SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્કલ્પ-લઘુભાષ્ય ૨૩૧ ઉદ્ધરણ સંબંધિત ઉત્સર્ગમાર્ગ, વિપર્યાસજન્ય દોષ, પ્રાયશ્ચિત્ત, અપવાદ, યાતનાઓ વગેરે વાતો પર વિચાર કરવામાં આવ્યો છે.' ૪. દુર્ગપ્રકૃતસૂત્ર - આ પ્રસંગે એમ બતાવવામાં આવ્યું છે કે શ્રમણ-શ્રમણીઓએ દુર્ગ અર્થાત વિષમ માર્ગથી ન જવું જોઈએ. આ જ રીતે કાદવ વગેરે વાળા માર્ગ પર પણ ન જવું જોઈએ' ૫. ક્ષિપ્તચિત્તાદિપ્રકૃતસૂત્ર – વિવિધ કારણોથી ક્ષિતચિત્ત થયેલી નિર્ચન્થીને સમજાવવાનો શું માર્ગ છે, ક્ષિચિત્ત નિર્ચન્થીની દેખ-રેખની શું વિધિ છે, દીપ્તચિત્ત હોવાના કયા કારણો છે, દીપ્તચિત્ત શ્રમણી માટે કઈ યતનાઓનું પરિપાલન આવશ્યક છે –– વગેરે પ્રશ્નોનો વિચાર કરતાં આચાર્યે ઉન્માદ, ઉપસર્ગ, અધિકરણ – ક્લેશ, પ્રાયશ્ચિત્ત, ભક્તપાન, અર્થાત વગેરે વિષયોની દષ્ટિએ નિર્ગથીવિષયક વિધિનિષેધોનું વિવેચન કર્યું છે.' ૬. પરિમલ્થપ્રકૃતસૂત્ર – સાધુઓ માટે છ પ્રકારના પરિમન્થ અર્થાત્ વ્યાઘાત માનવામાં આવ્યા છે : ૧. કૌચિક, ૨. મૌખરિક, ૩. ચક્ષુર્લોલ, ૪. તિતિણિક, ૫. ઈચ્છાલોભ, ૬. ભિાનિદાનકરણ. પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યામાં આ પરિમંથોનાં સ્વરૂપ, દોષ, અપવાદ વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે.' ૭. કલ્પસ્થિતિપ્રકૃતસ્ત્ર- આ સૂત્રનું વ્યાખ્યાન કરતાં ભાષ્યકારે નિમ્નલિખિત છ પ્રકારની કલ્પસ્થિતિઓનું વર્ણન કર્યું છે: ૧. સામાયિકકલ્પસ્થિતિ, ૨. છેદોવસ્થાપનીયકલ્પસ્થિતિ, ૩. નિર્વિશમાનકલ્પસ્થિતિ, ૪, નિર્વિષ્ટકાયિકકલ્પસ્થિતિ, ૫. જિનકલ્પસ્થિતિ, ૬. સ્થવિરકલ્પસ્થિતિ. છેદોપસ્થાપનીયકલ્પસ્થિતિનું દસ સ્થાનો દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે : ૧. આચેલક્યકલ્પઢાર – અચલકનું સ્વરૂપ, અચલક-સચેલકનો વિભાગ, વસ્ત્રોનું સ્વરૂપ વગેરે, ૨. ઔદેશિકકલ્પવાર, ૩. શધ્યાતરપિચ્છકલ્પઢાર, ૪. રાજપિડકલ્પદ્વાર – રાજાનું સ્વરૂપ, આઠ પ્રકારના રાજપિડ વગેરે, ૫. કૃતિકદ્ધાર, ૬. વ્રતકલ્પદ્વાર--પંચવ્રતાત્મક અને ચતુર્ઘતાત્મક ધર્મની વ્યવસ્થા, ૭. જયેષ્ઠકલ્પદ્ધાર. ૮. પ્રતિક્રમણકલ્પઢાર, ૯. માસકલ્પઢાર, ૧૦. પર્યુષણાકલ્પઢાર. બૃહત્કલ્પ સૂત્રના પ્રસ્તુત ભાષ્યની સમાપ્તિ કરતાં આચાર્યું કલ્પાધ્યાયન શાસ્ત્રના અધિકારી અને અધિકારીનું સંક્ષિપ્ત નિરૂપણ કર્યું છે.' બૃહત્કલ્પ-લઘુભાષ્યના આ સારગ્રાહી સંક્ષિપ્ત પરિચયથી સ્પષ્ટ છે કે આમાં જૈન સાધુઓ – મુનિઓ – શ્રમણો – નિર્ચન્હો – ભિક્ષુઓના આચાર-વિચારનું અત્યન્ત સૂક્ષ્મ તથા સતર્ક વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચનનાં કેટલાક સ્થળ એવાં પણ ૧. ગા. ૬૧૬૩-૬૧૮૧. ૨. ગા. ૬૧૮૨-૬૧૯૩. ૩. ગા. ૬૧૯૪-૬૩૧૦. ૪. ગા. ૬૩૧૧-૬૩૪૮. ૫. ૬૩૪૯-૬૪૯૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy