SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ આગમિક વ્યાખ્યાઓ છે કે ચૂર્ણિઓમાં અધિકાંશ ગાથાઓ પૂરેપૂરી નથી આપવામાં આવતી પરંતુ પ્રારંભમાં કેટલાક શબ્દો ઉદ્ધૃત કરીને માત્ર તેમનો નિર્દેશ કરવામાં આવે છે. કેટલીક જ ગાથાઓ એવી હોય છે જે પૂરી ઉદ્ધૃત કરવામાં આવે છે. અમે અહીં હરિભદ્રની ટીકામાં ઉપલબ્ધ કેટલીક નિર્યુક્તિ-ગાથાઓ ઉદ્ધૃત કરીને એમ બતાવવાનો પ્રયત્ન કરીશું કે તેમાંથી કઈ કઈ બંને ચૂર્ણિઓમાં પૂરેપૂરી છે; કઈ કઈ અપૂર્ણ અર્થાત્ સંક્ષિપ્તરૂપે છે, કઈનો અર્થ-રૂપે નિર્દેશ કરવામાં આવ્યો છે અને કઈનો બિલકુલ ઉલ્લેખ નથી. सिद्धिगइमुवगयाणं कम्मविसुद्धाण सव्वसिद्धाणं । नमिऊण दसकालियणिज्जुति कित्तइस्सामि ॥ १ ॥ આ ગાથા ન તો જિનદાસગણિની ચૂર્ણિમાં છે, ન અગસ્ત્યસિંહકૃત ચૂર્ણિમાં. તેમાં આનો અર્થ અથવા સંક્ષિપ્ત ઉલ્લેખ પણ નથી. अपुहुत्तपुहुत्ताइं निद्दिसिउं एत्थ होइ अहिगारो । चरणकरणाणुजोगेण तस्स दारा इमे होंति ॥ ४॥ આ ગાથાનો અર્થ તો બંને ચૂર્ણિઓમાં છે પરંતુ પૂરી અથવા અપૂર્ણ ગાથા એક પણમાં નથી. णामं ठवणा दविए माउयपयसंगहेक्कए चेव । पज्जवभावे य तहा सत्तेए एकगा होंति ॥ ८ ॥ આ ગાથા બંને ચૂર્ણિઓમાં પૂરેપૂરી ઉદ્ધૃત કરવામાં આવી છે. આ બન્ને ચૂર્ણિઓની પ્રથમ નિર્યુક્તિ-ગાથા છે જે હારિભદ્રીય ટીકાની આઠમી નિર્યુક્તિ-ગાથા છે. दव्वे अद्ध अहाउअ उवक्कमे देसकालकाले य । तह य पमाणे वण्णे भावे पगयं तु भावेणं ॥ ११ ॥ આ ગાથા પણ બંને ચૂર્ણિઓમાં આ પ્રમાણે મળે છે. आयप्पवायपुव्वा निज्जूढा होइ धम्मपन्नत्ती । कम्मप्पवायपुव्वा पिंडस्स उ एसणा तिविहा ॥ १६ ॥ આ ગાથા બંને ચૂર્ણિઓમાં સંક્ષિપ્તરૂપે નિર્દિષ્ટ છે, પૂર્ણરૂપે ઉદ્ધૃત નથી. दुविहो लोगुत्तरिओ सुअधम्मो खलु चरित्तधम्मों अ । सुअधम्मो सज्झाओ चरित्तधम्मो समणधम्मो ॥ ४३ ॥ ૧. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, ગ્રંથાંક, ૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy