________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય -
૨૦૧ સ્થાવરકલ્પિક :
વિરકલ્પિકો માટે પ્રવ્રજ્યા, શિક્ષા, અર્થગ્રહણ, અનિયતવાસ અને નિષ્પત્તિનું વર્ણન જિનકલ્પિકોની સમાન જ સમજી લેવું જોઈએ. વિહાર માટે નિમ્ન વાતોનો વિચાર કરવામાં આવ્યો છે: વિહારનો સમય અને મર્યાદા, વિહાર કરવા માટે ગચ્છના નિવાસ અને નિર્વાયોગ્ય ક્ષેત્રની તપાસ કરવાની વિધિ, ક્ષેત્રની પ્રતિલેખના માટે ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને મોકલતાં પહેલાં તેમના માટે યોગ્ય સમ્મતિ અને સલાહ લેવા માટે સંપૂર્ણ ગચ્છને બોલાવવાની વિધિ, ઉત્સર્ગ અને અપવાદની દૃષ્ટિએ યોગ્ય-અયોગ્ય ક્ષેત્રપ્રપેક્ષક, ગચ્છના રહેવા યોગ્ય ક્ષેત્રની પ્રતિલેખના માટે કેટલા લોકોએ જવું જોઈએ અને કેવી રીતે જવું જોઈએ, ક્ષેત્રની પ્રતિલેખના માટે જવાની વિધિ અને ક્ષેત્રમાં પરીક્ષા કરવા યોગ્ય વાતો, ક્ષેત્રની પ્રતિલેખના માટે જનાર ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો દ્વારા વિહારના માર્ગો, માર્ગમાં સ્થષ્ઠિલભૂમિ, પાણી, વિશ્રામસ્થાન, ભિક્ષા, વસતિ, ચોર વગેરેના ઉપદ્રવ વગેરે વાતોની તપાસ, પ્રતિલેખના કરવા યોગ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરવાની વિધિ, ભિક્ષાચર્યા દ્વારા તે ક્ષેત્રના લોકોની મનોવૃત્તિની પરીક્ષા, ભિક્ષા, ઔષધ વગેરેની સુલભતા-દુર્લભતા, મહાસ્થપ્ટેિલની પ્રતિલેખના અને તેના ગુણદોષ, ગચ્છવાસી યથાસંદિકો માટે ક્ષેત્રની પરીક્ષા, પરીક્ષિત – પ્રતિલિખિત ક્ષેત્રની અનુજ્ઞાની વિધિ, ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો દ્વારા આચાર્યાદિ સમક્ષ ક્ષેત્રના ગુણ-દોષનું નિવેદન કરવા તથા જવા યોગ્ય ક્ષેત્રનો નિર્ણય કરવાની વિધિ, વિહાર કરતાં પહેલાં જેની વસતિમાં રહ્યા હોય તેને પૂછવાની વિધિ, અવિધિથી પૂછવાથી લાગનાર દોષ અને તેમનું પ્રાયશ્ચિત્ત, વિહાર કરતાં પહેલાં વસતિના સ્વામીને વિધિપૂર્વક ઉપદેશ આપતાં વિહારના સમયનું સૂચન, વિહાર કરતી વખતે શુભ દિવસ અને શુભ શકુન જોવાનાં કારણ, શુભ શકુન અને અશુભ શકુન, વિહાર કરતી વખતે આચાર્ય દ્વારા વસતિના સ્વામીને ઉપદેશ, વિહારના સમયે આચાર્ય, બાલસાધુ વગેરેના સામાનને કેવી રીતે ઊચકવો જોઈએ, અનનુજ્ઞાત ક્ષેત્રમાં નિવાસ કરવાથી લાગતા દોષ અને તેમનું પ્રાયશ્ચિત્ત, પ્રતિલિખિત ક્ષેત્રમાં પ્રવેશ અને શુભાશુભ શકુનદર્શન, આચાર્ય દ્વારા વસતિમાં પ્રવેશ કરવાની વિધિ, વસતિમાં પ્રવિષ્ટ થયા પછી ગચ્છવાસીઓની મર્યાદાઓ અને સ્થાપનાકુળોની વ્યવસ્થા, વસતિમાં પ્રવેશ કર્યા પછી ઝોળી-પાત્ર લીધેલા અમુક સાધુઓને સાથે લઈને આચાર્ય વગેરેનું જિનચૈત્યવંદના માટે નીકળવું, ઝોળી-પાત્ર સાથે રાખવાનાં કારણો, જિનચૈત્યોનાં વંદન માટે જતાં માર્ગમાં ગૃહજિનમંદિરોનાં દર્શનાર્થે જવું અને દાનશ્રદ્ધાળુ, ધર્મશ્રદ્ધાળુ, ઈર્ષાળુ, ધર્મપરામુખ વગેરે શ્રાદ્ધકુળોની ઓળખાણ કરવી, સ્થાપનાકુળ વગેરેની વ્યવસ્થા, તેનાં કારણો અને વીરશુનિકાનું ઉદાહરણ, ચાર પ્રકારના પ્રાધુણક સાધુ, સ્થાપનાકુળોમાં જવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org