SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકરણ ભક્તપરિજ્ઞા ભત્તપરિણા–ભક્તપરિજ્ઞા માં ૧૭૨ ગાથાઓ છે. આ પ્રકીર્ણકમાં ભક્તપરિજ્ઞા નામના મરણનું વિવેચન છે. પ્રારંભમાં ગ્રંથકારે મહાવીરને નમસ્કાર કરી ભક્તપરિજ્ઞાની રચનાનો સંકલ્પ કર્યો છે : नमिऊण महाइसयं महाणुभावं मुणिं महावीरं । भणिमो भत्तपरिणं निअसरणट्ठा परट्ठा य॥१॥ અભ્યઘત મરણથી આરાધના પૂરેપૂરી સફળ થાય છે, એમ બતાવતાં ગ્રંથકારે અભ્યદ્યત મરણના ત્રણ ભેદ આપ્યા છે : ભક્તપરિજ્ઞા, ઇંગિની અને પાદોપગમન. આ વિષયની ગાથા આ પ્રમાણે છે : तं अब्भुज्जअमरणं अमरणधम्मेहि वनिअंतिविहं। भत्तपरिना इंगिणि पाओवगमं च धीरेहिं ॥९॥ ભક્તપરિજ્ઞા મરણ બે પ્રકારનું હોય છે : સુવિચાર અને અવિચાર. આચાર્ય ભક્તપરિજ્ઞા મરણના પોતાના વિવેચનમાં દર્શનભ્રષ્ટ એટલે શ્રદ્ધાભ્રષ્ટને મુક્તિનો અનધિકારી બતાવ્યો છે : दंसणभट्ठो भट्ठो दंसणभट्ठस्स नत्थि निव्वाणं । सिझंति चरणरहिआ दंसणरहिआ न सिझंति ॥६६।। અંતની એક ગાથામાં વીરભદ્રનો ઉલ્લેખ હોવાથી આ પ્રકીર્ણકના કર્તા વિરભદ્ર હોવાનું મનાય છે : इअजोइसरजिणवीरभद्दभणिआणुसारिणीमिणमो। भत्तपरिन्नं धन्ना पढंति णिसुणंति भावेंति ॥१७१।। ૧. (અ) બાલાભાઈ કકલભાઈ, અમદાવાદ, વિ.સં. ૧૯૬૨. (આ) જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ. સં. ૧૯૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy