________________
૨૬૮
આગમિક વ્યાખ્યાઓ નન્દીચૂર્ણિ, અનુયોગદ્વારચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ, દશવૈકાલિકચૂર્ણિ, ઉત્તરાધ્યયનચૂર્ણિ અને સૂત્રકૃતાંગચૂર્ણિ, ઉપલબ્ધ જીત કલ્પચૂર્ણિ સિદ્ધસેનસૂરિની કૃતિ છે. બૃહત્કલ્પચૂર્ણિકારનું નામ પ્રલમ્બસૂરિ છે. આચાર્ય જિનભદ્રની કૃતિઓમાં એક ચૂર્ણિનો પણ સમાવેશ છે. આ ચૂર્ણિ અનુયોગદ્વારના અંગુલ પદ પર છે જે જિનદાસની અનુયોગદ્વારચૂર્ણિમાં અક્ષરશઃ ઉદ્ધત કરવામાં આવી છે. આ જ રીતે દશવૈકાલિકસૂત્ર પર પણ એક બીજી ચૂર્ણિ છે. તેના રચયિતા અગત્યસિંહ છે. અન્ય ચૂર્ણિકારોના નામો અજ્ઞાત છે.
જિનદાસગણિ મહત્તરના જીવન-ચરિત્ર સંબંધિત વિશેષ સામગ્રી ઉપલબ્ધ નથી. નિશીથવિશેષચૂર્ણિના અંતમાં ચૂર્ણિકારનું નામ જિનદાસ બતાવવામાં આવ્યું છે તથા પ્રારંભમાં તેમના વિદ્યાગુરુ રૂપે પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયનચૂર્ણિના અંતે ચૂર્ણિકારનો પરિચય આપવામાં આવ્યો છે પરંતુ તેમના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. તેમાં તેમના ગુરુનું નામ વાણિજયકુલીન, કોટિકગણીય, વજશાખીય ગોપાલગણિ મહત્તર બતાવવામાં આવ્યું છે. નન્દીચૂર્ણિના અંતમાં ચૂર્ણિકારે પોતાનો જે પરિચય આપ્યો છે તે અસ્પષ્ટ રૂપે ઉપલબ્ધ છે. જિનદાસના સમયના વિષયમાં એટલું કહી શકાય કે તેઓ ભાષ્યકાર આચાર્ય જિનભદ્ર પછી તથા ટીકાકાર આચાર્ય હરિભદ્રની પહેલાં થયા હતા કેમકે આચાર્ય જિનભદ્રના ભાષ્યની અનેક ગાથાઓનો ઉપયોગ તેમની ચૂર્ણિઓમાં થયો છે, જ્યારે આચાર્ય હરિભદ્ર પોતાની ટીકાઓમાં તેમની ચૂર્ણિઓનો પૂરો ઉપયોગ કર્યો છે. આચાર્ય જિનભદ્રનો સમય વિક્રમ સંવત ૬૦૦-૬૬૦ની આસપાસ છે તથા આચાર્ય હરિભદ્રનો સમય વિ.સં.૭૫૭-૮૨૭ની વચ્ચેનો રહ્યો છે. આવી સ્થિતિમાં જિનદાસગણિ મહત્તરનો સમય વિ.સં.૬૫૦-૭૫૦ની વચ્ચે માનવો જોઈએ. નન્દીચૂર્ણિનાં અંતમાં તેનો રચનાકાળ શક સંવત્ પ૯૮ અર્થાત વિ.સં.૭૩૩ નિર્દિષ્ટ છે. તેનાથી પણ એ જ સિદ્ધ થાય છે.
| ઉપલબ્ધ જીતકલ્પચૂર્ણિના કર્તા સિદ્ધસેનસૂરિ છે. પ્રસ્તુત સિદ્ધસેન, સિદ્ધસેનદિવાકરથી જુદા જ કોઈ આચાર્ય છે. આનું કારણ એ છે કે સિદ્ધસેન દિવાકર જતકલ્પકાર આચાર્ય જિનભદ્રના પૂર્વવર્તી છે. પ્રસ્તુત ચૂર્ણિની એક વ્યાખ્યા
૧. જૈન ગ્રંથાવલી, પૃ. ૧૨, ટિ. ૫. ૨. ગણધરવાદ, પૃ. ૨૧૧. ૩. ગણધરવાદ, પ્રસ્તાવના, પૃ. ૩૨-૩. ૪. જૈન આગમ, પૃ. ૨૭. ૫. A History of the Canonical Literature of Jainas, પૃ. ૧૯૧; નન્દીસૂત્ર-ચૂર્ણિ (પ્રા.
ટે. સો.), પૃ. ૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org