SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પંચકલ્પ મહાભાષ્ય ૨૬૧ તહ મંડુપાયા..... I' પ્રકલ્પ સકારણ હોય છે જ્યારે વિકલ્પ નિષ્કારણ હોય છે : વ્હારને પપ્પો હોતી, વિજળો ખિકાળે મુળયો । સંકલ્પ પ્રશસ્ત અને અપ્રશસ્ત બે પ્રકારનો હોય છે. દર્શન-જ્ઞાન-ચારિત્રવિષયક સંકલ્પ પ્રશસ્ત છે. ઈંદ્રિય-વિષયકષાયવિષયક સંકલ્પ અપ્રશસ્ત છે. ઉપકલ્પ, ક્રિયા અને ઉપનયન એકાર્થક છે : નવાપ્પતી જાતિ વગેડ્ વ ોતિ ાદા । જ્ઞાન અને ચારિત્રથી સમૃદ્ધ પૂર્વાચાર્યોનું અનુકરણ કરવું અનુકલ્પ છે. ઊર્ધ્વકલ્પી હોવું અથવા છિન્નકલ્પી હોવું ઉત્કલ્પ કહેવાય છે. નિષ્કૃત અર્થાત્ કૃપાહીન તથા નિરનુકંપ અર્થાત્ અનુકંપાહીન થઈને પ્રવૃત્તિ કરવી અકલ્પ કહેવાય છે. નિત્ય નિંદિત પ્રવૃત્તિ કરવી દુષ્કલ્પ છે. નિત્ય પ્રશંસિત પ્રવૃત્તિ કરવી સુકલ્પ છે. . ચતુર્થ કલ્પ અંતર્ગત નિમ્નલિખિત વીસ કલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છેઃ ૧. નામકલ્પ, ૨. સ્થાપનાકલ્પ, ૩. દ્રવ્યકલ્પ, ૪. ક્ષેત્રકલ્પ, ૫. કાલકલ્પ, ૬. દર્શનકલ્પ, ૭. શ્રુતકલ્પ, ૮. અધ્યયનકલ્પ, ૯. ચારિત્રકલ્પ, ૧૦. ઉપધિકલ્પ, ૧૧. સંભોગકલ્પ, ૧૨. આલોચનાકલ્પ, ૧૩. ઉપસમ્પદાકલ્પ, ૧૪. ઉદ્દેશકલ્પ, ૧૫. અનુજ્ઞાકલ્પ, ૧૬. અધ્વકલ્પ, ૧૭. અનુવાસકલ્પ (સ્થિત અને અસ્થિત), ૧૮. જિનકલ્પ, ૧૯. સ્થવિરકલ્પ અને ૨૦. અનુપાલનાકલ્પ. આની નિમ્નોક્ત ત્રણ દ્વારગાથાઓ છે : कप्पेसु णामकप्पो, ठवणाकप्पो य दवियकप्पो य । खित्ते काले कप्पो, दंसणकप्पो य सुयकप्पो ॥ १६७० ॥ अज्झयण चरित्तम्मि य, कप्पो उवही तहेव संभोगो । आलोयण उपसंपद तहेव उद्देशणुण्णाए ।। १६७१ ।। अद्धायम्मि य कप्पो, अणुवासे तह य होइ ठितकप्पो । अतिकप्पो य तहा, जिणथेर अणुवालणाकप्पो ॥ १६७२ ॥ ભાષ્યકારે આ વીસ પ્રકારના કલ્પોનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. પંચમ કલ્પના બેંતાલીસ ભેદ છે : ૧. દ્રવ્ય, ૨. ભાવ, ૨. તદુભય, ૪. કરણ, ૫. વિરમણ, ૬. સદાધાર, ૭. નિર્દેશ, ૮. અંતર, ૯. નયાંતર, ૧૦. સ્થિત, ૧૧. અસ્થિત, ૧૨. સ્થાન, ૧૩. જિન, ૧૪. સ્થવિર, ૧૫. પર્યુષણ, ૧૬. શ્રુત, ૧૭. ચારિત્ર, ૧૮. અધ્યયન, ૧૯. ઉદ્દેશ, ૨૦. વાચના, ૨૧. પ્રત્યેષણા, ૨૨. પરિવર્તના, ૨૩. અનુપ્રેક્ષા, ૨૪. યાત, ૨૫. અયાત, ૨૬. ચીર્ણ, ૨૭. અચીર્ણ, ૧. ગા. ૧૫૯૧. ૨. ગા. ૧૬૦૩. ૪. ગા. ૧૬૩૫. ૫. ૧૬૪૨. ૮. ગા. ૧૬૬૫. ૯. ગા. ૧૬૬૭. Jain Education International ૩. ગા. ૧૬૨૯-૧૬૩૦, ૬. ગા. ૧૬૪૯. For Private & Personal Use Only ૭. ગા. ૧૬૫૯. www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy