________________
૧૪૦
આગમિક વ્યાખ્યાઓ વિશેષ સ્પષ્ટીકરણ કરવા માટે પલ્લકાદિ નવ પ્રકારના દૃષ્ટાન્ત આપવામાં આવ્યાં છે. સમ્યક્તલાભ પછી દેશવિરતિ વગેરેનો લાભ કેવી રીતે થાય છે? તેનો ઉત્તર આપતાં ભાગકાર કહે છે કે જેટલી કર્મસ્થિતિના રહેતાં સખ્યત્વની પ્રાપ્તિ થાય છે, તેમાંથી પલ્યોપમપૃથક્વનો ક્ષય થતાં દેશવિરતિ – શ્રાવકત્વની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાત સાગરોપમનો ક્ષય થતાં ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાત સાગરોપમનો ક્ષય થતાં ઉપશમશ્રેણીની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાત સાગરોપમનો ક્ષય થતાં ક્ષપકશ્રેણીનો લાભ થાય છે. સામાયિકનાં બાધક કારણો :
કષાયાદિના ઉદયથી દર્શનાદિસામાયિક પ્રાપ્ત નથી થતી અથવા પ્રાપ્ત થઈને ફરી નષ્ટ થઈ જાય છે. જેને કારણે પ્રાણી પરસ્પર હિંસા કરે છે (ઉંતિ) તેને કષાય કહે છે; અથવા જેને કારણે પ્રાણી શારીરિક અથવા માનસિક દુઃખોથી ઘસાતાં રહે છે (ઋષ્યન્ત) તેને કષાય કહે છે; અથવા જેનાથી “' અર્થાત્ કર્મની “ગાય' અર્થાત્ લાભ થાય છે તેને કષાય કહે છે; અથવા જેનાથી પ્રાણી “કૃષ' અર્થાત્ કર્મને મતિ ' અર્થાત્ પ્રાપ્ત થાય છે તેને કષાય કહે છે; અથવા જે “#' (કર્મ)ની “મારા' અર્થાત્ ઉપાદાન (હેતુ) છે તે કષાય છે. કષાય મુખ્યરૂપે ચાર પ્રકારનો છે : ક્રોધ, માન, માયા અને લોભ. આમાંથી કયા કષાયની ઉત્કૃષ્ટતા અથવા મંદતાથી કયા પ્રકારના ચારિત્રાદિનો ઘાત થાય છે, તેનું ભાષ્યકારે વિસ્તારથી વર્ણન કર્યું છે. ચારિત્ર-પ્રાપ્તિ: •
અનન્તાનુબન્ધી વગેરે બાર પ્રકારના કષાયોનો ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ થતાં મનો-વાકુ-કાયરૂપ પ્રશા હેતુઓથી ચારિત્ર-લાભ થાય છે. ચારિત્ર પાંચ પ્રકારનું છે : સામાયિક, છેદોપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય તથા યથાખ્યાત. પ્રસ્તુતમાં નિયમ એવો છે કે બાર કષાયોના ક્ષયાદિથી ચારિત્રનો લાભ થાય જ છે, નહિ કે પાંચેય પ્રકારના ચારિત્રનો (ગા. ૧૨૫૮) – એવું સ્પષ્ટીકરણ ભાષ્યકારે કર્યું છે.
સામાન્યરૂપે બધા પ્રકારનાં ચારિત્ર સામાયિક જ છે. છેદાદિ તેમની વિશેષ પ્રકારની અવસ્થાઓ છે. સામાયિકનો અર્થ છે સાવદ્ય યોગનો ત્યાગ. તે બે પ્રકારનો હોય છે : ઈવર તથા યાવત્રુથિક. ઈતર સ્વલ્પકાલીન છે તથા યાવસ્કથિક જીવનપર્યન્ત માટે છે. જેનાથી ચારિત્રના પૂર્વપર્યાયનો છેદ થાય છે તથા વ્રતોમાં
૧. ૩.
ગા. ૧૧૯૩-૧૨૨૧. ગા. ૧૨૨૪-૧૨૫૩.
૨. ગા. ૧૨ ૨૨. ૪. ગા, ૧૨૫૪-૧૨૬૧.
૫. ગા. ૧૨૬૨-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org