SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ રાજપ્રશ્નીય ૩૩ નિમ્નદ્વારાળાં ભૂમિમાાત્ ઉર્ધ્વ નિર્વાચ્છન્તઃ પ્રવેશા:), પ્રતિષ્ઠાન (પાયો;મૂલપાવા:), સ્તંભ, ફલક (પાટિયા;ત્રિસોપાનાંનભૂતાનિ), સૂચિક (સળી), સંધિ (સાંધા), અવલંબન (ટેકા;અવતરતામુત્તરતાં ચાતંવનહેતુભૂતાઃ) અને અવલંબનબાહુ (બાંય) બનાવ્યાં. ત્રણે સોપાનો સામે મણિ, મુક્તા અને તારિકાઓથી રચિત તોરણ લગાવ્યાં. તોરણો ઉપર આઠ મંગળોની સ્થાપના કરી, પછી રંગબેરંગી ચામરોની ધ્વજાઓ તથા છત્રપતાકા, ઘંટડીઓ અને સુંદ૨ કમળોના ગુચ્છ લટકાવ્યા (૨૯-૩૨). ત્યારબાદ તેઓ દેવવિમાનની અંદરના ભાગને સજાવવા લાગ્યા. તેમણે તેને ચારે તરફથી સમ બનાવ્યો, તેમાં અનેક મણિઓ જડ્યા કે જે સ્વસ્તિક, પુષ્યમાણવ, શરાવસંપુટ, માછલીના ઈંડા કે મગરના ઈંડા જેવા જણાતા હતા તથા પુષ્પાવલિ, ક઼મળપત્ર, સાગરતરંગ, વાસંતીલતા અને પદ્મલતાનાં સુંદર ચિત્રોથી શોભતા હતા (૩૩-૪૦). આ વિમાનની વચ્ચોવચ્ચ એક પ્રેક્ષાગૃહ બનાવવામાં આવ્યું. તેમાં અનેક સ્તંભો લગાવવામાં આવ્યા તથા ઊંચી વેદિકાઓ, તોરણો અને શાલભંજિકાઓ સ્થાપિત કરવામાં આવી. તેમાં અનેક વૈસૂર્ય રત્નો જડ્યાં અને ઈહામૃગ, વૃષભ, ધોડા, હાથી, વનલતા વગેરેના ચિત્રો બનાવવામાં આવ્યાં. સુવર્ણમય અને રત્નમય સ્તૂપો સ્થાપ્યા અને વિવિધ પ્રકારની ઘંટડીઓ અને પતાકાઓ વડે તેના શિખરને સજાવવામાં આવ્યું. પ્રેક્ષામંડપને લીંપી-ઝૂંપી સાફ કર્યો, ગોશીર્ષ અને રક્તચંદનના થાપા લગાવ્યા, ચંદનકળશો પ્રતિષ્ઠિત કર્યા, તોરણો લગાવ્યાં, સુગંધી પુષ્પમાળાઓ લટકાવી, રંગબેરંગી પુષ્પોની વર્ષા કરી તથા અગર વગેરે સુગંધી દ્રવ્યોથી તેને મહેકાવી દીધો. મંડપની ચારે બાજુ વાજાં વાગી રહ્યાં હતાં અને દેવાંગનાઓ આમતેમ ટહેલી રહી હતી (૪૧). મંડપની વચ્ચોવચ્ચ પ્રેક્ષકોને બેસવાનું સ્થાન (અક્ખાડગ) બનાવવામાં આવ્યું. તેમાં એક પીઠિકા મૂકવામાં આવી. તેના પર એક્ર સિંહાસન રાખવામાં આવ્યું. આ સિંહાસન ચક્કલ (પાયાની નીચેના ભાગ), સિંહ, પાદ (પાયા), પાદશીર્ષક (પાયાના ઉપરના કાંગરા), ગાત્ર (અંગો) અને સંધિઓથી યુક્ત તથા ઈહામૃગ, વૃષભ, ઘોડા, હાથી, મગર વગેરેના ચિત્રોથી શોભિત હતું, તેની આગળનું પાદપીઠ મણિઓથી જડેલું હતું. પાદપીઠની ઉપર રાખવામાં આવેલ મસૂરગ (ગાલ રાખવાના ઓશીકા જેવી ચપટી મુલાયમ ગાદી) એક કોમળ વસ્ત્રથી ઢાંકેલ હતું. સિંહાસન ૧. આ જ રીતે રાજભવન અને શિબિકાના વર્ણન માટે જુઓ—ણાયાધમ્મકહાઓ ૧, પૃ. ૨૨, ૩૪ (વૈદ્ય આવૃત્તિ), તથા માનસાર (અધ્યાય ૪૭). Jain Education International For Private & Personal Use Only www:hainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy