________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨ ૨ ૧ તેનું વિવેચન કરતાં આચાર્યે નિગ્ન વિષયોનું વ્યાખ્યાન કર્યું છેઃ કૃત્ન અને અકૃત્ન પદોની ભિન્ન અને અભિન્ન પદો સાથે ચતુર્ભગી; અભિન્ન પદનો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવદ્રષ્ટિથી વિચાર; તદૂગ્રહણ સંબંધી વિધિ, પ્રાયશ્ચિત્ત વગેરે; ભિન્ન વસ્ત્ર ઉપલબ્ધ ન થવાની અવસ્થામાં અભિન્ન વસ્ત્રનો ફાડીને ઉપયોગ કરવો; વસ્ત્ર ફાડવાથી લાગનારી હિંસા-અહિંસાની ચર્ચા; દ્રવ્યહિંસા અને ભાવહિંસાનું સ્વરૂપ; રાગ, દ્વેષ અને મોહની વિવિધતાના કારણે કર્મબંધમાં ન્યૂનાધિકતા; હિંસા કરવામાં રાગાદિની તીવ્રતાથી તીવ્ર કર્મબંધ અને રોગાદિની મંદતાથી મંદ કર્મબંધ; હિંસકનાં જ્ઞાન અને અજ્ઞાનના કારણે કર્મબંધમાં ન્યૂનાધિકતા; હિંસકના ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔપશામિક વગેરે ભાવોની વિચિત્રતાના કારણે કર્મબંધનું વૈચિત્ર્ય; અધિકરણની વિવિધતાના કારણે કર્મબંધનું વૈવિધ્ય; હિંસકનાં દેહાદિ બળને કારણે કર્મબંધની વિવિધતા; જિનકલ્પિક અને સ્થવિરકલ્પિકની ઉપાધિ અને તેની સંખ્યા;
વિરકલ્પિકના પાત્રકબંધ અને રજોહરણનું માપ; ગ્રીષ્મ, શિશિર અને વર્ષાઋતુની દૃષ્ટિથી પટલકોની સંખ્યા અને માપ; રજોહરણનું સ્વરૂપ અને માપ; સંસ્મારક, ઉત્તરપટ્ટ અને ચોલપટ્ટ, રજોહરણની ઊન અને સૂતરની નિષદ્યાઓ; મુખત્રિકા, ગોચ્છક, પાત્રપ્રત્યુપેક્ષણિકા અને પાત્રસ્થાપનનું માપ; પ્રમાણાતિરિક્ત ઉપસિંબંધી અપવાદ; ન્યૂનાધિક ઉપધિથી લાગનાર દોષો; વસ્ત્રનું પરિકર્મ અર્થાત સંધિ; વિધિપરિકર્મ અને અવિધિપરિકર્મ વિભૂષા માટે ઉપધિનાં પ્રક્ષાલન વગેરેથી લાગનાર દોષ અને પ્રાયશ્ચિત્ત; મૂર્છાયુક્ત થઈને ઉપાધિ રાખનારને લાગનાર દોષ અને પ્રાયશ્ચિત્ત; પાત્રવિષયક વિધિ; સંખ્યાથી વધારે અથવા ઓછાં અને માપથી મોટાં અથવા નાનાં પાત્ર રાખવાથી લાગનાર દોષ અને પ્રાયશ્ચિત્ત; પાત્રનું માપ; તદ્વિષયક અપવાદ; પાત્રનાં સુલક્ષણ અને અપલક્ષણ; તુંબ, કાષ્ટ અને મૃત્પાત્ર તથા યથાકૃત, અલ્પપરિકર્મ અને સપરિકર્મ પાત્ર, ગ્રહણના ક્રમ-ભંગથી લાગનાર દોષ અને પ્રાયશ્ચિત્ત; પાત્ર લાવનાર નિર્ચન્થની યોગ્યતા; પાત્રની યાચનાનો સમય; પાત્ર-યાચનાના દિવસો; પાત્રપ્રાપ્તિનાં સ્થાનો; તંદુલધાવન; ઉષ્ણોદક વગેરેથી ભાવિત કપ્ય પાત્ર અને તેનાં ગ્રહણની વિધિ; પાત્રગ્રહણવિષયક જઘન્ય યતના; તવિષયક શંકા સમાધાન; પ્રમાણયુક્ત પાત્રની અનુપલબ્ધિની અવસ્થામાં ઉપયોગપૂર્વક પાત્રનું છેદન; પાત્રનાં મુખનું માન; માત્રવિષયક વિધિ, પ્રમાણ, અપવાદ વગેરે; નિર્ઝન્થીઓ માટે પચીસ પ્રકારની ઓઘોપધિ; નિર્ઝન્થીઓનાં શરીરના અધોભાગને ઢાંકવા માટે અવગ્રહાનંતક, પટ્ટ, અદ્ધરુક, ચલનિકા; અન્તર્નિવસની અને બહિર્નિવસની; ઊર્ધ્વભાગને ઢાંકવા માટે કંચુક, ઔપકલિકી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org