________________
અંગબાહ્ય આગમો રાજા કૂણિકની રાણી ધારિણી' લક્ષણ અને વ્યંજનયુક્ત, સર્વાંગસુંદરી અને વાર્તાલાપ વગેરેમાં કુશળ હતી. રાજા અને રાણી કામભાગોનું સેવન કરતાં કરતાં સુખપૂર્વક સમય પસાર કરતા હતા (૭) .
એક દિવસ રાજા કૃણિક અનેક ગણનાયકો, દંડનાયકો, માંડલિક રાજાઓ, યુવરાજ, તલવર (નગરરક્ષક), માડંબિક (સીમા પ્રાંતનો રાજા), કૌટુંબિક (પરિવારનો મુખી), મંત્રી, મહામંત્રી, જ્યોતિષી, દ્વારપાળ, અમાત્ય, અંગરક્ષક, પીઠમર્દ (રાજાનો સહચર), નગરવાસીઓ, વ્યાપારીઓ, શ્રેષ્ઠીઓ, સેનાપતિ, સાર્થવાહો, દૂતો અને સંધિરક્ષકોની સાથે ઉપસ્થાનશાળા (સભામંડપ)માં બેઠો હતો. તે વેળાએ નિગ્રંથ-પ્રવચનના શાસ્તા શ્રમણ ભગવાન મહાવીર અનેક શ્રમણો વડે ઘેરાયેલા ગ્રામાનુગ્રામ વિહાર કરતા ચંપા નગરીની પાસે આવી પહોંચ્યા (૯-૧૦).
રાજા કૃણિકના સમાચાર-નિવેદકને જેવા ભગવાન મહાવીરના આગમનના સમાચાર મળ્યા તેવો તે પ્રસન્નચિત્ત થઈ પોતાને ઘરે આવ્યો. તેણે સ્નાન કર્યું, દેવતાઓને બલિ ચઢાવી તથા કૌતુક (કપાળમાં તિલક વગેરે કરવું) અને મંગળ કરીને પછી શુદ્ધ વસ્ત્રાભૂષણ ધારણ કરીને તે રાજા કૃણિકના દરબારમાં પહોંચ્યો. બે હાથ જોડી રાજાને વધામણી આપતાં તેણે નિવેદન કર્યું : “હે દેવાનુપ્રિય ! જેમના દર્શનની આપ સદૈવ ઇચ્છા અને અભિલાષા રાખો છો અને જેમના નામગોત્રનાં શ્રવણમાત્રથી લોકો સંતુષ્ટ બને છે તેવા શ્રમણ ભગવાન મહાવીર પૂર્વાનુપૂર્વી વિહાર કરતા કરતા નગરના પૂર્ણભદ્ર ચૈત્યમાં હમણાં જ પધારવાના છે. આ જ વાત જણાવવા માટે આપની સેવામાં હું ઉપસ્થિત થયો છું.” (૧૧).
ભંભસારનો પુત્ર રાજા કુણિક સમાચાર-નિવેદક પાસેથી આ સમાચાર સાંભળી અત્યંત પ્રસન્ન થયો, આનંદાતિરેકથી તેના કટક (કડાં), બાહુબંધ, બાજુબંધ, મુકુટ અને કુંડળો ચંચળ બની ગયા. વેગપૂર્વક તે પોતાના સિંહાસન
શ્રેણિક ભંભસારના નામે ઓળખાયો. (આવશ્યક ચૂર્ણિ ૨, પૃ. ૧૫૮) કૂણિક (અજાતશત્રુ) રાજા શ્રેણિકની રાણી ચેલણાના પેટે જન્મ્યો હતો. કૂણિકને અશોકચંદ્ર, વર્જિવિદેહપુત્ર અથવા વિદેહપુત્ર નામથી પણ ઓળખવામાં આવે છે. વિશેષ માટે જુઓ–જગદીશ ચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૫૦૮-૫૧૨. ધારિણી રાજા કૃણિકની પટરાણી હતી. ઉવવાય (૩૩, પૃ. ૧૪૪)ના ટીકાકાર અભયદેવે સુભદ્રા એ ધારિણીનું નામાંતર હોવાનું કહ્યું છે. (નિરયાવલિયા ૧ મુજબ) પદ્માવતી કૂણિક રાજાની બીજી રાણી હતી જેણે ઉદાયીને જન્મ આપ્યો હતો .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org