________________
એકાદશ પ્રકરણ ચન્દ્રવેશ્ચક અને વીરસ્તવ
ચંદાવિઝય–ચંદ્રવેધ્યક અથવા ચંદગવિઝ–ચંદ્રકવેધ્યમાં ૧૭પ ગાથાઓ છે. ચંદ્રવેધ્યકનો અર્થ થાય છે રાધાવેધ. જેવી રીતે સુસજ્જ હોવા છતાં પણ અંતિમ ક્ષણે સહેજ પણ પ્રમાદ કરનાર વેધક રાધાવેધનું વેધન કરી શકતો નથી, તેવી જ રીતે મૃત્યુ સમયે પણ સહેજ પણ પ્રમાદનું આચરણ કરનાર સાધક સર્વસાધન-સંપન્ન હોવા છતાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. આથી આત્માર્થીએ સદૈવ અપ્રમાદી રહેવું જોઈએ :
उप्पीलिया सरासणगहियाउहचावनिच्छयमईओ। विधइ चंदगविज्झं ज्झायंतो अप्पणो सिक्खं ॥१२८॥ जइ य करेइ पमायं थोवं पि य अत्रचित्तदोसेणं। तह कयसंधाणो विय चंदगविज्झं न विधेइ ॥१२९।। तम्हा चंदगविज्झस्स कारणा अप्पमाइणा निच्चं ।
अविराहियगुणो अप्पा कायव्वो मुक्खमग्गंमि ॥१३०॥ પ્રસ્તુત પ્રકીર્ણકમાં મરણગુણાંત સાત વિષયોનું વિવેચન છે : ૧. વિનય, ૨. આચાર્યગુણ, ૩. શિષ્યગુણ, ૪. વિનયનિગ્રહગુણ, ૫. જ્ઞાનગુણ, ૬. ચરણગુણ, ૭. મણિગુણ. આ વિષેની ગાથા આ પ્રમાણે છે :
विणयं आयरियगुणे सीसगुणे विणयनिग्गहगुणे य ।
नाणगुणे चरणगुणे मरणगुणे इत्थ वुच्छामि ॥३॥ વીરWવ–વીરસ્તવમાં ૪૩ ગાથાઓ છે. નામ પરથી સ્પષ્ટ છે તે મુજબ આ પ્રકીર્ણક ભગવાન મહાવીરની સ્તુતિરૂપે છે. આમાં મહાવીરના વિવિધ નામોનો ઉલ્લેખ છે.
૧. કેસરબાઈ જ્ઞાનમંદિર, પાટણ, ઇ. સ. ૧૯૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org