________________
૧૫૬
આગમિક વ્યાખ્યાઓ આ પ્રમાણે જ્યારે ભગવાન મહાવીરે વાયુભૂતિના સંશયનું નિવારણ કર્યું ત્યારે તેમણે પોતાના ૫૦૦ શિષ્યો પાસે ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી લીધી.' શૂન્યવાદનું નિરસન :
ઈન્દ્રભૂતિ વગેરે ત્રણેને દીક્ષિત થયેલા સાંભળીને વ્યક્ત વિચાર કર્યો કે મારે પણ મહાવીર પાસે પહોંચવું જોઈએ. એમ વિચારીને તેઓ ભગવાન મહાવીર પાસે પહોંચ્યા. ભગવાને તેમને આવેલા જોઈને સંબોધિત કરતાં કહ્યું – હે વ્યક્ત ! તારા મનમાં એમ સંશય છે કે ભૂતોનું અસ્તિત્વ છે કે નહિ ? તું વેદવાક્યોનો યથાર્થ અર્થ નથી જાણતો, એટલા માટે તને આ પ્રકારની શંકા છે. હું તને આનો સાચો અર્થ બતાવીશ જેથી તારો સંશય દૂર થશે.
હે વ્યક્ત ! તું એમ સમજે છે કે પ્રત્યક્ષ દેખાનારા આ બધા ભૂતો સ્વોપમ છે તથા જીવ, પુણ્ય, પાપ વગેરે પરોક્ષ પદાર્થો પણ માયોપમ છે. આ રીતે સમસ્ત સંસાર યથાર્થમાં શૂન્યરૂપ છે. તું એમ પણ જાણે છે કે સંસારમાં સઘળો વ્યવહાર હ્રસ્વ-દીર્થની માફક સાપેક્ષ છે. આથી વસ્તુની સિદ્ધિ સ્વતઃ, પરતઃ, ઉભયતઃ તથા અન્ય કોઈ પણ પ્રકારથી નથી થઈ શકતી. આથી બધું જ શૂન્ય છે. આ જ રીતે પદાર્થની સાથે અસ્તિત્વ, એકત્વ, અનેકત્વ વગેરેનો કોઈ પ્રકારનો સંબંધ સાબિત નથી થઈ શકતો, આથી બધું શૂન્ય છે. ઉત્પત્તિ, અનુત્પત્તિ, ઉભય, અનુભય વગેરેમાં પણ આ જ પ્રકારના અનેક દોષો ઉપસ્થિત થાય છે, આથી જગતને શૂન્યરૂપ જ માનવું જોઈએ.
આ શંકાઓનું નિવારણ આ મુજબ છે : જો સંસારમાં ભૂતોનું અસ્તિત્વ જ ન હોય તો તેમના વિષયમાં આકાશ-કુસુમ સમાન સંશય જ ઉત્પન્ન ન થાય. જે વસ્તુ વિદ્યમાન હોય છે તેના જ વિષયમાં સંશય થાય છે જેમ કે સ્થાણુ અને પુરુષના વિષયમાં. એવી કઈ વિશેષતા છે કે જેના કારણે સ્થાણુ-પુરુષના વિષયમાં તો સંદેહ થાય છે પરંતુ આકાશ-કુસુમના વિષયમાં સંદેહ નથી થતો ? અથવા એવું કેમ નથી થતું કે આકાશ-કુસુમ વગેરેના વિષયમાં જ સંદેહ થાય તથા સ્થાણુ-પુરુષના વિષયમાં સંદેહ ન થાય ? આથી એમ માનવું જોઈએ કે આકાશકુસુમની સમાન બધું સમાનરૂપથી શૂન્ય નથી. પ્રત્યક્ષ, અનુમાન તથા આગમ દ્વારા પદાર્થની સિદ્ધિ થાય છે, આથી આ પ્રમાણોના વિષયભૂત પદાર્થોના સંબંધમાં જ સંશય ઉત્પન્ન થાય છે. જે સર્વપ્રમાણીત છે તેના વિષયમાં સંશય કેવી રીતે થઈ શકે? એટલા માટે સ્થાણુપુરુષ વગેરે પદાર્થોના વિષયમાં તો સંદેહ થાય છે પરંતુ આકાશ-કુસુમ વગેરેના
૧.
ગા. ૧૬૮૬.
૨. ગા. ૧૬૮૭–૯.
૩. ગા. ૧૬૯૦-૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org