________________
૧ ૫૫
વિશેષાવશ્યકભાષ્ય આત્માની નિત્યતા :
આત્મા શરીરથી ભિન્ન સાબિત થવા છતાં પણ શરીરની જેમ ક્ષણિક તો છે જ. આવી દશામાં તે શરીરની સાથે જ નષ્ટ થઈ જાય છે. તો પછી તેને શરીરથી ભિન્ન સાબિત કરવાનો શો ફાયદો ? આ શંકા યોગ્ય નથી. પૂર્વ જન્મનું સ્મરણ કરનાર જીવનો તેના પૂર્વ ભવના શરીરનો નાશ થઈ જવા છતાં પણ ક્ષય નથી માની શકાતો. જીવનો ક્ષય માનવાથી પૂર્વભવનું સ્મરણ કરનાર કોઈ નથી રહેતું. જે રીતે બાલ્યાવસ્થાનું સ્મરણ કરનાર વૃદ્ધના આત્માનો બાલ્યકાળમાં સર્વથા નાશ નથી થઈ જતો કેમકે તે બાલ્યાવસ્થાનું સ્મરણ કરતો પ્રત્યક્ષ જોવામાં આવે છે, બરાબર એ જ રીતે જીવ પણ પૂર્વ જન્મનું સ્મરણ કરે છે, આ વાત સાબિત થયેલી છે. અથવા જે રીતે વિદેશમાં ગયેલ કોઈ વ્યક્તિ સ્વદેશની વાતોનું સ્મરણ કરે છે આથી તેને નષ્ટ નથી માની શકાતો, તે જ રીતે પૂર્વ જન્મનું સ્મરણ કરનાર જીવનો પણ સર્વથા નાશ ન માની શકાય.'
જો કોઈ એમ કહે કે જીવરૂપ વિજ્ઞાનને ક્ષણિક માનીને પણ વિજ્ઞાન-સંતતિના સામર્થ્યથી સ્મરણની સિદ્ધિ કરી શકાય છે, તો તેનો અર્થ એ થયો કે શરીરનો નાશ થઈ જવા છતાં પણ વિજ્ઞાન-સંતતિનો નાશ નથી થયો. આથી વિજ્ઞાન–સંતતિ શરીરથી ભિન્ન જ સાબિત થઈ. વિજ્ઞાનનું સર્વથા ક્ષણિક હોવું સંભવિત નથી કેમકે પૂર્વોપલબ્ધ વસ્તુનું સ્મરણ થતું હોવાનું જોઈ શકાય છે. જે ક્ષણિક હોય છે તેને અતીતનું
સ્મરણ નથી થઈ શકતું. કેમકે આપણને અતીતનું સ્મરણ થાય છે આથી આપણું વિજ્ઞાન સર્વથા ક્ષણિક નથી. ક્ષણિકવાદના અનેક દોષો તરફ સંકેત કરતાં ભાષ્યકારે એવા મતની સ્થાપના કરી છે કે જ્ઞાન-સંતતિનું જે સામાન્ય રૂપ છે તે નિત્ય છે આથી તેનો ક્યારેય પણ વ્યવચ્છેદ નથી થતો. એ જ આત્મા નામે પ્રસિદ્ધ છે. આત્માની અદેશ્યતા :
જો આત્મા શરીરથી ભિન્ન છે તો તે શરીરમાં પ્રવેશ સમયે અથવા ત્યાંથી બહાર નીકળતાં દેખાતો કેમ નથી ? કોઈ પણ વસ્તુની અનુપલબ્ધિ બે જાતની હોય છે : (૧) જે વસ્તુ ખરશૃંગાદિ માફક સર્વથા અસતુ હોય તે ક્યારેય ઉપલબ્ધ નથી હોતી; (૨) વસ્તુ સત્ હોવા છતાં પણ બહુ દૂર, બહુ પાસે, અતિ સૂક્ષ્મ વગેરે હોવાને કારણે ઉપલબ્ધ નથી હોતી. આત્મા સ્વભાવથી અમૂર્ત છે તથા તેનું કાર્મણ શરીર પરમાણુની માફક સૂક્ષ્મ છે આથી તે આપણા શરીરમાં પ્રવેશ કરતી વખતે અથવા શરીરમાંથી બહાર નીકળતી વખતે જોવામાં નથી આવતો.
૧.
ગા. ૧૬૭૧.
૨. ગા, ૧૬૭૨-૧૬૮૧.
૩. ગા. ૧૬૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org