________________
વ્યવહારભાષ્ય
૨૪ ૩ મૈથુનસેવનના દોષોનું સ્વરૂપ દર્શાવતાં આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક, સાધુ વગેરે માટે ભિન્ન-ભિન્ન પ્રાયશ્ચિત્તો, પરિસ્થિતિઓ તથા પ્રવ્રજ્યાના નિયમો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. મૈથુનસેવનના બે ભેદ છે : સાપેક્ષ અને નિરપેક્ષ. જે મૈથુનસેવનની ઈચ્છા થવાથી પોતાના ગુરુને પૂછી લે છે તે સાપેક્ષ મૈથુનસેવક છે. જે ગુરુને પૂછ્યા વિના જ મૈથુનનું સેવન કરતા રહે છે તે નિરપેક્ષ મૈથુનસેવક છે. આ બંને પ્રકારના સાધુઓ માટે ભિન્ન-ભિન્ન પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે. આ જ રીતે ગણાવચ્છેદક, ઉપાધ્યાય, આચાર્ય વગેરે માટે પણ વિભિન્ન પ્રાયશ્ચિત્તોનું વિધાન કરવામાં આવ્યું છે. મૃષાવાદ વગેરે અન્ય અતિચારોનાં સેવનનું વર્ણન કરતાં તત્સમ્બન્ધી વિવિધ પ્રાયશ્ચિત્તોનું વિવેચન કરવામાં આવ્યું છે. વ્યવહારી અને અવ્યવહારીનું સ્વરૂપ બતાવતાં ભાષ્યકારે એક આચાર્યનું ઉદાહરણ આપ્યું છે. આચાર્ય પાસે સોળ શિષ્યો બેઠેલા હતા જેમાંથી આઠ વ્યવહારી હતા અને આઠ અવ્યવહારી. નિમ્નલિખિત આઠ પ્રકારના વ્યવહારીઓની પ્રશંસા ન કરવી જોઈએ : ૧. કંકટુક, ૨. કુણપ, ૩. પ%, ૪. ઉત્તર, ૫. ચાર્વાક, ૬. બધિર, ૭. ગુઠસમાન, ૮. અશ્લસમાન. આ આઠે પ્રકારના વ્યવહારીઓનું વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે. ચતુર્થ ઉદ્દેશ :
આ ઉદેશમાં મુખ્યરૂપે સાધુઓના વિહારનું વિધિ-વિધાન છે. શીત અને ઉષ્ણકાલના આઠ મહિનામાં આચાર્ય અને ઉપાધ્યાયે કોઈ અન્ય સાધુ સાથે ન હોય તો વિહાર ન કરવો જોઈએ. ગણાવચ્છેદકે અન્ય સાધુ સાથે હોય તો પણ વિહાર ન કરવો જોઈએ. તેણે બે સાધુ સાથે હોય તો જ વિહાર કરવો જોઈએ. આ રીતે આચાર્યો અને ઉપાધ્યાયે પણ અન્ય સાધુ સાથે હોય તો પણ અલગ ચાતુર્માસ ન કરવો જોઈએ. તેમણે અન્ય બે સાધુઓ સાથે હોય તો જ અલગ ચાતુર્માસ કરવો જોઈએ. ગણાવચ્છેદક માટે ચાતુર્માસમાં ઓછામાં ઓછા ત્રણ સાધુઓનો સહવાસ અનિવાર્ય છે. સાધુઓ જે નાયક સાથે એક સ્થાનથી બીજા સ્થાન પર જઈ રહ્યા હોય તેનું માર્ગમાં દેહાવસાન થઈ જાય તો તે સાધુઓએ પોતાનામાંથી શ્રેષ્ઠ ગીતાર્થ અને ચારિત્રવાનને નાયક બનાવી લેવો જોઈએ. આ જાતના યોગ્ય નાયકનો અભાવ પ્રતીત થતાં તેમણે પોતાના અન્ય સાધુઓ જ્યાં વિચરતા હોય ત્યાં ચાલ્યા જવું જોઈએ. તેવું ન કરવાથી છેદ અથવા પરિહાર તપનું પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. આ જ રીતે ચાતુર્માસમાં કોઈ નાયકનું દેહાવસાન થઈ જાય તો યોગ્ય સાધુને નવો નાયક બનાવી લેવો જોઈએ. કદાચ એવું ન થઈ શકે તો પોતાના સમુદાયના અન્ય ૧. ગા. ૨૩૮-૨૫૪. ૨. ગા. ૨૫૫-૨૭૮. ૩. ગા. ૩૩૮-૩૭૨.
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org