________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૪૧
ઉપસ્થાપન થાય છે તેને છેદોપસ્થાપન કહે છે. તે બે પ્રકારનું છે : સાતિચાર તથા નિરતિચાર. શિષ્યની ઉપસ્થાપના અથવા તીર્થાન્તરસંક્રાંતિમાં જેનો આરોપ કરવામાં આવે છે તે નિરતિચાર છેદોપસ્થાપન છે. મૂલગુણઘાતીનું જે પુનઃ સમારોપણ છે તે સાતિચાર છેદોપસ્થાપન છે." પરિહાર નામક તપવિશેષથી વિશુદ્ધ થવાનું નામ પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે. તે બે પ્રકારનું છે : નિર્વિશમાન તથા નિર્વિષ્ટકાયિક. પરિહારિકનું ચારિત્ર નિર્વિશમાન છે. અનુપારી તથા કલ્પસ્થિતનું ચારિત્ર નિર્વિષ્ટકાયિક છે. ક્રોધાદિ કષાયવર્ગને સંપાય કહે છે. જેમાં સંપરાયનો સૂક્ષ્મ અવશેષ રહે છે તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર છે. શ્રેણી (ઉપશમ અથવા ક્ષપક) પર આરૂઢ થનાર વિશુદ્ધિ પ્રાપ્ત જીવ તેનો અધિકારી થાય છે. યથાખ્યાત ચારિત્રવાળો જીવ કષાયથી નિર્લિપ્ત હોય છે. આ ચારિત્ર બે પ્રકારનું છે : છદ્મસ્થસમ્બન્ધી તથા કેવલીસમ્બન્ધી. છદ્મસ્થસમ્બન્ધીના ફરી બે ભેદ છે : મોહક્ષયસમુત્ય તથા મોહોપશમપ્રભવ અર્થાતુ કષાયના ક્ષયથી ઉત્પન્ન થનાર તથા કષાયના ઉપશમથી ઉત્પન્ન થનાર. કેવલીસમ્બન્ધી યથાખ્યાતના બે ભેદ છે : સયોગી તથા અયોગી. કષાયના ઉપશમ અને ક્ષયની પ્રક્રિયાને ધ્યાનમાં રાખતાં ભાષ્યકારે આગળ ઉપશમશ્રેણી તથા ક્ષપકશ્રેણીનું સ્વરૂપ-વર્ણન કર્યું છે." પ્રવચન તથા સૂત્રઃ
કેવલજ્ઞાનની ઉત્પત્તિના પ્રસંગને ધ્યાનમાં રાખતાં જિન-પ્રવચનની ઉત્પત્તિનું વર્ણન કર્યા બાદ આચાર્ય નિયુક્તિની તે ગાથાનું વ્યાખ્યાન શરૂ કરે છે જેમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે શ્રતધર્મ, તીર્થ, માર્ગ, માવચન, પ્રવચન – આ બધા પ્રવચનના એકાર્થક છે તથા સૂત્ર, તત્ર, ગ્રન્થ, પાઠ, શાસ્ત્ર – આ બધા સૂત્રના એકાર્થક છે. શ્રતધર્મ શું છે? તેનું વિવેચન કરતાં કહેવામાં આવ્યું છે કે શ્રુતનો ધર્મ અર્થાત સ્વભાવ બોધ હોય છે અને તે જ શ્રતધર્મ છે; અથવા ધૃતરૂપ ધર્મ ઋતધર્મ છે અને તે જીવનો પર્યાયવિશેષ છે; અથવા સુગતિ અર્થાત સંયમમાં ધારણ કરવાને કારણે ધર્મને શ્રુત કહે છે અને તે જ શ્રતધર્મ છે. તે જ રીતે ભાષ્યકારે તીર્થ, માર્ગ, પ્રાવચન, સૂત્ર, તત્ર, ગ્રન્થ, પાઠ અને શાસ્ત્રનું શબ્દાર્થ-વિવેચન કર્યું છે.
૩. ૧૨૭૭-૮.
૧. ગા. ૧૨૬૮-૯, ૪. ગા. ૧૨૭૯-૧૨૮૦. ૬. ગા. ૧૩૭૯.
૨. ગા. ૧૨૭૦-૧. ૫. ગા. ૧૨૮૩-૧૩૪૫. ૭. ગા. ૧૩૮૦-૪..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org