________________
પ્રાસ્તાવિક
મૂળ ગ્રંથના રહસ્યોદ્ઘાટન માટે તેની વિવિધ વ્યાખ્યાઓનું અધ્યયન અનિવાર્ય નથી તો પણ આવશ્યક તો છે જ. જયાં સુધી કોઈ ગ્રંથની પ્રામાણિક વ્યાખ્યાનું સૂક્ષ્મ અવલોકન ન કરવામાં આવે ત્યાં સુધી તે ગ્રંથમાં રહેલી અનેક મહત્ત્વપૂર્ણ વાતો અજ્ઞાત જ રહી જાય છે. આ સિદ્ધાંત જેટલો વર્તમાનકાલીન મૌલિક ગ્રંથો પર લાગુ પડે છે તેનાથી કેટલાય ગણો વધારે પ્રાચીન ભારતીય સાહિત્ય પર લાગુ પડે છે. મૂળગ્રંથના રહસ્યનું ઉદ્દઘાટન કરવા માટે તેના પર વ્યાખ્યાત્મક સાહિત્યનું નિર્માણ કરવાની ભારતીય ગ્રંથકારોની બહુ જૂની પરંપરા છે. આ પ્રકારના સાહિત્યથી બે પ્રયોજન સિદ્ધ થાય છે. વ્યાખ્યાકારને પોતાની લેખિનીથી ગ્રંથકારના અભીષ્ટ અર્થનું વિશ્લેષણ કરવામાં અસીમ આત્મોલ્લાસ થાય છે તથા ક્યાંક-ક્યાંક તેને પોતાની માન્યતા પ્રસ્તુત કરવાનો અવસર પણ મળે છે. બીજી તરફ પાઠકને ગ્રંથના ગૂઢાર્થ સુધી પહોંચવા માટે અનાવશ્યક શ્રમ નથી કરવો પડતો. આ રીતે વ્યાખ્યાકારનો પરિશ્રમ સ્વ-પર બંને માટે ઉપયોગી સિદ્ધ થાય છે. વ્યાખ્યાકારની આત્મતૃષ્ટિની સાથે સાથે જિજ્ઞાસુઓની તૃષા પણ શાંત થાય છે. આ જ પવિત્ર ભાવનાથી ભારતીય વ્યાખ્યાગ્રંથોનું નિર્માણ થયું છે. જૈન વ્યાખ્યાકારોનાં હૃદય પણ આ જ ભાવનાથી ભાવિત રહ્યાં છે.
પ્રાચીનતમ જૈન વ્યાખ્યાત્મક સાહિત્યમાં આગમિક વ્યાખ્યાઓનું અતિ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ વ્યાખ્યાઓને આપણે પાંચ કોટિઓમાં વિભક્ત કરીએ છીએ : ૧. નિર્યુક્તિઓ (નિજુત્તિ), ૨. ભાષ્ય (ભાસ), ૩. ચૂર્ણિઓ (ચુર્ણિ), ૪. સંસ્કૃત ટીકાઓ અને ૫. લોકભાષાઓમાં રચિત વ્યાખ્યાઓ. આગમોના વિષયોનો સંક્ષેપમાં પરિચય આપનારી સંગ્રહણીઓ પણ ઘણી પ્રાચીન છે. પંચકલ્પમહાભાષ્યના ઉલ્લેખાનુસાર સંગ્રહણીઓની રચના આર્ય કાલકે કરી છે. પાકિસૂત્રમાં પણ નિર્યુક્તિ તથા સંગ્રહણીનો ઉલ્લેખ છે. નિર્યુક્તિઓ
નિર્યુક્તિઓ અને ભાષ્ય જૈન આગમોની પદ્યબદ્ધ ટીકાઓ છે. આ બંને પ્રકારની ટીકાઓ પ્રાકૃતમાં છે. નિર્યુક્તિઓમાં મૂળ ગ્રન્થના પ્રત્યેક પદનું વ્યાખ્યાન ન કરતાં વિશેષ રૂપે પારિભાષિક શબ્દોનું જ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org