SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ આગમિક વ્યાખ્યાઓ આહારકશરીરી, અનુત્તરદેવ, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ વગેરેનાં રૂપ, સંહનન, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્ત્વ, ઉચ્છવાસ વગેરે શુભાશુભ પ્રવૃતિઓ, તીર્થંકરનાં રૂપની સર્વોત્કૃષ્ટતાનું કારણ, શ્રોતાઓના સંશયોનું સમાધાન, તીર્થકરની એકરૂપ ભાષાનું વિભિન્ન ભાષાભાષી શ્રોતાઓ માટે વિભિન્ન રૂપોમાં પરિણમન, તીર્થંકરનાં આગમન સંબંધિત સમાચારો આપનારને ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ વગેરે તરફથી આપવામાં આવતું પ્રીતિદાન, દેવમાલ્ય, દેવમાલ્યાનયન, ગણધરોપદેશ અને તેનાથી થનાર લાભ વગેરે.' જિનકલ્પિકનાં શાસ્ત્રાર્થવિષયક શિક્ષણ તરફ નિર્દેશ કરતાં ભાષ્યકારે સંજ્ઞાસૂત્ર, સ્વસમયસૂત્ર, પરસમયસૂત્ર, ઉત્સર્ગસૂત્ર, અપવાદસૂત્ર, હીનાક્ષાસૂત્ર, અધિકાક્ષરસૂત્ર, જિનકલ્પિસૂત્ર, વિરકલ્પિકસૂત્ર, આર્યાસૂત્ર, કાલસૂત્ર, વચનસૂત્ર વગેરે સૂત્રોના વિવિધ પ્રકારો તરફ સંક્ત કર્યો છે. તે પછી જિનકલ્પિકના અનિયતવાસ, નિષ્પત્તિ, ઉપસંપદા, વિહાર, ભાવનાઓ વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ભાવનાઓ બે પ્રકારની છે : અપ્રશસ્ત અને પ્રશસ્ત. અપ્રશસ્ત ભાવનાઓ પાંચ છે : કાંદર્પ ભાવના, દેવકિલ્વિષિકી ભાવના, આભિયોગી ભાવના, આસુરી ભાવના અને સાંમોહી ભાવના. આ જ રીતે પાંચ પ્રશસ્ત ભાવનાઓ છે : તપોભાવના, સત્ત્વભાવના, સૂત્રભાવના, એત્વભાવના અને બલભાવના. જિનકલ્પ ગ્રહણ કરવાની વિધિ, જિનકલ્પ ગ્રહણ કરનાર આચાર્ય દ્વારા કલ્પ ગ્રહણ કરતી વખતે ગચ્છપાલન માટે નવીન આચાર્યની સ્થાપના, ગચ્છ અને નવા આચાર્ય માટે સૂચનાઓ, ગચ્છ, સંઘ વગેરે પાસે ક્ષમાપના – આ બધી વાતોનું સંક્ષિપ્ત વર્ણન કર્યા પછી જિનકલ્પિકની સામાચારી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.નિમ્નલિખિત ૨૭ દ્વારો વડે આ સામાચારીનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે : ૧. શ્રત, ૨. સંતનન, ૩. ઉપસર્ગ, ૪. આતંક, ૫. વેદના, ૬. કતિજન, ૭. સ્થષ્ઠિલ, ૮. વસતિ, ૯. કિયચ્ચિર, ૧૦. ઉચ્ચાર, ૧૧. પ્રગ્નવણ, ૧૨. અવકાશ, ૧૩. તૃણફલક, ૧૪. સંરક્ષણતા, ૧૫. સંસ્થાપનતા, ૧૬. પ્રાકૃતિકા, ૧૭. અગ્નિ, ૧૮. દીપ, ૧૯. અવધાન, ૨૦. વસ્યથ (કતિજન), ૨૧. ભિક્ષાચર્યા, ૨૨. પાનક, ૨૩. લેપાલેપ, ૨૪. અલેપ, ૨૫. આચામ્સ, ૨૬. પ્રતિમા, ૨૭. માસકલ્પ." જિનકલ્પિકની સ્થિતિનો વિચાર કરતાં આચાર્યે નિમ્ન ધારોનો આધાર લીધો છે : ક્ષેત્ર, કાલ, ચારિત્ર, તીર્થ, પર્યાય, આગમ, વેદ, કલ્પ, લિંગ, વેશ્યા, ધ્યાન, ગણના, અભિગ્રહ, પ્રવ્રાજના, મુંડાપના, પ્રાયશ્ચિત્ત, કારણ, નિષ્પતિકર્મ અને ભક્ત." આની પછી ભાષ્યકાર પરિહારવિશુદ્ધિક અને યથાલદિક કલ્પનું સ્વરૂપ દર્શાવે છે તથા ગચ્છવાસીઓ – સ્થવિરકલ્પિકોની માસકલ્પવિષયક વિધિનું વર્ણન શરૂ કરે છે. ૧. ગા. ૧૧૭૬-૧૨૧૭. ૨. ગા. ૧૨૧૯-૧૨૨૨. ૩. ગા. ૧૨૨૩-૧૩૫૭. ૪. ગા. ૧૩૬૬-૧૩૮૧. ૫, ગા. ૧૩૮૨-૧૪૧૨. દગા. ૧૪૧.૩-૧૪૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy