________________
• ૨૨૬
આગમિક વ્યાખ્યાઓ - ૨. પારાંચિકપ્રકૃતસૂત્ર - દુષ્ટ, પ્રમત્ત અને અન્યોન્યકારક પારાચિક પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. પારાંચિકના આશાતનાપારાંચિક અને પ્રતિસેવનપારાચિક એ બે ભેદ છે. આશાતનાપારાંચિકનો સંબંધ ૧. તીર્થકર, ૨. પ્રવચન, ૩. શ્રુત, ૪. આચાર્ય, ૫. ગણધર અને ૬. મહદ્ધિક સાથે છે. પ્રતિસેવનાપારાંચિકના ત્રણ ભેદ છે : દુષ્ટ, પ્રમત્ત અને અન્યોન્યકારક. દુષ્ટપારાચિક બે પ્રકારનું છે : કષાયદુષ્ટ અને વિષયદુe. પ્રમાદ પાંચ પ્રકારનો છે : કષાય, વિકથા, વિકટ, ઈન્દ્રિયો અને નિદ્રા. પ્રસ્તુત
અધિકાર મ્યાનદ્ધિ નિદ્રાનો છે. અન્યોન્યકારકપારાંચિકનો ઉપાશ્રય, કુળ, નિવેશન, લિંગ, તપ, કાળ વગેરે દ્રષ્ટિઓથી વિચાર કરવામાં આવ્યો છે.'
૩. અનવસ્થાપ્યપ્રકૃતસૂત્ર – અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને યોગ્ય ત્રણ પ્રકારના અપરાધ છે : સાધર્મિકસૈન્ય, અન્યધાર્મિકસૈન્ય અને હસ્તાતાલ. સાધર્મિકતૈન્યનો નિમ્ન ત્રણ કારોથી વિચાર કરવામાં આવ્યો છે : ૧. સાધર્મિકોપધિતૈન્ય, ૨. વ્યાપારણા, ૩. થ્થામના, ૪. પ્રસ્થાપના, ૫. શૈક્ષ, ૬. આહારવિધિ. અન્યધાર્મિકતૈન્યનું પ્રવ્રજિતા ધાર્મિકર્તન્ય અને ગૃહસ્થા ધાર્મિલૈન્યની દૃષ્ટિએ વિવેચન કરવામાં આવ્યું છે. હસ્તાતાલનો અર્થ છે હસ્ત, ખડગૂ વગેરેથી આતાડન. હસ્તાતાલના સ્વરૂપ સાથે જ આચાર્યે હતાલંબ અને અર્થાદાનનું સ્વરૂપ પણ દર્શાવ્યું છે.
૪. પ્રવ્રાજનાદિપ્રકૃતસૂત્ર – પંડક, લીબ અને વાતિક પ્રવ્રજ્યા માટે અયોગ્ય . છે. પંડકના સામાન્યપણે છ લક્ષણો છે : ૧. મહિલા સ્વભાવ, ૨. સ્વરભેદ, ૩. વર્ણભેદ, ૪. મહમેદ્ર – પ્રલંબ અંગાદાન, ૫. મૂદુવા, ૬. સશબ્દ અને અફેનક મૂત્ર. પંડકના બે ભેદ છે : દૂષિત પંડક અને ઉપઘાતખંડક. દૂષિતપંડકના ફરી બે ભેદ છે : આસિત અને ઉપસિક્ત. ઉપઘાતખંડકના પણ બે ભેદ છે : વેદોપઘાતપંડક અને ઉપકરણોપઘાતખંડક. વેદોપઘાતખંડકનું સ્વરૂપ બતાવતાં આચાર્ય હેમકુમારનું ઉદાહરણ આપ્યું છે તથા ઉપકરણોપઘાતખંડકનું વર્ણન કરતાં એક જ જન્મમાં પુરુષ, સ્ત્રી અને નપુંસક વેદનો અનુભવ કરનાર કપિલનું દૃષ્ટાન્ત આપ્યું છે. મૈથુનના વિચાર માત્રથી જેના અંગાદાનમાં વિકાર ઉત્પન્ન થઈ જાય છે તથા બીજબિંદુ પડવા લાગે છે તે ક્લીબ છે. મહામોહકર્મનો ઉદય થવાથી એવું થાય છે. સનિમિત્તક અથવા અનિમિત્તક મોહોદયથી કોઈના પ્રતિ વિકાર ઉત્પન્ન થાય ત્યારે જ્યાં સુધી તેની પ્રાપ્તિ નથી થઈ જતી ત્યાં સુધી માનસિક સ્થિરતા નથી રહેતી. આને જ વાતિક કહે છે. અપવાદરૂપ પંડક વગેરેને દીક્ષા આપી શકાય છે પરંતુ તેની રહેણી-કરણી વગેરેની વિશેષ ૧. ગા. ૪૯૬૯-૫૦૫૭. ૨. ગા. ૫૦૫૮-૫૧૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org