________________
૧૯૭
બૃહત્કલ્પ-લઘુભાષ્ય ૩. નિરુક્ત, ૪. વિધિ, ૫. પ્રવૃત્તિ, ૬, કેન, ૭. કસ્ય, ૮. અનુયોગદ્વાર, ૯. ભેદ, ૧૦. લક્ષણ, ૧૧. તદઈ, ૧૨. પર્ષદ્ ૧
કલ્પ-વ્યવહારના અનુયોગ માટે સુયોગ્ય મનાતી છત્રાંતિક પર્ષદાના ગુણોનો બહુશ્રુતદ્વાર, ચિરપ્રવ્રુજિતદ્વાર અને કલ્પિકાર – આ ત્રણે દ્વારોથી વિચાર કરવામાં આવ્યો છે. કલ્પિકધારનું આચાર્યે નિમ્ન ઉપદ્વારોથી વિવેચન કર્યું છે : સૂત્રકલ્પિકદ્વાર, અર્થકલ્પિકલાર, તદુભયકલ્પિકાર, ઉપસ્થાપનાકલ્પિકાર, વિચારકલ્પિકાર, લેપકલ્પિકાર, પિણ્ડકલ્પિકાર, શઠાકલ્પિકાર, વસ્ત્રકલ્પિકાર, પાત્રકલ્પિકાર, અવગ્રાહકલ્પિકાર, વિહારકલ્પિકાર, ઉત્સારકલ્પિકદ્વાર, અચંચલદ્વાર, અવસ્થિતદ્વાર, મેધાવીદ્વાર, અપરિગ્નાવીદ્વાર, યશ્ચવિદ્ધાદ્વાર, પત્તદ્વાર, અનુજ્ઞાતદ્વાર અને પરિણામકાર. આમાંથી વિચારકલ્પિકારનું નિરૂપણ કરતાં આચાર્ય વિચારભૂમિ અર્થાત્ સ્થણ્ડિલભૂમિનું સવિસ્તાર નિરૂપણ કર્યું છે. આ નિરૂપણમાં નિમ્ન દ્વારોનો આધાર લેવામાં આવ્યો છે : ભેદ, શોધિ, અપાય, વર્જના, અનુજ્ઞા, કારણ, યતના. શઠાકલ્પિકારનો રક્ષણકલ્પિક અને ગ્રહણકલ્પિકની દૃષ્ટિથી વિચાર કરવામાં આવ્યો છે. આ જ રીતે અન્ય દ્વારોનો પણ વિવિધ દૃષ્ટિઓથી વિચાર કરવામાં આવ્યો છે. યત્ર-તત્ર દષ્ટાન્તોનો ઉપયોગ પણ થયો છે. ઉત્સારકલ્પિકારના યોગવિરાધના દોષને સમજાવવા માટે ઘટાશૃંગાલનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. પરિણામકારમાં પરિણામક, અપરિણામક વગેરે શિષ્યોની પરીક્ષા માટે આમ્ર, વૃક્ષ, બીજ વગેરેનાં દૃષ્ટાન્ત આપવામાં આવ્યાં છે. છેદસૂત્રો (બૃહત્કલ્પાદિ)નાં અર્થશ્રવણની વિધિ તરફ સંકેત કરતાં પરિણામકધારના ઉપસંહાર સાથે પીઠિકાની સમાપ્તિ કરવામાં આવી છે.* પ્રથમ ઉદ્દેશ – પ્રલમ્બસૂત્ર :
પીઠિકા પછી ભાષ્યકાર પ્રત્યેક મૂલ સૂત્રનું વ્યાખ્યાન શરૂ કરે છે. પ્રથમ ઉદેશમાં પ્રલમ્બપ્રકૃત, માસકલ્પપ્રકૃત વગેરે સૂત્રોનો સમાવેશ છે. પ્રથમ પ્રલમ્બસૂત્રની નિમ્ન દ્વારોથી વ્યાખ્યા કરવામાં આવી છે : આદિનકારદ્વાર, ગ્રન્થદ્વાર, આમદ્વાર, તાલદ્વાર, પ્રલમ્બદ્વાર, ભિન્નદ્વાર. તાલ, તલ અને પ્રલમ્બનો અર્થ આ મુજબ છે : તલવૃક્ષ સમ્બન્ધી ફળને તાલ કહે છે; તદાધારભૂત વૃક્ષનું નામ તલ છે; તેના મૂળને પ્રલંબ કહે છે. પ્રલમ્બ શબ્દ દ્વારા અહીં મૂલપ્રલંબનું ગ્રહણ કરવું જોઈએ.'
પ્રલમ્બગ્રહણ સમ્બન્ધી પ્રાયશ્ચિત્તો તરફ સંકેત કરતાં તત્રપ્રલમ્બગ્રહણ અર્થાત જ્યાં તાડ વગેરે વૃક્ષ હોય ત્યાં જઈને નીચે પડેલાં અચિત્ત પ્રલમ્બાદિનું ગ્રહણ કરતી ૧. ગા. ૧૪૯-૩૯૯, ૨. ગ. ૪૧૭-૪૬૯, ૩. ગા. ૪૦૦-૮૦૨. ૪. ગા. ૮૦૩-૫. ૫. ગા. ૮૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org