________________
૪૪
અંગબાહ્ય આગમો
અને મંગળ વગેરે કૃત્યો સંપન્ન કર્યા, કવચ ધારણ કર્યું, ભાથું બાંધ્યું, ગળામાં હાર પહેર્યો, રાજપટ્ટ ધારણ કર્યો અને અસ્ત્ર-શસ્ત્રોથી સજ્જ થઈ રથમાં સવાર થયો. અનેક હથિયારબંધ યોદ્ધાઓથી ઘેરાઈ તે શ્રાવસ્તી તરફ જવા નીકળી પડ્યો.
શ્રાવસ્તી પહોંચીને ચિત્ત સારથી જિતશત્રુ રાજાની બાહ્ય ઉપસ્થાનશાલા (સામાન્ય સભા)માં પહોંચ્યો અને ત્યાં તેણે ઘોડા છોડી રથ ઊભો રાખ્યો. પછી તે ભેટ લઈ જિતશત્રુની અંતરંગ ઉપસ્થાનશાળા (વિશેષ સભા)માં પહોંચ્યો. તેણે જિતશત્રુને પ્રણામ કર્યા, વધાઈ આપી અને પછી રાજા પએસીએ આપેલ ભેટ તેની સમક્ષ રજૂ કરી. ભેટ સ્વીકા૨ીને જિતશત્રુએ ચિત્તસારથિનો આદર-સત્કાર કર્યો અને તેને ઉતરવા માટે યથોચિત વ્યવસ્થા કરી આપી. ચિત્ત ગીત, નૃત્ય અને નાટક વગેરે વડે પોતાનો સમય યાપન કરતો કરતો આનંદપૂર્વક શ્રાવસ્તીમાં રહેવા લાગ્યો (૧૪૩).
તે સમયે ચતુર્દશપૂર્વધારી, પાર્સ્થાપત્ય', કેશી નામક કુમારશ્રમણ પોતાના અનેક શિષ્યોથી ઘેરાઈને શ્રાવસ્તીના કોઇ નામક ચૈત્યમાં વિહાર કરી રહ્યા હતા. તેમના આગમનના સમાચાર સાંભળતાં નગરવાસીઓ પરસ્પર કહેવા લાગ્યા હે દેવાનુપ્રિયો ! ચાલો, આપણે પણ કુમારશ્રમણ કેશીની વંદના કરવા જઈએ. શ્રાવસ્તીમાં મોટો કોલાહલ સાંભળી ચિત્ત સારથીના મનમાં વિચાર આવ્યો—શું આજે નગરીમાં કોઈ ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, મુકુંદ, શિવ, વૈશ્રમણ, નાગ, યક્ષ, ભૂત, સ્તૂપ, ચૈત્ય, વૃક્ષ, ગિરિ, ગુફા, કૂપ, નદી, સરોવર કે સાગરનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે કે જેથી ઉગ્ર, ભોગ, ૧.જૈન સૂત્રોમાં મહાવીરના માતા-પિતાને પાર્શ્વનાથની પરંપરાના અનુયાયી કહેવામાં
આવ્યા છે. પાર્શ્વનાથ પરંપરાના અનુયાયી શ્રમણો પાર્સ્થાપત્ય (પાસાવચ્ચિજ્જ) નામથી ઓળખાતા હતા. પાર્શ્વનાથ સચેલ ધર્મ સ્વીકારતા હતા અને ચાતુર્યામ (અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ)નો ઉપદેશ આપતા હતા, જ્યારે મહાવીર અચેલ ધર્મ માનતા હતા અને પંચ મહાવ્રતનો ઉપદેશ આપતા હતા. પાર્શ્વનાથના અનુયાયી કુમારશ્રમણ કેશી અને મહાવીરના અનુયાયી ગૌતમ ઈન્દ્રભૂતિના મહત્ત્વપૂર્ણ વાર્તાલાપનો ઉલ્લેખ ઉત્તરાધ્યયનસૂત્રમાં મળે છે.
----
૨. નિશીથસૂત્ર (૧૯, ૧૧-૧૨ તથા ભાષ્ય)માં ઈન્દ્ર, સ્કંદ, યક્ષ અને ભૂતના તહેવારોને મહામહ ગણાવવામાં આવ્યા છે. આ તહેવારો ક્રમથી અષાઢ, આસો, કાર્તિક અને ચૈત્રની પૂર્ણમાસીના દિવસે ઉજવવામાં આવતા હતા. વધુ જાણકારી માટે જુઓ— જગદીશ ચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૪૩૦ આદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org