. ૨.
૨. પૃ. ૪-૭.
૩. પૃ. ૨૬-૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org