________________
૧૯૮
આગમિક વ્યાખ્યાઓ વખતે જે દોષોની સંભાવના રહે છે તેનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આ જ રીતે સચિત્ત પ્રલમ્બાદિ સંબંધિત વાતો તરફ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. દેવ, મનુષ્ય તથા તિર્યંચના અધિકારમાં રહેલા પ્રલમ્બાદિનું સ્વરૂપ, તથ્રહણદોષ વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રલમ્બાદિનું ગ્રહણ કરવાથી લાગનાર આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને આત્મસંયમવિરાધના દોષોનું વિસ્તૃત વર્ણન કરતાં આચાર્યે અજ્ઞાન અને વ્યસનો તરફ સંકેત કર્યો છે. ગીતાર્થના વિશિષ્ટ ગુણોનું સ્વરૂપ બતાવતાં આચાર્ય ગીતાર્થને પ્રાયશ્ચિત્ત ન લાગવાનાં કારણોની મીમાંસા કરી છે. ગીતાર્થની કેવલી સાથે તુલના કરતાં શ્રુતકેવલીનાં વૃદ્ધિ-હાનિનાં ષટ્રસ્થાનો તરફ સંક્ત કર્યો છે.
દ્વિતીય પ્રલમ્બસૂત્રનાં વ્યાખ્યાનમાં નિમ્ન વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે : નિર્ચન્થ-નિર્મન્થીઓ માટે ટૂટેલાં તાલ-પ્રલમ્બનાં ગ્રહણ સાથે સંબંધ રાખનાર અપવાદ, નિર્ચન્થ-નિર્ચન્થીઓનાં દેશાત્તર-ગમનનાં કારણો તથા તેની વિધિ, રોગ અને આતંકનો ભેદ, રુણાવસ્થા માટે વિધિ-વિધાન, વૈદ્ય અને તેના આઠ પ્રકાર.'
બાકીનાં પ્રલમ્બસૂત્રોનું વિવેચન નિમ્ન વિષયોની દષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે : પwતાલપ્રલમ્બગ્રહણ-વિષયક નિષેધ, “પક્ક' પદના નિક્ષેપ, ભિન્ન' અને “અભિન્ન પદોની વ્યાખ્યા, તદ્વિષયક ષડુભંગી, તત્સમ્બન્ધી પ્રાયશ્ચિત્ત, અવિધિભિન્ન અને વિવિભિન્ન તાલપ્રલમ્બ, તત્સમ્બન્ધી ગુણ, દોષ અને પ્રાયશ્ચિત્ત, દુષ્કાળ વગેરેમાં નિર્ચન્વ-નિર્ચન્થીઓના એકબીજાનાં અવગૃહીત ક્ષેત્રમાં રહેવાની વિધિ, તત્સમ્બન્ધી ૧૪૪ ભંગ અને તષિયક પ્રાયશ્ચિત્ત. માસકલ્પપ્રકૃતસૂત્રઃ
માસકલ્પવિષયક વિવેચન શરૂ કરતી વખતે સર્વપ્રથમ આચાર્યે પ્રલમ્બપ્રકૃત અને માસકલ્પપ્રકૃતિના સંબંધનું સ્પષ્ટીકરણ કર્યું છે. પ્રથમ સૂત્રની વિસ્તૃત વ્યાખ્યા માટે ગ્રામ, નગર, ખેડ, કર્બટક, મડમ્બ, પતન, આકર, દ્રોણમુખ, નિગમ, રાજધાની, આશ્રમ, નિવેશ, સંબોધ, ઘોષ, અંશિકા, પુટભેદન, શંકર વગેરે પદોનું વિવેચન કર્યું છે. ગ્રામનો નામગ્રામ, સ્થાપનાગ્રામ, દ્રવ્યગ્રામ, ભૂતગ્રામ, આતોદ્યગ્રામ, ઈન્દ્રિયગ્રામ, પિતૃગ્રામ, માતૃગ્રામ અને ભાવગ્રામ – આ નવ પ્રકારના નિક્ષેપોથી વિચાર કરવામાં આવ્યો છે. દ્રવ્યગ્રામ બાર પ્રકારનાં હોય છે :
૧. ગા. ૮૬૩૯૨૩, ૪. ગા. ૧૦૦૧-૧૦૩૩.
૨. ગા. ૯૨૪૯૫૦. ૫. ગા. ૧૦૩૪-૧૦૮૫.
૩, ગા. ૯૫૧-૧000. ૬. ગા. ૧૦૮૮-૧૦૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org