________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨ ૨૫ સાધર્મિકાવગ્રહપ્રકૃતસૂત્રઃ
જે દિવસે શ્રમણોએ પોતાની વસતિ અને સંસ્તારકનો ત્યાગ કર્યો હોય તે જ દિવસે બીજા શ્રમણો ત્યાં આવી જાય તો પણ એક દિવસ સુધી પહેલાંના શ્રમણોનો જ અવગ્રહ ચાલુ રહે છે. પ્રસ્તુત સૂત્ર-વિવેચનમાં શૈક્ષવિષયક અવગ્રહનો પણ વિચાર કરવામાં આવ્યો છે. વાસ્તવ્ય અને વાતાશ્રત – આગંતુક શૈક્ષનું અવ્યાઘાત વગેરે અગિયાર વારોથી વર્ણન કરવામાં આવ્યું છે. સાથે જ અવસ્થિતાવગ્રહ, અનવસ્થિતાવગ્રહ, રાજાવગ્રહ વગેરેનું સ્વરૂપ-વર્ણન પણ કરવામાં આવ્યું છે.' સેનાદિપ્રકૃતસૂત્ર: - પરચક્ર, અશિવ, અવમૌદર્ય, બોધિકસ્તનભય વગેરેની સંભાવના હોય ત્યારે નિર્ઝન્થ-નિર્ચન્થીઓએ પહેલાંથી જ તે ક્ષેત્રની બહાર નીકળી જવું જોઈએ. તેમ ન કરવાથી અનેક પ્રકારના દોષો લાગે છે. પરચક્રાગમન અને નગરરોધની સ્થિતિમાં ત્યાંથી ન નીકળી શકવાની દિશામાં ભિક્ષા, ભક્તાર્થના, વસતિ, અંડિલ અને શરીરવિવેચન સંબંધી વિવિધ યતનાઓનું સેવન કરવું જોઈએ.
શ્રમણ-શ્રમણીઓએ ચારે દિશા-વિદિશાઓમાં સવા યોજનાનો અવગ્રહ લઈને ગ્રામ, નગર વગેરેમાં રહેવું જોઈએ. આ પ્રસંગે ભાષ્યકારે સવ્યાઘાત અને નિર્વાઘાત ક્ષેત્ર, ક્ષેત્રિક અને અક્ષેત્રિક, આભાવ્ય અને અનાભાવ્ય, અચલ અને ચલ ક્ષેત્ર, બજિક, સાર્થ, સેના, સંવર્ત વગેરેનું સ્વરૂપ બતાવ્યું છે અને તત્સમ્બન્ધી અવગ્રહની મર્યાદાનો નિર્દેશ કર્યો છે. ચતુર્થ ઉદેશઃ
આ ઉદ્દેશમાં અનુદ્ધાતિક વગેરે સાથે સંબંધ રાખનાર સોળ પ્રકારનાં સૂત્ર છે. ભાષ્યકારે જે વિષયોનો તેમની વ્યાખ્યામાં સમાવેશ કર્યો છે તેમનો સંક્ષિપ્ત પરિચય આ મુજબ છે :
૧. અનુદ્દઘાતિકપ્રકૃતસૂત્ર – આની વ્યાખ્યામાં એમ બતાવવામાં આવ્યું છે કે હસ્તકર્મ, મૈથુન અને રાત્રિભોજન અનુદ્ધાતિક અર્થાત્ ગુરુ પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. હસ્તકર્મનું સ્વરૂપ બતાવતાં અસંક્લિષ્ટ ભાવહસ્તકર્મના છેદન, ભેદન, ઘર્ષણ, પેષણ, અભિઘાત, સ્નેહ, કાય અને ક્ષારરૂપ આઠ ભેદો બતાવવામાં આવ્યા છે. મૈથુનનું સ્વરૂપ બતાવતાં દેવ, મનુષ્ય અને તિર્યંચસંબંધી મૈથુન તરફ નિર્દેશ કરવામાં આવ્યો છે અને બતાવવામાં આવ્યું છે કે મૈથુનભાવ રાગાદિથી રહિત નથી હોતો આથી તેના માટે કોઈ પ્રકારના અપવાદનું વિધાન નથી કરવામાં આવ્યું. રાત્રિભોજનનું સ્વરૂપ દર્શાવતાં આચાર્યે તત્સંબંધી અપવાદ, યતનાઓ, પ્રાયશ્ચિત્ત વગેરેનું નિરૂપણ કર્યું છે. ૧. ગા. ૪૬૫૦-૪૭૯૪. ૨. ગા. ૪૭૯૫-૪૮૩૯. ૩. ગા. ૪૮૪૦-૪૮૭૬. ૪. ગ. ૪૮૭૭-૪૯૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org