________________
નવમ પ્રકરણ
જીતકલ્પ-બૃહસ્થૂર્ણિ આ ચૂર્ણિ" સિદ્ધસેનસૂરિની કૃતિ છે. આ ચૂર્ણિ ઉપરાંત જીતકલ્પસૂત્ર પર એક બીજી ચૂર્ણિ રચાયેલી છે, એવું પ્રસ્તુત ચૂર્ણિના અધ્યયનથી માલુમ પડે છે. આ ચૂર્ણિ શરૂથી અંત સુધી પ્રાકૃતમાં છે. આમાં એક પણ વાક્ય એવું નથી જેમાં સંસ્કૃત શબ્દનો પ્રયોગ થયો હોય. પ્રારંભમાં આચાર્યે અગિયાર ગાથાઓ દ્વારા ભગવાન મહાવીર, એકાદશ ગણધર, અન્ય વિશિષ્ટ જ્ઞાનીઓ તથા સૂત્રકાર જિનભદ્ર ક્ષમાશ્રમણ-આ બધાને નમસ્કાર કર્યા છે. ગ્રંથમાં અહીં-તહીં અનેક ગાથાઓ ઉષ્કૃત કરવામાં આવી છે. આ ગાથાઓ ઉદ્ધત કરતી વખતે આચાર્યે કોઈ ગ્રંથ વગેરેનો નિર્દેશ ન કરતાં “તેં નદી મળિયું 7', “સો– વગેરે વાક્યોનો પ્રયોગ કર્યો છે. એ જ રીતે અનેક ગદ્યાશ પણ ઉદ્ધત કરવામાં આવ્યા છે.
જીતકલ્પચૂર્ણિમાં પણ એ જ વિષયોનું સંક્ષિપ્ત ગદ્યાત્મક વ્યાખ્યાન છે જેમનું જીતકલ્પભાષ્યમાં વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. સર્વપ્રથમ આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીતવ્યવહારનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. જીતનો અર્થ આ પ્રમાણે કરવામાં આવ્યો છે : ગીર્ય તિ વા વરબિં તિ વા માથi તિ વા યદુંગીવે વા તિવિદેવિ ને તે ગીચું રે આ જ રીતે ચૂર્ણિકારે દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત, નવ પ્રકારના વ્યવહાર, મૂલગુણ, ઉત્તરગુણ વગેરેનું વિવેચન કર્યું છે. અંતમાં ફરી સૂત્રકાર જિનભદ્રને નમસ્કારપૂર્વક નિમ્ન ગાથાઓ સાથે ચૂર્ણિ સમાપ્ત કરી છે :
इति जेण जीयदाणं साहूणऽइयारपंकपरिसुद्धिकरं । गाहाहिं फुडं रइयं महुरपयत्थाहिं पावणं परमहियं ॥ जिणभद्दखमासमणं निच्छियसुत्तत्थदायगामलचरणं । तमहं वंदे पयओ परमं परमोवगारकारिणमहग्धं ॥
૧. વિષમ વ્યાધ્યાહ્નવત સિદ્ધસેન ખિલવૂધ વૃદઘૂસમન્વિત નીતરત્નસૂત્ર - સંપાદક:-મુનિ
જિનવિજય, પ્રકાશક:–જૈન સાહિત્ય સંશોધક સમિતિ, અમદાવાદ, સન્ ૧૯૨૬ . ૨. દવા વિતિયક્તિાબાળ વત્તરિ – જીતકલ્પચૂર્ણિ, પૃ. ૨૩. 3. એજન, પૃ. ૩, ૪, ૨૧. ૪. એજન, પૃ. ૪. ૫. એજન, પૃ. ૩૦.
20in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org