SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રકરણ તન્દુલવૈચારિક તંદુલવેયાલિયતન્દુલવૈચારિક પ્રકીર્ણકમાં ૧૩૯ ગાથાઓ છે. વચ્ચે વચ્ચે કેટલાંક સૂત્રો પણ છે. તેમાં વિસ્તારપૂર્વક ગર્ભવિષયક વર્ણન કરવામાં આવ્યું છે. ગ્રંથનાં અંતિમભાગમાં નારીજાતિ સંબંધમાં એકપક્ષીય વિચારો પ્રગટ કરવામાં આવ્યા છે. ૧૦૦ વર્ષના આયુષ્યવાળો પુરુષ કેટલા તંદુલ અર્થાત્ ચોખા ખાય છે ? તેનો સંખ્યાપૂર્વક વિશેષ વિચાર કરવાના કારણે ઉપલક્ષણથી આ સૂત્ર તંદુલવૈચારિક કહેવાય છે. ગ્રંથના પ્રારંભમાં આચાર્યે જિનવર મહાવીરની વંદના કરી છે. તથા તંદુલવૈચારિક નામના પ્રકીર્ણકના કથનની પ્રતિજ્ઞા કરી છે : निज्जरियजरामरणं वंदित्ता जिणवरं महावीरं । वोच्छं पइन्नगमिणं तंदुलवेयालियं नाम ॥१॥ તે પછી જેમનું આયુષ્ય સૌ વર્ષનું હોય તેની જે રીતે દસ અવસ્થાઓ બને તેનો હિસાબ કરી તે દસ અવસ્થાઓ સંકલિત કરી કાઢી લેવાતાં તેનું જેટલુ આયુષ્ય બાકી રહે તેનું વર્ણન કરવામાં આવ્યું છે : सुणह गणिए दस दसा वाससयाउस्स जह विभज्जंति । संकलिए वोगसिए जं चाऊ सेसयं होइ ॥२॥ આ જીવ બસો સાડા સત્તર દિવસ-રાત ગર્ભમાં રહે છે. આટલા દિવસ-રાત સામાન્યપણે ગર્ભવાસમાં લાગે છે. વિશેષ પરિસ્થિતિમાં તેનાથી ઓછા કે વધુ દિવસ-રાત પણ લાગી શકે છે ઃ दोन्नि अहोरत्तसए संपुणे सत्तसत्तरिं चेव । गब्भंमि वसइ जीवो अद्धमहोरत्तमन्नं च ॥४॥ एए उ अहोरत्ता नियमा जीवस्स गब्भवासंमि । हीणाहिया उ इत्तो उवघायवसेण जायंति ॥५॥ ૧. (અ) વિજયવિમલવિહિત વૃત્તિસહિત—દેવચંદ લાલભાઈ જૈન ગ્રંથમાલા, મુંબઈ, ઈ.સ. ૧૯૨૨. (આ) હિન્દી ભાવાર્થસહિત—શ્વે. સા. જૈન હિતકારિણી સંસ્થા, બીકાનેર, વિ.સં. ૨૦૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy