________________
૨૪૪
આગમિક વ્યાખ્યાઓ
સાધુઓની સાથે ભળી જવું જોઈએ. બને ત્યાં સુધી ચાતુર્માસમાં વિહાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત થવા જ ન દેવો જોઈએ. આચાર્ય અથવા ઉપાધ્યાય બીમાર પડી જાય અને સમુદાયના સાધુઓને કહે કે અમુક સાધુને મારી પદવી પ્રદાન કરવી અથવા તેઓ આ લોકમાં ન રહે તો તે સાધુને તે સમયે પદવીને યોગ્ય હોય તો જ પદવી પ્રદાન કરવી જોઈએ, અયોગ્ય હોય તો નહિ. કદાચ તેને પદવી પ્રદાન કરી દેવામાં આવી હોય પરંતુ તેનામાં આવશ્યક યોગ્યતા ન હોય તો અન્ય સાધુઓએ તેને કહેવું જોઈએ કે તમે આ પદવીને અયોગ્ય છો આથી તેને છોડી દો. આવી અવસ્થામાં જો તે પદવીનો ત્યાગ કરી દે તો તેને કોઈ પ્રકારનો દોષ નથી લાગતો. એક સમુદાયના બે સાધુ સાથે વિચરતા હોય તેમાં એક ચારિત્ર – પર્યાયની દૃષ્ટિએ નાનો હોય અને બીજો તે જ દૃષ્ટિએ મોટો હોય તથા નાનો સાધુ શિષ્યવાળો હોય અને મોટા સાધુ પાસે કોઈ શિષ્ય ન હોય તો નાના સાધુએ મોટા સાધુની આજ્ઞામાં રહેવું જોઈએ તથા તેને આહાર-પાણી વગેરે માટે પોતાના શિષ્યો આપવા જોઈએ. જો મોટો સાધુ શિષ્ય-પરિવાર યુક્ત હોય અને નાના સાધુ પાસે એક પણ શિષ્ય ન હોય તો નાનાને પોતાની આજ્ઞામાં રાખવો અથવા ન રાખવો તે મોટાની ઈચ્છા પર નિર્ભર છે. આ જ રીતે પોતાના શિષ્યો તેની સેવા માટે નિયુક્ત કરવા કે ન કરવા તેની ઈચ્છા પર નિર્ભર છે. સારાંશ એ છે કે સાથે વિચરનાર સાધુઓમાં જે ગીતાર્થ અને રત્નાધિક હોય તેને જ નાયક બનાવવો જોઈએ તથા તેની આજ્ઞામાં રહેવું જોઈએ.
ન
પ્રસ્તુત ઉદેશના સૂત્રોનું વ્યાખ્યાન કરતાં ભાષ્યકારે નિમ્ન વિષયોનું વર્ણન કર્યું છે : ચાર કલ્પ જાતસમાપ્તકલ્પ, જાતઅસમાપ્તકલ્પ, અજાતસમાÇકલ્પ અને અજાતઅસમાપ્તકલ્પ, વર્ષાકાળ અને વિહાર, વર્ષાવાસ માટે ઉપયુક્ત સ્થાન (ચિક્બલ, પ્રાણ, સ્થંડિલ, વસતિ, ગોરસ, જનસમાકુલ, વૈદ્ય, ઔષધ, નિચય, અધિપતિ, પાણ્ડ, ભિક્ષા અને સ્વાધ્યાય આ તેર દ્વારોથી વિચાર), જૈવર્ષિકસ્થાપના, ગણધરસ્થાપનની ઉપયુક્ત વિધિ, ઉપસ્થાપનાના નિયમ, ગ્લાનની વૈયાવૃત્ય, અવગ્રહનો વિભાગ, ત્રણ પ્રકારની અનુકંપા – ગદ્યૂત, ચર્ધગભૂત અને દ્વિગભૂતસમ્બન્ધી અથવા આહાર, ઉપધિ અને શય્યાવિષયક વગેરે.૧
આ ઉદેશમાં સાધ્વીઓના વિહારના નિયમો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રવર્તિની વગેરે વિભિન્ન પદો દૃષ્ટિમાં રાખીને વિવિધ વિધિ-વિધાનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રવર્તિની માટે શીત અને ઉષ્ણઋતુમાં એક સાધ્વીને સાથે રાખીને વિહાર કરવાનો નિષેધ છે. આ ઋતુઓમાં ઓછામાં ઓછી બે સાધ્વીઓ ૧. ચતુર્થ ઉદેશ ઃ ગા. ૧-૫૭૫.
:
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org