________________
૧૭૨
આગમિક વ્યાખ્યાઓ
અપાદાન, સંનિધાન, આ બધા ભેદોનું ભાષ્યકારે દાર્શનિક દૃષ્ટિથી વિશેષ વિવેચન કર્યું છે. જે તીર્થકરો સામાયિકનો ઉપદેશ કેમ આપે છે ? આનો ઉત્તર આપતાં ભાષ્યકાર કહે છે કે તીર્થંકરનામકર્મનો ઉદય થવાને કારણે તેઓ સામાયિક વગેરેનો ઉપદેશ આપે છે. ગૌતમ વગેરે ગણધરો સામાયિકનો ઉપદેશ કેમ સાંભળે છે? તેમને ભગવાનના વચન સાંભળીને તદર્થવિષયક જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેનાથી શુભ અને અશુભ પદાર્થોમાં વિવેકબુદ્ધિ જાગ્રત થાય છે તથા શુભપ્રવૃત્તિ અને અશુભનિવૃત્તિની ભાવના પેદા થાય છે. પરિણામે સંયમ અને તપની વૃદ્ધિ થાય છે જેનાથી કર્મનિર્જરા થઈને અંતમાં જતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. પ્રત્યય :
આઠમા દ્વાર પ્રત્યયની ચર્ચા કરતાં જોવામાં આવ્યું છે કે પ્રત્યયનો પણ નામાદિ નિક્ષેપપૂર્વક વિચાર કરવો જોઈએ. અવધિ વગેરે જ્ઞાનત્રયરૂપ ભાવપ્રત્યય છે. કેવલજ્ઞાની સાક્ષાત સામાયિકનો અર્થ જાણીને જ સામાયિકનું કથન કરે છે. એટલા માટે ગણધર વગેરે શ્રોતાઓને તેમના વચનોમાં પ્રત્યય અર્થાત્ બોધનિશ્ચય થાય છે.' લક્ષણ :
નવમાં દ્વાર લક્ષણનું વ્યાખ્યાન કરતાં દર્શાવવામાં આવ્યું છે કે નામાદિ ભેદથી લક્ષણ બાર પ્રકારનું હોય છે : નામ, સ્થાપના, દ્રવ્ય, સાદગ્ય, સામાન્ય, આકાર, ગત્યાગતિ, નાનાત્વ, નિમિત્ત, ઉત્પાદ-વિગમ, વીર્ય અને ભાવ. ભાષ્યકારે આનું વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે." પ્રસ્તુત અધિકાર ભાવલક્ષણનો છે. સામાયિક ચાર પ્રકારની છે : સમ્યક્તસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક. આમાંથી સમ્યવસામાયિક અને સર્વવિરતિ અર્થાત્ ચારિત્રસામાયિક ક્ષાયોપથમિક, ઔપથમિક અને ક્ષાયિક ભાવ ધરાવતી હોય છે. શ્રુતસામાયિક અને દેશવિરતિસામાયિક માત્ર લાયોપથમિક ભાવવાળી જ હોય છે. * નય :
નય નામના દસમા દ્વારનો વિચાર કરતાં કહેવામાં આવ્યું છે કે અનેક ધર્માત્મક વસ્તુનો કોઈ એક ધર્મના આધારે વિચાર કરવો તે નય કહેવાય છે. આ નય સાત પ્રકારનો છે : નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત.
૧. ગા. ૨૦૯૮-૯, ૩. ગા. ૨૧૨૨-૮, ૫. ગા. ૨૧૪૬ -૨૧૭૬.
૨. ગા. ૨૧૦૦-૨૧૨૧. ૪. ગા. ૨૧૩૧-૪. ૬. ગા. ર૧૭૭-૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org