________________
ચૂર્ણિઓ અને ચૂર્ણિકાર
૨૬૯
(વિષમપદવ્યાખ્યા) શ્રીચન્દ્રસૂરિએ વિ.સં. ૧૨૨૭માં પૂર્ણ કરી છે આથી ચૂર્ણિકાર સિદ્ધસેન વિ.સં.૧૨૨૭ની પહેલાં હોવા જોઈએ. આ સિદ્ધસેન કોણ હોઈ શકે છે, તેની સંભાવનાનો વિચાર કરતાં પં. દલસુખ માલવણિયા લખે છે કે આચાર્ય જિનભદ્રના પશ્ચાત્વર્તી તત્ત્વાર્થભાષ્ય-વ્યાખ્યાકાર સિદ્ધસેનગણિ અને ઉપમિતિભવપ્રપંચકથાના લેખક સિદ્ધર્ષિ અથવા સિદ્ધવ્યાખ્યાનિક – આ બે પ્રસિદ્ધ આચાર્ય તો પ્રસ્તુત ચૂર્ણિના લેખક જણાતા નથી, કેમકે આ ચૂર્ણિ ભાષાનો પ્રશ્ન ગૌણ ગણીને જોવામાં આવે તો પણ કહેવું પડશે કે બહુ સરળ શૈલીમાં રચવામાં આવી છે, જ્યારે ઉપર્યુક્ત બંને આચાર્યોની શૈલી અત્યંત ક્લિષ્ટ છે. બીજી વાત એ છે કે આ બંને આચાર્યોની કૃતિઓમાં આની ગણતરી પણ નથી કરવામાં આવતી. આનાથી પ્રતીત થાય છે કે પ્રસ્તુત સિદ્ધસેન કોઈ અન્ય જ હોવા જોઈએ. એવું પ્રતીત થાય છે કે આચાર્ય જિનભદ્રકૃત બૃહત્સેત્રસમાસની વૃત્તિના રચયિતા સિદ્ધસેનસૂરિ પ્રસ્તુત ચૂર્ણિના પણ કર્તા હોવા જોઈએ કેમકે તેમણે ઉપર્યુક્ત વૃત્તિ વિ.સં. ૧૧૯૨માં પૂર્ણ કરી હતી. બીજી વાત એ છે કે આ સિદ્ધસેન સિવાય અન્ય કોઈ સિદ્ધસેનનું આ સમયની આસપાસ હોવાનું જણાતું નથી. આવી સ્થિતિમાં બૃહત્સેત્રસમાસની વૃત્તિના કર્તા અને પ્રસ્તુત ચૂર્ણિના લેખક સંભવતઃ એક જ સિદ્ધસેન છે. જો એમ જ હોય તો માનવું પડશે કે ચૂર્ણિકાર સિદ્ધસેન ઉપકેશગચ્છના હતા તથા દેવગુપ્તસૂરિના શિષ્ય તથા યશોદેવસૂરિના ગુરુભાઈ હતા. આ જ યશોદેવસૂરિએ તેમને શાસ્ત્રાર્થ શીખવ્યો હતો.૧
ઉપર્યુક્ત માન્યતા પર પોતાનો મત પ્રકટ કરતાં પં. શ્રી સુખલાલજી લખે છે કે જીતકલ્પ એક આગમિક ગ્રંથ છે. આ જોતાં એવું પ્રતીત થાય છે કે તેની ચૂર્ણિના કર્તા કોઈ આગમિક હોવા જોઈએ. આ જ પ્રકારના એક આગમિક સિદ્ધસેન ક્ષમાશ્રમણનો નિર્દેશ પંચકલ્પચૂર્ણિ તથા હારિભદ્રીયવૃત્તિમાં છે. સંભવ છે કે જીતકલ્પચૂર્ણિના લેખક પણ આ જ સિદ્ધસેન ક્ષમાશ્રમણ હોય.૨ જ્યાં સુધી એતદ્વિષયક નિશ્ચિત પ્રમાણ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી પ્રસ્તુત ચૂર્ણિકાર સિદ્ધસેનસૂરિના વિષયમાં નિશ્ચિત રૂપે વિશેષ કંઈ નથી કહી શકાતું.
પં. દલસુખ માલવણિયાએ નિશીથ-ચૂર્ણની પ્રસ્તાવનામાં સંભાવના કરી છે કે આ સિદ્ધસેન આચાર્ય જિનભદ્રના સાક્ષાત્ શિષ્ય હોય. એવું એટલા માટે સંભવિત છે કે જીતકલ્પભાષ્ય-ચૂર્ણિનું મંગલ આ વાતની પુષ્ટિ કરે છે. સાથે જ એ પણ સંભાવના છે કે બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથ ભાષ્યના કર્તા પણ તેઓ હોય. ૧. ગણધરવાદ : પ્રસ્તાવના, પૃ. ૪૪. ૨. એજન, વૃદ્ધિપત્ર, પૃ. ૨૧૧. ૩. નિશીથસૂત્ર (સન્મતિ જ્ઞાનપીઠ), ભા. ૪ : પ્રસ્તાવના, પૃ. ૩૮માંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org