________________
૨૮૮
અંગબાહ્ય આગમો तम्हा निउणं निहालेउं, गच्छं सम्मग्गपट्ठियं ।
वसिज्ज तत्थ आजम्मं, गोयमा ! संजए मुणी ॥७॥ જે ગુરુ શિષ્યને દંડ વગેરે દ્વારા હિતમાર્ગમાં લગાડતો નથી તે વેરી સમાન છે. એજ રીતે જે શિષ્ય ગુરુને ધર્મમાર્ગ બતાવતો નથી તે પણ શત્રુ સમાન છેઃ
जीहाए विलिहंतो न भद्दओ सारणा जहिं नत्थि । डंडेण वि ताडतो स भद्दओ सारणा जत्थ ।।१७॥ सीसो वि वेरिओ सो उ, जो गुरुं न विबोहए।
पमायमइराघत्थं, सामायारीविराहयं ।।१८।। ભ્રષ્ટાચારી આચાર્ય, ભ્રષ્ટાચારીઓની ઉપેક્ષા કરનાર આચાર્ય તથા ઉન્માર્ગ પર ગયેલ આચાર્ય–આ ત્રણેય મોક્ષમાર્ગનો વિનાશ કરનારા છે :
___भट्ठायारो सूरी भट्ठायाराणुवेक्खओ सूरी।
उम्मग्गठिओ सूरि तिन्नि वि मग्गं पणासंति ॥२८॥ ગચ્છ મહાપ્રભાવશાળી હોય છે. તેમાં રહેવાથી મહાનિર્જરા થાય છે તથા સારણા, વારણા, પ્રેરણા વગેરે વડે નવા દોષોની ઉત્પત્તિ રોકાઈ જાય છે :
गच्छो महाणुभावो तत्थ वसंताण निज्जरा विउला ।
सारणवारणचोअणमाईहिं न होमपडिवत्ती ॥५१॥ જે ગચ્છમાં દાન, શીલ, તપ અને ભાવના–આ ચાર પ્રકારના ધર્મોનું આચરણ કરનારા ગીતાર્થ મુનિઓ અધિક હોય તે ગચ્છ સુગચ્છ છે :
सीलतवदाणभावण चउव्विहधम्मंतरायभयभीए।
जत्थ बहू गीअत्थे गोअम ! गच्छं तयं भणियं ॥१००॥ સાધ્વીઓએ કેવી રીતે શયન કરવું જોઈએ ? તેનો વિચાર કરતાં પ્રસ્તુત પ્રકીર્ણકમાં કહેવામાં આવ્યું છે કે જે ગચ્છમાં સ્થવિરા(વૃદ્ધસાધ્વી)ની પછી તરુણી અને તરુણીની પછી સ્થવિરા–એવી રીતે સૂવાની વ્યવસ્થા હોય તેને જ્ઞાનચારિત્રનો આધારભૂત શ્રેષ્ઠ ગચ્છ સમજવો જોઈએ :
जत्थ य थेरी तरुणी थेरी तरुणी य अंतरे सुयइ ।
गोअम! तमं गच्छवरं वरनाणचरित्तआहारं ॥१२३।। અંતમાં ગચ્છાચારના આધાર અને ઉદ્દેશનો ઉલ્લેખ તથા ઉપસંહાર કરતાં ગ્રંથકાર લખે છે :
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org