________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૭૩ આચાર્યે પ્રત્યેક નયનું લક્ષણ, વ્યુત્પત્તિ, ઉદાહરણ વગેરે દષ્ટિઓથી વિસ્તૃત વિવેચન કર્યું છે. જેઓ વસ્તુને અનેક ધર્માત્મક ન માનતાં કોઈ એક વિશેષ ધર્મયુક્ત જ માને છે તે દાર્શનિકોની માન્યતાઓનું યુક્તિ પુરસ્સર ખંડન કરવામાં આવ્યું છે. આમાં ભારતીય દર્શનની સમસ્ત એકાન્તવાદી પરંપરાઓનો સમાવેશ છે. સમવતાર :
અગિયારમા દ્વાર સમવતારનું સ્વરૂપ આ મુજબ છે : કાલિક શ્રુત અર્થાત્ પ્રથમ અને ચરમ પૌરુષીમાં વાંચવામાં આવનાર શ્રુતમાં નયોની અવતારણ નથી થતી. ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગનું અપૃથફ ભાવથી પ્રરૂપણ કરતી વખતે નયોનો વિસ્તારપૂર્વક સમવતાર થતો હતો. ચરણકરણાદિ અનુયોગોનું પૃથકત્વ થઈ જવાથી નયોનો સમાવતાર નથી થતો. અનુયોગોનું પૃથક્કરણ ક્યારે અને કેમ થયું ? આ પ્રશ્ન પર વિચાર કરતાં ભાષ્યકાર કહે છે કે આર્ય વજની પછી આર્ય રક્ષિત થયા. તેમણે ભવિષ્યમાં મતિ-મેધા-ધારણા વગેરેનો નાશ થવાનું જાણીને અનુયોગોના વિભાગ કરી નાખ્યા. તેમના સમય સુધી કોઈ એક સૂત્રની વ્યાખ્યા ચારે પ્રકારના અનુયોગોથી થતી હતી. તેમણે વિવિધ સૂત્રોનું નિશ્ચિત વિભાજન કરી દીધું. ચરણાનુયોગમાં કાલિક શ્રુતરૂપ અગિયાર અંગ, મહાકલ્પશ્રુત અને છેદસૂત્રો રાખવામાં આવ્યા. ધર્મકથાનુયોગમાં ઋષિભાષિતોનો સમાવેશ કરવામાં આવ્યો. ગણિતાનુયોગમાં સૂર્યપ્રજ્ઞપ્તિ અને દ્રવ્યાનુયોગમાં દૃષ્ટિવાદ રાખવામાં આવ્યાં. આ રીતે અનુયોગનું પૃથક્કરણ કર્યા પછી આર્ય રક્ષિતે પુષ્પમિત્રને ગણિપદ પર પ્રતિષ્ઠિત કર્યા. આ જોઈને ગોષ્ઠામાહિલને ખૂબ ઈર્ષ્યા થઈ અને તે મિથ્યાત્વના ઉદયને કારણે સાતમા નિતવ રૂપે પ્રસિદ્ધ થયો. અન્ય છ નિદ્વવોના નામ આ પ્રમાણે છે : ૧. જમાલિ, ૨. તિષ્યગુપ્ત, ૩. આષાઢ, ૪. અશ્વમિત્ર, ૫. ગંગ અને ૬ ષડલૂક. આ સાત નિદ્વવોના જન્મ-સ્થાન આ છે : ૧. શ્રાવસ્તી, ૨. ઋષભપુર, ૩. શ્વેતવિકા, ૪. મિથિલા, ૫. ઉલૂકાતીર, ૬. અતિરંજિકા અને ૭. દશપુર. આ સાત નિહ્નવો સિવાય ભાષ્યકારે વધુ એક નિદ્ભવનો ઉલ્લેખ કર્યો છે જેનું નામ છે શિવભૂતિ બોટિક. તેનું જન્મ-સ્થાન રથવીરપુર છે. આ આઠ નિદ્વવોના ઉત્પત્તિ-કાળનો ક્રમ આ મુજબ છે : પ્રથમ બે ભગવાન મહાવીરના કેવલજ્ઞાન થવાના ક્રમશઃ ૧૪ તથા ૧૬ વર્ષ પછી નિદ્વવરૂપે ઉત્પન્ન થયા. બાકીના મહાવીરના નિર્વાણ બાદ ક્રમશઃ ૨.૧૪, ૨૨૦, ૨૨૮, ૫૪૪, ૫૮૪ અને ૬૦૯ વર્ષ પછી ઉત્પન્ન થયા.
૨. ગા. ૨૨૮૪-૨૨૯૫.
૩. ગા. ૨૨૯૬-૭.
૧. ૪.
ગા. ૨૧૮૦-૨૨૭૮. ગા. ૨૩૦૧-૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org