________________
આગમિક વ્યાખ્યાઓ
ઉપલબ્ધ નિર્યુક્તિઓના કર્તા આચાર્ય ભદ્રબાહુ (દ્વિતીય)એ નિમ્નોક્ત આગમગ્રંથો પર નિર્યુક્તિઓ રચી છે ઃ ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન, ૪. આચારાંગ, ૫. સૂત્રકૃતાંગ, ૬. દશાશ્રુતસ્કન્ધ, ૭. બૃહત્કલ્પ, ૮. વ્યવહાર, ૯. સૂર્યપ્રજ્ઞપ્તિ, ૧૦. ઋષિભાષિત. આ દસ નિર્યુક્તિઓમાંથી સૂર્યપ્રાપ્તિ અને ઋષિભાષિતની નિર્યુક્તિઓ અનુપલબ્ધ છે. ઓનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, પંચકલ્પનિર્યુક્તિ અને નિશીથનિર્યુક્તિ ક્રમશઃ આવશ્યકનિર્યુક્તિ, દશવૈકાલિકનિર્યુક્તિ, બૃહત્કલ્પનિયુક્તિ અને આચારાંગનિયુક્તિની પૂરક છે. સંસક્તનિયુક્તિ ઘણી પાછળની કોઈની રચના છે. ગોવિન્દ્રાચાર્યરચિત એક અન્ય નિર્યુક્તિ (ગોવિન્દનિર્યુક્તિ) અનુપલબ્ધ છે.
નિર્યુક્તિઓની વ્યાખ્યાન-શૈલી નિક્ષેપ-પદ્ધતિ રૂપે પ્રસિદ્ધ છે. આ વ્યાખ્યા-પદ્ધતિ બહુ પ્રાચીન છે. આનાં અનુયોગદ્વાર વગેરેમાં દર્શન થાય છે. આ પદ્ધતિમાં કોઈ એક પદના સંભાવિત અનેક અર્થ કર્યા પછી તેમાંથી અપ્રસ્તુત અર્થોનો નિષેધ કરીને પ્રસ્તુત અર્થ ગ્રહણ કરવામાં આવે છે. જૈન ન્યાયશાસ્ત્રમાં આ પદ્ધતિનું ઘણું મહત્ત્વ છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુએ નિર્યુક્તિનું પ્રયોજન બતાવતાં આ પદ્ધતિને નિર્યુક્તિ માટે ઉપયુક્ત બતાવી છે. બીજા શબ્દોમાં નિક્ષેપ-પદ્ધતિના આધારે કરવામાં આવતા શબ્દાર્થના નિર્ણય—નિશ્ચયનું નામ જ નિર્યુક્તિ છે : ભદ્રબાહુએ આવશ્યક-નિર્યુક્તિ (ગા. ૮૮)માં સ્પષ્ટ કહ્યું છે કે એક શબ્દના અનેક અર્થ થાય છે પરંતુ કયો અર્થ કયા પ્રસંગ માટે ઉપયુક્ત હોય છે, ભગવાન મહાવીરના ઉપદેશ સમયે કયો અર્થ કયા શબ્દ સાથે સમ્બદ્ધ રહ્યો છે, વગેરે વાતોને ધ્યાનમાં રાખીને સમ્યક્ રૂપે અર્થનિર્ણય કરવો અને તે અર્થનો મૂળ-સૂત્રના શબ્દો સાથે સમ્બન્ધ સ્થાપિત કરવો – આ જ નિર્યુક્તિનું
00
પ્રયોજન છે.
૬
આચાર્ય ભદ્રબાહુકૃત દસ નિર્યુક્તિઓનો રચનાક્રમ જે ક્રમથી ઉપરના દસ ગ્રંથોના નામ આપવામાં આવ્યાં છે તે જ છે. આચાર્યે પોતાની સર્વપ્રથમ કૃતિ આવશ્યકનિર્યુક્તિ (ગા. ૮૫-૬)માં નિર્યુક્તિ-રચનાનો સંકલ્પ કરતી વખતે આ જ ક્રમે ગ્રંથોની નામાવલી આપી છે. નિર્યુક્તિઓમાં ઉલ્લિખિત એક-બીજી નિયુક્તિનાં નામ વગેરેના અધ્યયનથી પણ આ તથ્ય પ્રતિપાદિત થાય છે.
નિર્યુક્તિકાર ભદ્રબાહુ :
નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ, છેદસૂત્રકાર ચતુર્દશ-પૂર્વધર આચાર્ય ભદ્રબાહુથી ભિન્ન છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુએ પોતાની દશાશ્રુતસ્કન્ધનિર્યુક્તિ અને પંચકલ્પનિર્યુક્તિના પ્રારંભમાં છેદસૂત્રકાર ભદ્રબાહુને નમસ્કાર કર્યા છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુ પ્રસિદ્ધ જયોતિર્વિદ્ વરાહમિહિરના ભાઈ હોવાનું માનવામાં આવે છે. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org